અપેક્ષા વિનષ્ટ કહ્યો એના પછીના એટલે (ત્યાર પછીના) તે ઉત્પન્ન, પહેલાની અપેક્ષાએ ઉત્પન્ન,
સમજાણું કાંઈ? ‘ત્યારપછીના’ એટલે ઉત્પન્ન છે એની પછીનો એમ નહીં, એ પોતે જ છે. (વિનિષ્ટ
ને ઉત્પન્ન એ પોતે જ છે અપેક્ષા જુદી-જુદી છે.) આહા...હા...!
અપેક્ષાએ લક્ષમાં લીધેલો પહેલો મણકો) વિનષ્ટ છે. અને તે વિનષ્ટ છે (જે મણકાની અપેક્ષાએ તે
મણકા) પછીનો - ત્યારપછીનો છે તેથી તે ઉત્પન્ન. જેમ એ (લક્ષમાં લીધેલ) પ્રદેશ, બીજા પ્રદેશની
અપેક્ષાએ વિનષ્ટ હતો. ત્યારપછીના એટલે જે પ્રદેશથી અભાવરૂપ કહ્યો હતો એના પછીનો એટલે આ
ઈ જ એને ઉત્પન્ન કહીએ. સમજાણું કાંઈ? (શ્રોતાઃ) સમજાતું નથી કાંઈ...! (ઉત્તરઃ) પ્રદેશ જે એક-
એક છે એ એકને ગમે તે એક લ્યો એમાંથી (લક્ષમાં). જુઓ, (પુસ્તક છે એનાં પાનાં પ્રદેશ છે) આ
(પાનું) આ પ્રદેશ છે અહીંયાં. (૧૦૮ નંબરનો પ્રદેશ અહીંયાં છે) હવે અહીંયા આની (૧૦૭)
નંબરના પ્રદેશ પાનાંની અપેક્ષાએ આ (૧૦૮) વિનષ્ટ છે. અને એના પછી એટલે આના પછી
(૧૦૮) પછી, એટલે ઉત્પન્ન થવાનો છે એના પછી એમ નહીં (પણ) જેની અપેક્ષાએ (એટલે ૧૦૭
પ્રદેશ-પાનાં) ની અપેક્ષાએ વિનષ્ટ કહ્યો હતો એ વિનષ્ટની અપેક્ષાએ - પહેલાની અપેક્ષાએ (૧૦૭
પાનાંની) અપેક્ષાએ (૧૦૮ પ્રદેશ-પાનાં) ઉત્પન્ન છે. સમજાય છે કાંઈ? જુઓ આ આંગળીઓ ચાર
છે. આ (તર્જની) આંગળી એની આગળની (લાંબી) આંગળીની અપેક્ષાએ વિનષ્ટ છે અને એ
(લાંબી આંગળી) પછીની અપેક્ષાએ તે (તર્જની) ઉત્પન્ન છે. (લાંબી આંગળી છે) એના પછીની
અપેક્ષાએ તે (તર્જની) ઉત્પન્ન છે. સમજાય છે? હવે આંગળી ઉપરથી તો લીધું હવે. આ (સૌથી
લાંબી આંગળીની અપેક્ષાએ તર્જની) તે વિનષ્ટ છે. અને આના પછીની (એટલે કે સૌથી લાંબી
આંગળી છે તેના) પછીની અપેક્ષાએ તે (તર્જની) ઉત્પન્ન છે. સમજાય છે કાંઈ? (શ્રોતા) એક ને
એક ઉત્પન્ન ને વિનષ્ટ?
લાંબી આંગળી છે જે છે તર્જની પહેલાં) એની અપેક્ષાએ તે (તર્જની) વિનષ્ટસ્વરૂપ છે. અને ત્યાર
પછીના એટલે (સૌથી લાંબી આંગળી પછીની) આ (તર્જની) એને ઉત્પન્ન કહીએ. આહા... હા!
સમજાય છે કાંઈ? એમ દરેક પ્રદેશને પૂર્વની અપેક્ષાએ વ્યય, અને એની પછીની અપેક્ષાએ ઉત્પન્ન અને
છેછેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય (કહેવાય છે.) આહા... હા.! શું શાસ્ત્રની શૈલી! રાત્રે જરા કહ્યું’ તું ને..!
પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય. ‘સમયસાર’ માં આવે છે. દરેક પદાર્થને જે સમયે જે પર્યાય થવાની છે
(તેમાં આ ત્રણેય લાગુ પડે). આ પ્રદેશનું કહ્યું હવે આપણે પરિણામમાં લઈએ છીએ.