Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 184 of 540
PDF/HTML Page 193 of 549

 

background image
ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૧૮૪
“વળી જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો) અંશ.” અસંખ્ય પ્રદેશ છે, એ માયલો
(એમાંનો) એક પ્રદેશ છે. તેને છેવટનો કહીએ અથવા નાનો કહીએ. એ અંશ-એ પ્રદેશ પૂર્વની
અપેક્ષાએ વિનષ્ટસ્વરૂપ છે. “પૂર્વ પ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ) ત્યાર પછીના પ્રદેશના
ઉત્પાદ સ્વરૂપ છે તથા તે જ પરસ્પર અનુસ્યૂતિથી રચાયેલા એકવાસ્તુપણા વડે અનુભયસ્વરૂપ છે.”
(શું કહે છે?) એ નાનો અંશ (છેવટનો અંશ) - એ પ્રદેશ પૂર્વની અપેક્ષાએ વિનષ્ટસ્વરૂપ છે. અને
તે જ અંશ ‘ત્યારપછીના’ એટલે વિનષ્ટસ્વરૂપ છે (જે અંશની અપેક્ષાએ તે અંશ પછીનો અંશ
ઉત્પાદસ્વરૂપ છે.) જુઓ, જે પ્રદેશ છે અહીંયાં અસંખ્યપ્રદેશ (આત્માના) તેમાં જે એક પ્રદેશ ઉપર
લક્ષ કરે તો તે પ્રદેશ પૂર્વના (પહેલાના પ્રદેશની) અપેક્ષાએ તે વિનષ્ટ છે અને તે જ પ્રદેશ પછીની
અપેક્ષાએ ઉત્પન્ન - પછી એટલે જેને (જે પ્રદેશની) અપેક્ષાએ જેને (જે પ્રદેશને) વિનષ્ટ કહ્યો હતો
એની અપેક્ષાએ આને ઉત્પન્ન કહ્યો. આહા.. હા...! આ ઝીણું છે આ.
આ જેમ આ લાકડી છે જુઓ, આમાં અનંત પરમાણુ છે. એ (લાકડી) એકની બનેલી નથી.
એમ અહીં આપણે આત્મામાં લેવું છે. જુઓ, આત્મા અસંખ્યપ્રદેશી છે. હવે એમાં જે (એક) પ્રદેશનું
લક્ષ થાય તે (એક) પ્રદેશ પૂર્વની અપેક્ષાએ - બીજા પ્રદેશની અપેક્ષાએ અભાવવ્યયસ્વરૂપ છે. અને
એ (એક) પ્રદેશ પોતાની અપેક્ષાએ ઉત્પન્ન સ્વરૂપ છે. અને તે છેછે (તે પ્રદેશ છે) એ ધ્રૌવ્યસ્વરૂપ
છે. પણ હવે અહીંયાં તો કઈ અપેક્ષા પાછી લીધી, કેઃ જે પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ છે એ ત્યાર પછીની
અપેક્ષાએ ઉત્પન્ન છે. ‘ત્યારપછી’ એટલે ઓલો (જે પ્રદેશ) વિનષ્ટ કહ્યો - જે પૂર્વના (પ્રદેશની)
અપેક્ષાએ, એના પછીની અપેક્ષાએ તે ઉત્પન્ન છે. આહા... હા..! સમજાણું કાંઈ? ફરીને લઈએ એમાં
કાંઈ (પુનરાવૃત્તિ દોષ અધ્યાત્મમાં નથી.) અમારે ભાઈ આવ્યા છે ને..! આવી ઝીણી વાત સાંભળવા
આવ્યા (છે.) આહા... હા...!
શું કહે છે? પ્રભુ! તારા ઘરની વાત છે આ. વાસ્તુ એટલે તેનું ઘર. વિસ્તારક્રમ એટલે તેનું
ઘર. આહા.. હા! પહોળું કેટલું એ એનું ઘર. હવે ઈ પહોળામાં જે અસંખ્યપ્રદેશ છે. એમાં જે એકપ્રદેશ
- કોઈપણ એકપ્રદેશ ઉપર લક્ષ જાય, અથવા લક્ષમાં લીધો. તે પ્રદેશ પૂર્વ (ના પ્રદેશની) અપેક્ષાએ
અભાવસ્વરૂપ છે - વિનિષ્ટસ્વરૂપ છે. (તે પ્રદેશ) પોતાની અપેક્ષાએ ઉત્પન્ન છે અને છેછે અપેક્ષાએ
ધ્રૌવ્ય છે. હવે અહીંયાં (ટીકામાં) પાછું એમ કહે છે કે
“જેમ વાસ્તુનો જે નાનામાં નાનો (છેવટનો)
અંશ પૂર્વ પ્રદેશના વિનાશસ્વરૂપ છે તે જ (અંશ) ત્યાર પછીના.” ત્યાર પછીના એટલે કે જે
(લક્ષમાં લીધેલ) જે વર્તમાન પ્રદેશને પૂર્વના (પ્રદેશની અપેક્ષા) વિનષ્ટ કહ્યું હતું એ પૂર્વના પ્રદેશ
‘ત્યાર પછીના’ પ્રદેશને ઉત્પન્નસ્વરૂપ કહે છે. (અર્થાત્) ત્યારપછીના એટલે કે જે વિનષ્ટ સ્વરૂપ ને
કહ્યું હતું (જે પ્રદેશને) એટલે કે જે વર્તમાન (લક્ષમાં લીધેલ) પ્રદેશને પૂર્વના પ્રદેશની અપેક્ષા
વિનષ્ટસ્વરૂપ, પોતાને વિનષ્ટ સ્વરૂપ કહ્યું’ તું. ઓલું તો (વિનિષ્ટ તો) છે જ પણ એના (વિનષ્ટ)
પછીના (પ્રદેશને) ઉત્પન્ન જે વિનષ્ટ જેની અપેક્ષાએ આત્માના જે પ્રદેશને વિનષ્ટ કહીએ - પહેલા