આહા..! (એ કર્તા) ગજરથનો નહીંને ઈ હાથીનો નહીં. આહા... હા! હાથી ઊપર બેસવા બોલી ઊઠે
કે જાણે એકબીજાને જાણે કંઈ (બોલી બોલે એમાં) પંદરસો કે બીજો કહે બે હજાર ઓલો કહે પાંચ
હજાર. ઈ હોય છે કે ઈ શુભભાવ છે. એ કંઈ એનાથી - તને શુભભાવ થ્યો માટે એનાથી થાય છે
ત્યાં (એમ માનવું રહેવા દે ભાઈ!) કો’ ભાઈ! આ તમારા બાપે’ ય સાંભળ્યું નો’ હોય આવું
(શ્રોતાઃ) હતું ક્યાં પહેલાં આવું ત્યાં (ઉત્તરઃ) એ દિગંબર છે ને...! દિગંબર છે. તમે તો પ્રથમથી
જ દિગંબર હતા અમે તો ભઈ ઢુંઢિયા હતા. આહા... હા! (શ્રોતાઃ) ઢુંઢિયાએ શોધી કાઢયું ને...!
(ઉત્તરઃ) આહા... હા... હા..! ગજબ વાત છે!! અમૃત રેડયાં છે સત્ના ‘સતિયાં સત્ મત છોડીએ,
સત્ છોડયે પત જાય’ આહા... હા.. હા! (શ્રોતાઃ) ઈ તો માગણે ય બોલે છે...! માગણવાળા આ
બોલે છે (ઉત્તરઃ) હેં! ઈ આ માગણ છે, માગણ છે આત્મા. ‘સતિયાં સંત્ મત છોડીએ’. જે સમય
જે પર્યાય સત્ની થાય. તે પૂર્વના અભાવ સ્વભાવે પ્રકાશે છે બીજાને લઈને નહીં. (એ) સત્ને
છોડીશ નહીં. (એમ કહે છે) એ તો માગવા આવતા’ ને...! (એ બોલતા) ‘સતિયા સત્ મત
છોડીએ, સત્ છોડીએ પત જાય. એ સત્ની મારી લક્ષ્મી, ફિર મિલેંગી આય.’ એ સાંભળ્યું છે કે
નહીં? દુકાને, અમારી દુકાને ઘણાં આવતાં ને...! દરરોજ આવે. દરરોજ એક માંગણ આવે જ તે. એવું
સ્થાન છે ત્યાંથી પછી એને ટિકિટ આપે. ઈ પછી માંગે પૈસો, પૈસો. તે દી’ પૈસો - પૈસો હતો હવે
વધી ગયું! આહા.. હા! એને એમ કહ્યું!
બીજાથી થાય એમ ન માનીશ, નહીં તો અસત્ થઈ જશે.’ તારી માન્યતામાં હોં! ન્યાં તો એમ છે
(તેમાં કોઈ ફેરફાર કરી શકે નહીં) ત્યાં તો ઈ પર્યાય જે થઈ છે - પૂર્વનો ભાવાંતર - અનેરો ભાવ
જે (સંહાર), એના અભાવસ્વભાવે ઈ (પ્રકાશે છે) અને એ જ પર્યાય છે ઈ આવી છે બીજે સમયે
એમ નથી. (એટલે ભાવાંતરવાળી પર્યાય બીજે સમયે આવી છે) આમાંથી એવું કાઢે છે કેટલા’ ક.
(અને કહે છે) એ જે પર્યાય હતી તે જ ભાવાંતર થઈને પાછી આવી છે. ઈ મોટી ચર્ચા થઈ’ તી.
ઘણી ચર્ચાઓ થઈ. માણસો (અમારી પાસે તો) આવે ને...! ભણેલા ને વાંચેલા. અરે! બાપુ, એમ
નથી ભાઈ!
ઘટની ઉત્પત્તિની પર્યાય ને દરેક દ્રવ્યની ઉત્પત્તિની પર્યાય, તેની અનેરી પર્યાય એટલે વ્યય જે છે -
અનેરો ભાવ, એના અભાવે તે દેખાય છે. બીજો માણસ ન્યાં આવ્યો નિમિત્ત થઈને એથી તે
(પર્યાયો) ત્યાં દેખાય છે ઈ એમ નથી. છતાં નિમિત્ત હો, પણ નિમિત્તને લઈને આંહી (ઉપાદાનમાં)