Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 119 of 540
PDF/HTML Page 128 of 549

 

background image
ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૧૯
હોવા છતાં”. અસ્તિત્વ છે આત્મા ભગવાન! આ પરમાણુંનું પણ અસ્તિત્વ છે, જડનું કર્મનું પણ
અસ્તિત્વ છે કર્મમાં. કોઈના અસ્તિત્વને કારણે કોઈનું અસ્તિત્વ છે, એમ નહીં. પોતાના અસ્તિત્વને
કારણે પોતાનો દ્રવ્ય સ્વભાવ છે. અને તે અસ્તિત્વ ગુણ જ્યારે પરિણમે છે, ત્યારે પરિણમે છે તો
હીણાપણે પરિણમે છે એનો અર્થ શું? વિભાવરૂપે પરિણમે? ‘છે’ એટલે છે રૂપે પરિણમે છે. પરિપૂર્ણ
છએ દ્રવ્ય પરિણમે છે. આહા.. હા!
‘વિભાવધર્મથી વિલક્ષણ હોવાથી, ભાવ અને ભાવવાનપણાને
લીધે અનેક પણું હોવા છતાં” અસ્તિત્વ (ગુણ) અને અસ્તિત્વનું ધરનાર દ્રવ્ય, એમ અનેકપણું હોવા
છતાં વસ્તુ અનેક નથી.
“પ્રદેશભેદ નહિ હોવાના કારણે” પ્રદેશભેદ નથી. અસ્તિત્વગુણના પ્રદેશ જુદા
અને દ્રવ્યના પ્રદેશ જુદા, એમ નથી અસ્તિત્વ (ગુણના) અને આત્માના પ્રદેશ એક જ છે. આહા... હા!
ઝીણી વાત છે ભાઈ! આ ગાથા જ બધી ઝીણી છે!
“દ્રવ્યની સાથે એકપણું ધરતું” વસ્તુ છે- આત્મા
ને પરમાણુ સાથે તેના હોવાપણાને ગુણ, દ્રવ્યની સાથે એકત્વપણું ધરતું ‘દ્રવ્યનો સ્વભાવ જ કેમ ન
હોય? (જરૂર હોય.) એ તો એનો સ્વભાવ જ છે. પરમાણુનો પણ અસ્તિત્વ, એનો સ્વભાવ છે.
આત્માનો પણ અસ્તિત્વ, એનો સ્વભાવ છે. આહા... હા... હા
“તે અસ્તિત્વ – જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને
વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે” શું કહે છે? અસ્તિત્વ નામનો જે ગુણ છે, તે પ્રત્યેક દ્રવ્યમાં સમાપ્ત
થઈ જાય છે. એક એક ગુણ અસ્તિત્વ, ત્યાં દરેક દ્રવ્યમાં સમાપ્ત થઈ જાય છે. તેમ અસ્તિત્વ ગુણ
પોતાના”
“દ્રવ્ય–ગુણ–પર્યાયને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી.” તે અસ્તિત્ગુણ દ્રવ્યમાં પણ રહે
છે, ગુણમાં પણ રહે છે, પર્યાયમાં પણ રહે છે, એમ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે થઈને આખું અસ્તિત્વ
છે. આહા..! શું કહ્યું? આ તો ઝીણી વાત છે ભાઈ! સર્વજ્ઞ પરમાત્મા, જિનેશ્વરદેવ, જેને ત્રણ કાળ,
ત્રણ લોકનું જ્ઞાન (વર્તે છે). અને તે ભગવાન કુંદકુંદાચાર્ય બે હજાર વર્ષ પહેલાં ભગવાન પાસે ગયા
હતા. સીમંધર ભગવાન પરમાત્મા બિરાજે છે મહાવિદેહમાં, ત્યાં ગયા હતા, આઠ દી’ ત્યાં રહ્યા હતા.
ત્યાંથી (આવીને) આ (શાસ્ત્ર) બનાવ્યું છે. આહા... હા! એની ઘણાને શંકા છે, કે મહાવિદેહમાં ગયા
હતા તે અવિશ્વસનીય છે. (પણ) પાઠ છે શાસ્ત્રમાં “પંચાસ્તિકાય’ ની ટીકા છે એમાં પાઠ છે.
‘દર્શનસાર’ દેવસેન આચાર્યે કરેલું છે એમાં પાઠ છે. બાકી ‘અષ્ટપાહુડ’ છેલ્લે સમાપ્ત કર્યું ત્યાં પણ પાઠ
છે. કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયા હતા. સમજાણું કાંઈ? એ ત્યાં જઈ આઠ દી’ રહ્યા હતા. દિગંબર
સંત! આઠ દી’ પછી અહીં આવ્યા પછી આ શાસ્ત્ર બનાવ્યું. એ શાસ્ત્ર બનાવ્યાંને બે હજાર વર્ષ થયાં,
પછી એક હજાર વર્ષે અમૃતચંદ્રાચાર્ય થયા. (મૂળગાથા) કુંદકુદાચાર્યની અને અમૃતચંદ્રાચાર્યની આ ટીકા
છે. આહા... હા! દિગંબર સંતોની આ વાત છે બધી. એવી વાત બીજે ક્યાંય છે નહીં.
આહા... હા! અસ્તિત્વ જે છે. જેમ દરેક દ્રવ્યનું હોવાપણું તેના દ્રવ્યમાં સમાઈ જાય છે. પૂરેપુરું
એમ આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં એક એક દ્રવ્યમાં એ અસ્તિત્વ (ગુણ) દ્રવ્યમાં પૂરણ, ગુણમાં
પૂરણ, પર્યાયમાં પૂરણ, એમ નથી. ત્રણે થઈને અસ્તિત્વ એક છે. છે એમાં જુઓને!
“તે અસ્તિત્વ
જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે તેમ – દ્રવ્ય–ગુણ–પર્યાયને વિષે પ્રત્યેકમાં
સમાપ્ત થઈ જતું નથી.”
આહા... હા... હા! “કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી” દ્રવ્યની
સિદ્ધિ ગુણ પર્યાયથી અને ગુણ-પર્યાયની સિદ્ધિ દ્રવ્યથી (થતી હોવાથી)
(અર્થાત્ દ્રવ્ય, ગુણ અને
પર્યાય એકબીજાથી