ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૮૨
પ્રવચનઃ તા. ૧૧–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૯૯ - ગાથા. બીજો પેરગ્રાફ ફરીને (લઈએ.)
(અહીંયાં કહે છે કેઃ) “જેમ તે પ્રદેશો પોતાના સ્થાનમાં સ્વરૂપથી ઉત્પન્ન.’ દરેક પદાર્થ, અને
જેને પ્રદેશ છે. અસંખ્ય આત્મામાં, આકાશમાં અનંત, ધર્માસ્તિકાયમાં અસંખ્ય, અધર્માસ્તિકાયમાં
અસંખ્ય (પરમાણુ ને કાલાણુ ને એક (પ્રદેશ છે. એ પ્રદેશો પોતાના સ્થાનમાં ઉત્પન્ન “સ્વ–રૂપથી
ઉત્પન્ન” ઉત્પન્ન એટલે (એ પ્રદેશ ઉપર) લક્ષ કરતાં એ સ્વરૂપથી છે. અને “પૂર્વ રૂપથી વિનષ્ટ”
પૂર્વથી (પૂર્વના પ્રદેશથી) તે અભાવરૂપ છે. (અર્થાત્) બીજો જે પ્રદેશ છે એનાથી આ પ્રદેશ અભાવ
(સ્વરૂપ) છે. ઝીણું આવ્યું થોડુ’ ક, હજી વધારે ઝીણું આવશે. “પૂર્વરૂપથી વિનિષ્ટ હોવાથી તથા
સર્વત્ર (બધેય) પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલાં.” છે, છે, છે, છે એમ અસંખ્યપ્રદેશ આત્મામાં (છે).
એ બધેય છે. પૂર્વની અપેક્ષાએ પોતામાં ‘વિનષ્ટ’ કીધું, પોતાની અપેક્ષાએ ‘ઉત્પન્ન’ કીધું અને સર્વત્ર
છેછેછેછે એને ઉત્પન્ન નહીં, વિનષ્ટ નહીં એ ધ્રૌવ્ય છેછેછેછે (કીધું.) આહા... હા... હા! આવી વાત
ભાઈ, ભાઈ! આવ્યા છે, ઠીક ગાથા આવી. આહા... હા..!
શું કહે છે? અહીંયાં (આપણે) આત્મામાં લઈએ. આત્મામાં છે અસંખ્યપ્રદેશ..! હવે જે પ્રદેશ
ઉપર લક્ષ છે, એ પ્રદેશને પૂર્વના (પ્રદેશની) અપેક્ષાએ વિનષ્ટ કહીએ. પૂર્વનો (પ્રદેશ) એમાં નથી,
બીજો પ્રદેશ એમાં નથી અને પોતાની અપેક્ષાએ (એ પ્રદેશને) ઉત્પન્ન કહીએ, પણ છેછેછેછે ની
અપેક્ષાએ ઉત્પન્ન-વિનષ્ટ નહીં (ધ્રૌવ્ય કહીએ.) (શ્રોતાઃ) ભાઈ આવ્યા છે તો પહેલેથી લઈએ તો...
(ઉત્તરઃ) આ પહેલેથી જ છે ને..! અહીંયાં આ પહેલેથી છે. આ કહીએ છીએ તે પહેલેથી છે. આ તો
કાલે લીધું’ તું ફરીને લઈએ. આહા...હા!
(કહે છે કેઃ) જેમ આ (આત્મા) અસંખ્ય પ્રદેશી પ્રભુ (છે). એને (અસંખ્યપ્રદેશને) સિદ્ધ
કરીને પછી પ્રવાહક્રમ સિદ્ધ કરવો છે. સિદ્ધ તો પ્રવાહક્રમ’ કરવો છે. જે સમયે જે પર્યાય થાય, તે
સમયે થાય “ક્રમબદ્ધ” અત્યારે હાલે છે ને (વિષય) “ક્રમબદ્ધ” નો હાલે છે. ભાઈ આવ્યા છે ને ઈ
કહે કે ન્યાં ક્રમબદ્ધ (નો વિષય) ચાલે છે. અજમેર છે ને ત્યાં અત્યારે શિક્ષણ શિબિર. (“ક્રમબદ્ધ”)
લોકોને આકરું પડે છે, પણ લોકોને જ્યાં- ત્યાં કરું, કરું (નો અભિપ્રાય થઈ પડયો છે.) (એ
વિષય) પછી આવશે, પર્યાયની, ત્યારે કહેશું.
(અહીંયાં કહે છે કેઃ) પ્રદેશ છે ઈ તે પોતાના સ્થાનમાં ઉત્પન્ન, પૂર્વથી વિનષ્ટ સર્વ છેછેછે
(ધ્રૌવ્ય). “બધેય પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુત્પન્ન અવિનષ્ટ હોવાથી
ઉત્પત્તિ – સંહાર– ધ્રૌવ્યાત્મક છે.” આહા... હા! પૂર્વની અપેક્ષાએ વ્યય, પોતાની