Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 227 of 540
PDF/HTML Page 236 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૨૭
ભાવાંતરના અભાવથી તે પર્યાયનો ભાવ પ્રકાશે છે, પણ ભગવાનના દર્શન કર્યા માટે ભાવ પ્રકાશે છે
એમ નહિ. ત્રણ લોકના નાથ સમવસરણમાં બિરાજે છે. એના દર્શનનો શુભભાવ થ્યો, કહે છે કે
(એ) શુભભાવની ઉત્પત્તિ, પૂર્વના ભાવના અભાવસ્વભાવે પ્રકાશે છે. ભગવાનના દર્શન થ્યા માટે
શુભ (ભાવ) પ્રકાશે છે, એમ નથી. આહા...હા...હા! આવી વાત, સાંભળી નો’ હોય પહેલી આહા..!
ઘડામાં તો દાખલો આપ્યો. મોટી તકરાર થઈ. (એ લોકો કહે) કુંભારમાં કર્તાપણાનો ભાવ છે. ઘડા
કરે ઈ. આ રીતે પણ છે ને..! એમ કહે. પણ એનો અર્થ શું બાપા! આહા... હા! અહીંયાં તો પ્રભુ
એમ કહે છે કે કુંભારની પર્યાય જે થઈ - હું ઘડો કરું એવો જે વિકલ્પ ઊઠયો (કુંભારને), એ વિકલ્પ
પણ એમ પ્રકાશે છે કે પૂર્વે બીજો વિકલ્પ હતો (માટીના પિંડા બનાવવાનો) એ વ્યય થ્યો - એને
ભાવાંતરનો અભાવ થ્યો એ કાળે જ વિકલ્પ પ્રકાશે છે. એ ઘડો થ્યો માટે વિકલ્પ છે (કુંભારને)
ઘડાનો તો એ વિકલ્પ પ્રકાશે છે, એમ નથી. આહા... હા! આવું છે!
(અહીંયાં કહે છે કેઃ) “જે કુંભનો સર્ગ છે તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે, કારણ કે ભાવનું
એટલે કુંભના ઉત્પત્તિના ભાવનું, ભાવાંતર એટલે માટીના પિંડ જે હતો, તેના અભાવસ્વભાવરૂપે
(એ) ભાવાંતર (એટલે) કુંભની ઉત્પત્તિથી અનેરો ભાવ એટલે કે સંહારરૂપ ભાવ - મૃત્તિકાપિંડનો
સંહારરૂપ ભાવ, એના અભાવે (કુંભનો સર્ગ) પ્રકાશે છે. આહા... હા! પુસ્તક છે ને સામે? એનો
અર્થ (આ) થાય છે.
(શ્રોતાઃ) પુસ્તકમાં આવું ઝીણું નથી..! (બીજા શ્રોતાઃ) પુસ્તકમાં ઝીણું નથી
તો અહીં ક્યાં ઘરનું નાખ્યું છે? (ઉત્તરઃ) કો’ વિમલચંદજી! આહા... હા! આ તો એક સિદ્ધાંતનું
દ્રષ્ટાંત કીધું ઘડાનું. સિદ્ધાંત તો ઈ છે કે ઉત્પાદ છે તે અનેરા ભાવના અભાવસ્વભાવે (તે) ઉત્પાદ
પ્રકાશે છે. એને માટે કહે કે દાખલો (દ્યો) કે ખ્યાલમાં આવે ઈ (સિદ્ધાંત). દાખલો ઈ કે ઘડાની
ઉત્પત્તિ છે તે (માટીના) પિંડનો વ્યય - જે ભાવાંતર છે - એ અનેરો ભાવ છે ઈ, એના
અભાવસ્વભાવે ઘડાની ઉત્પત્તિ પ્રકાશે છે - દેખાય છે. એમ છે એમ છે એમ દેખાય છે એમ કહે છે.
આહા.. હા... હા! ભાઈ! આવી વાત!!
(લોકો તો આ) મંદિરો બનાવો, ગજરથ કાઢો, રથ ચડાવો, ધામધૂમ, દશ દશ હજાર, વીસ
વીસ હજાર માણસ, પચાસ હજાર માણસ (મહોત્સવમાં) રથ કાઢે (ત્યારે) એક હલાવે એક એક
માણસને અંતરે એક એક. (હારબંધ) બેન્ડ વાંજા (વાળા). પચીસ હજાર તો એક સાથે (વરઘોડામાં)
માણસ, ભારે શોભા! ભગવાન સાંભળને... ભાઈ, એ ગજરથની પર્યાય - જે હાલે છે હાથી - એનો
જે હાલવાનો પર્યાય, એને પૂર્વની પર્યાયમાં હાલવાનું નહોતું તેના ભાવના અભાવસ્વભાવે (આ
હાલવાનું) પ્રકાશે છે. માણસ માથે બેઠો છે (મહાવત) એને હલાવે છે હાથીને, એમ નથી. આહા...
હા! અને એ પંચકલ્યાણિકનો કરનારો પ્રમુખ છે. માટે આ ગજરથની પર્યાયનો પ્રકાશ થાયે એમ નથી
કહે છે. (મહોત્સવમાં) કરે ને સંઘવી - પ્રમુખ, બે - પાંચ લાખ રૂપિયા ખર્ચે ને! એને લઈને
(મહોત્સવની) આ બધી પર્યાયો ઉત્પન્ન થાય છે એમ નથી. તે તે ત્યાં પર્યાયો, પૂર્વનો વ્યય એટલે
અનેરો ભાવ ઈ