ત્યાં (ઉત્પાદમાં) અભાવસ્વભાવ છે. એના (વ્વયયના) અભાવરૂપે ઉત્પાદ પ્રકાશે છે. આહા... હા!
સમજાણું કાંઈ? ધીમે - ધીમે પકડે તો પકડાય એવું છે બાપુ! (રુચિ કર.) આહા...! ભાવનું એટલે
ઉત્પાદ, સમ્યગ્દર્શનનો કહો, મિથ્યાદર્શનનો કહો, ચારિત્રની પર્યાયનો કહો, એ ચારિત્રની પર્યાયનો જે
સમય ઉત્પાદ થવાનો તે તેનો અવસર છે. તે ઉત્પાદ, ભાવાંતર (એટલે) ચારિત્રની પર્યાયથી અનેરો
ભાવ-અસ્થિરતાનો ભાવ પૂર્વે હતો ઈ - એનો (અર્થાત્) એ ભાવાંતરનો અભાવ, એ (ઉત્પાદ)
ચારિત્ર છે ભાવ, એનાથી એ (ભાવાંતર) અભાવસ્વભાવ છે. આહા... હા! ટીકા આવી બનાવી છે!
દિગંબર સંતોએ જગતમાં! અહીં તો જરીં જ્યાં બીજાનું કરીએ, બીજાનું કરીએ (એમ કહીએ તો)
સોનગઢવાળા ના પાડે છે (કહે છે કે બીજાનું તું કરી શકતો જ નથી) સોનગઢાળા ના પાડે છે એમ
નહીં પણ ભગવાન ના પાડે છે. પણ બાપુ, આ શું કહે છે? સોનગઢનાં પુસ્તક છે? (આ તો દિગંબર
આચાર્યનું બનાવેલું છે).
ભાવાંતરમાં ભાવનો અભાવ (હતો) એના અભાવથી ભાષાની પર્યાયનો ઉત્પાદ થાય છે. ભાવાંતરના
અભાવથી ભાવનું - ઉત્પાદનું અવભાસન થાય છે. છે? અર્થમાં (ફૂટનોટમાં) પાંચમું નાંખ્યું છે.
ભાવાંતર = અન્ય ભાવનો અન્ય ભાવમાં અભાવ. જોયું? જુઓ કૌંસમાં ભાવ અન્ય ભાવના
અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે - દેખાય છે. આહા... હા!
(છે) તેનો ઉત્પાદમાં અભાવ છે. વ્યય છે ને એ (ભાવાંતર છે ને એ) આહા.. હા! આવી ભાષા!
ભાષા તો સાદી છે. ભાષા એવી કંઈ સંસ્કૃત કે વ્યાકરણ એવું કાંઈ છે નહીં. આહા... હા!
પણ એમ નથી. આવા શબ્દોમાંથી એવું કાઢે. વળી એક આવ્યો’ તો વાંચનકાર મોટો! એ એમ કહે કેઃ કોઈ
પણ પર્યાયનો ભાવ થાય, તે બીજાના ભાવમાં અભાવસ્વરૂપે - એ જે ભાવ થયો છે તેનો અભાવ થઈને
તે જ ભાવ થાય (તે ભાવાંતર). જે પર્યાય છે, તે જ ભાવ છે, એનાથી અનેરો પર્યાય