Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 225 of 540
PDF/HTML Page 234 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨પ
થાય એ તે જ ભાવ છે, જે ભાવ છે એ જ ભાવ ફરીને આવ્યો છે એમ નથી. કારંજાનો હતો ને
કોક... હતો ને એક... તે આવ્યો હતો. (અમારે તો અહીંયાં) ચર્ચા ઘણી થઈ ગઈ. આહા... હા! અરે,
ભાઈ! આહા..! આ તો સર્વજ્ઞ પરમેશ્વરે ત્રણ કાળ, ત્રણ લોક જોયાં. (જોયાં) એમ કહેવું એ પણ
વ્યવહાર નયે (છે). કેમ કે (સર્વજ્ઞ) પરમાં તન્મય થઈને જોતા નથી. આહા... હા... હા! ‘એ તો
પોતાની પર્યાયને જાણે છે.’
(એ નિશ્ચય છે).
(અહીંયાં તો કહે છે કેઃ) એ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકથી તો થઈ નથી, લોકાલોકના
અભાવથી પણ થઈ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતાનો ભાવ છે, એનાથી ભાવાંતર - જે પૂર્વ પર્યાય
હતી એનો અભાવ થઈને કેવળજ્ઞાનની પર્યાય થઈ છે. આહા... હા! સમજાય છે કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) “જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાંપિંડનો સંહાર છે, કારણ કે ભાવનું
ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે
પ્રકાશે છે – દેખાય છે).”
આહા... હા! જે સર્ગ છે - ઉત્પત્તિ છે, તે જ વ્યય છે અને વ્યય છે તે જ
સ્થિતિ છે - ટકવું છે. કેમ કે ભાવ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે અથવા દેખાય છે.
ઉત્પાદ છે એનાથી અનેરા ભાવના અભાવસ્વરૂપે જ દેખાય છે, ઈ પર્યાયના ભાવસ્વરૂપે જ દેખાય છે
એમ નહીં. આહા... હા!
શું કહ્યું એ? વર્તમાન પર્યાય જે છે એનાથી અનેરી - ભાવાંતર પર્યાય, એટલે વ્યય. એના
અભાવથી ભાવનું (ઉત્પાદનું) પ્રકાશન છે. એ ઉત્પાદ, પૂર્વના - પોતાના ભાવથી અનેરો ભાવ, એના
અભાવથી તે ઉત્પાદ દેખાય છે. (અર્થાત્) ઉત્પાદ, એના અભાવથી દેખાય છે. (એટલે કે) પૂર્વભાવના
અભાવથી ઉત્પાદ જણાય છે. આહા... હા! આવું ઝીણું છે! છતાં પકડાય એવું છે, કાંઈ (ન પકડાય
એમ નહીં). આહા.. હા!
(શ્રોતાઃ) ન પકડાય એવી કંઈ વાત કહે...! (ઉત્તરઃ) એવી છે જ ક્યાં
(આ વાત). કેટલા નિકાલ થઈ જાય છે એમાં - કર્મના (કારણે થાય) પરના (કારણે થાય એમ છે
નહીં.) (જુઓ!) આ આંગળી આમ હાલે છે (સીધી છે તેમાંથી વાંકી વળે છે) એ ઉત્પાદ છે.
ઉત્પાદભાવથી અનેરો ભાવ (એટલે) પૂર્વની પર્યાયનો (સીધી આંગળીની પર્યાયનો) વ્યય, જે આમ
હતો ને એનો વ્યય થયો ને...! એ પૂર્વની પર્યાયનો વ્યય એના અભાવસ્વભાવે ઉત્પાદ પ્રકાશે છે.
પરને - નિમિત્તને લઈને એ ઉત્પાદ પ્રકાશે છે એમ નથી. અંદર ભગવાન આત્મા છે માટે
(આંગળીની) અવસ્થા આમ - આમ થાય છે એમ નથી. ઈ (આંગળીની) અવસ્થા તેનાથી અનેરો
ભાવ એટલે પૂર્વભાવ-વ્યયભાવ, તેના અભાવસ્વભાવે એ ઉત્પાદ દેખાય છે. આત્માને કારણે (નહીં.)
(શ્રોતાઃ) પર્યાય, પર્યાયના કારણે ને...! (ઉત્તરઃ) એને કારણે. આહાહાહા! પછી એ કહેશે. અત્યારે
તો બીજાના અભાવસ્વભાવે પ્રકાશે છે એમ કહેવું છે. આહા.. હા! એટલે અપેક્ષા લેવી છે. પછી તો
અપેક્ષા ય કાઢી નાખશે એકસો એક (ગાથામાં) આહા... હા.! અરે, આવી વાત છે બાપુ! અભિમાન