અસ્તિત્વ છે, એ પરમાણુનો એનો સ્વભાવ છે કે આનું હોવાપણું આત્માને લઈને નથી. આહા... હા.!
અંદર આત્મા જે છે તેનું હોવાપણું, તેનું અસ્તિત્વ, તેના દ્રવ્યનો સ્વભાવ છે. આ શરીરાદિ એ જડ છે.
એનું હોવાપણું - અસ્તિત્વ, તે પરમાણુનો સ્વભાવ છે. આનું (શરીરનું) હોવાપણું આત્માને લઈને છે
અને આના (શરીરના) હોવાપણાથી આત્માથી હયાતી છે, એમ નથી. આહા... હા! ઝીણી વાત છે.
આહા...! ‘છે’ એને આદિ શી ને ‘છે’ એનો અંત શું? દરેક પરમાણુ ને દરેક આત્મા, અનાદિ-
અનંત પોતાથી છે.
નથી. આહા... હા! આત્માનું હોવાપણું ને પરમાણુનું હોવાપણું, પોતાના અસ્તિત્વથી તે દ્રવ્ય છે.
બીજાના અસ્તિત્વથી - હયાતીથી બીજું દ્રવ્ય છે, એમ નથી. આહા... હા! છે? ‘અહેતુ એક રૂપ
વૃત્તિએ’ વૃત્તિ - = વર્તન; વર્તવું તે; પરિણતિ. અકારણિક એકરૂપ પરિણતિએ સદાકાળ પરિણમતું
હોવાથી અસ્તિત્વ વિભાવધર્મથી જુદા લક્ષણવાળુ છે. શું કહે છે? જે આત્મા છે, શરીર છે, કર્મ છે એમ
અનંત પરમાણુઓ છે, અનંત આત્માઓ છે. (એ બધા) પોતપોતાના અસ્તિત્વ સ્વભાવથી પરિણમે
છે. એનું પરિણમન કોઈ પરને કારણે થાય છે. (એમ નથી).
અનંત એનું અસ્તિત્વ છે. અને તે અનાદિ-અનંત, એનું જે પરિણમન છે એ સ્વતઃ છે અસ્તિત્વગુણનું
પરિણમન, પર્યાય (સ્વતઃ છે). ‘અસ્તિત્વ’ ગુણ છે. આત્મા તેનો ધરનાર અસ્તિત્વવાન છે. અને એ
અસ્તિત્વગુણની પર્યાય, પોતાથી સ્વતઃ થાય છે. અસ્તિત્વનું હોવાપણું પોતાથી પરિણમે છે. બીજાના
કારણે પરિણમે છે, એમ છે નહીં, ઝીણી વાતું છે ભગવાન!
એનું હોવાપણું પરને કારણે છે, એમ નથી. આ... હા... હા!!
વિભાવધર્મ નથી. આહા..! પણ ‘છે’ એમાં વિભાવધર્મ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ છે એમાં એનો
વિભાવ હોય અસ્તિત્વ ‘છે’ એવો દ્રવ્યનો સ્વભાવ, (એની) પરિણતિમાં વિભાવધર્મ હોતો નથી.
અસ્તિત્વ નામ સત્તાગુણ જે છે, તેમાં વિભાવધર્મ હોતો નથી. સમજાય છે કાંઈ? અહા... હા! આ
આત્મામાં અસ્તિત્વગુણ છે. એ દ્રવ્યનો સ્વભાવ છે. અને એ અસ્તિત્વનું પરિણમન થાય, પર્યાય થાય,
- અસ્તિત્વ સ્વભાવ, સ્વભાવાન દ્રવ્ય, અને એનું પરિણમન પર્યાય - પણ એનું પરિણમન
વિભાવરૂપે કોઈ દી’ હોય નહીં. અસ્તિત્વગુણનું વિભાવરૂપે પરિણમન ન હોય. ‘છે’ એનું વિભાવિક
પરિણમન એટલે? ‘છે’ એનું ‘નથી’ નું પરિણમન? આહા... હા! ઝીણી વાત છે ભાઈ! વીતરાગ
મારગ! તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે!