હોવારૂપ મનોવલણના (અભિપ્રાયના) ફણગા. આહા.... હા... હા...! હવે નિમગ્ન થઈ જાય છે. અસત્
થઈ જાય છે. કહે છે, (એટલે) ગુણી છે ઈ ગુણવાળો છે એ દ્રવ્યદ્રષ્ટિ કરતાં, દ્રવ્યને જોતાં એ ભેદ
અસ્ત થઈ જાય છે. ભાષા તો સાદી છે પણ હળવે - હળવે કહેવાય છે. અધિકાર આવે ઈ આવે
ને...! ટાંકણે ભાગ્યમાં સાંભળવા ટાણે આવી એમ કહો ને...! ત્રણલોકના નાથ એની પ્રવચનધારા...!
આહા...હા...!
અતદ્ભાવ ભેદ છે. આ દ્રવ્યનો ગુણ છે ત્યારે અતાદ્ભાવિક ભેદ ઉત્પન્ન થાય. આવો ભેદ (છે.)
આહા... હા..! આવું છે. કો’ ભાઈ..! આવું છે ન્યાં તમારે ભાવનગરમાં નથી. તમારે બાપદાદે નહોતું
સાંભળ્યું. ભાગ્યશાળીને કાને પડે એવું (તત્ત્વ છે) આહા... હા..! અતદ્ભાવ કરીને કીધું ભલે
પ્રદેશભેદ નથી. દ્રવ્યને અને ગુણને પ્રદેશભેદ નથી. અને દ્રવ્ય ને ગુણ નામ બે પડયા એટલે એટલો
અતદ્ભાવ છે, પણ એ અતદ્ભાવ (ભેદ) પણ બે પ્રકારે જોવામાં આવે છે. જ્યારે પર્યાયનયથી
જોઈએ તો એ અતદ્ભાવ છે. દ્રવ્યનો ગુણ છે, ગુણ આ દ્રવ્યમાં છે. પણ દ્રવ્યાર્થિક નયથી જોંઈએ તો
એ ગુણને દ્રવ્ય એવો ભેદ નથી ત્યાં (અભેદ છે) છે...?
(પર્યાયાર્થિક નયમાં) ‘શુક્લ’ આ વસ્ત્ર છે એમ હતું અને (અહીંયાં) દ્રવ્યથી જુઓ તો (એટલે
દ્રવ્યાર્થિક નયથી) શુક્લ વસ્ત્ર જ છે. “ઇત્યાદિની માફક – ‘આવું દ્રવ્ય જ છે.” ગુણવાળું દ્રવ્ય છે
એમ નહીં. આહા... હા..! દ્રવ્ય જ એવું છે. દ્રવ્યાર્થિક (નયથી) જોતાં ‘દ્રવ્યજ આવું છે.’ આહા... હા..
હા! કો’ સમજાય છે કે નહીં...? હળવે-હળવે તો કહેવાય છે. ભાઈ...! કલકત્તામાં મળ્યા એવું નથી
ક્યાં’ ય. વળી (એમણે) નિવૃત્તિ લઈ લીધી, ભાગ્યશાળી. એના બાપા અહીં આવ્યા’ તા તો અહીંયાં
ન આવ્યા, આ ભાગ્યશાળી. (શ્રોતાઃ) એની લાયકાત (ઉત્તરઃ) હેં, હા, આ તો ભગવાન ત્રણલોકના
નાથ, સીમંધરભગવાનથી નીકળેલી વાણી છે...! એના પદાર્થનો સ્વભાવ આ છે, ઓહોહોહો..!
(છે). એક પર્યાય (નય) થી જુએ તો ગુણવાળું દ્રવ્ય છે, દ્રવ્યાર્થિક (નય) થી દ્રવ્ય છે. કો’ ભાઈ
આવું છે ભગવાન! શું થાય..? જગતને અટકવાના સાધન અનેક (છૂટવાનું સાધન એક) અહીંયાં તો
એક છે કે દ્રવ્યાર્થિક (નય) થી જોતાં દ્રવ્ય, ગુણવાળું નહીં. ગુણવાળું દ્રવ્ય તો ભેદ પડી ગ્યો,
પર્યાયનયે. (પર્યાયનયે) એ અતદ્ભાવ કીધો ભલે આહા... હા...! (દ્રવ્યાર્થિક નયે જુઓ તો) એ દ્રવ્ય
જ છે. આહા...! છે? “આવું દ્રવ્ય જ છે.” “એમ જોતાં સમૂળો જ અતાદ્ભાવિક ભેદ નિમગ્ન અસ્ત
થાય છે.” અતદ્ભાવ દેખાતો નથી. આહા... હા..! ધીમે-ધીમે કહેવાય છે, વાત એવી છે જરી. ઝીણી
છે. વાણિયાના વેપારમાં આવું આવે નહીં. આ તો લોજિકની (વાત) વકીલાતની આવે.
આહા... હા... હા ઘણી સાદી ભાષાએ તત્ત્વને..!