વિસદ્રશ છે. કારણ? ઊપજે ને સંહાર, ઊપજે ને સંહાર (એક જાતના નથી માટે) વિસદ્રશ છે. ભાઈ!
આહા.. હા..! આવું છે. વાણિયાને વેપાર આડે નવરાશ નહીં ને, ન મળે ને ધરમ આ શું છે?
(તત્ત્વની વાત સાંભળે નહીં.)
વિરુદ્ધ છે. કારણ કે ઊપજે છે ને સંહાર છે એમ થ્યું ને...! પર્યાય ઊપજે ને તે જ સમયે વ્યય. એમ
થ્યું ને વિરુદ્ધ અને સ્થિતિ છે તે ટકતું તત્ત્વ છે તે અન્વય છે. (આગમમાં) એમ આવે છે. શું કહેવાય
ઈ આગમ? ધવલ! ધવલ, ધવલ! ધવલમાં ઈ આવે છે. ઉત્પાદ વ્યય છે ઈ વિરૂદ્ધ છે. કેમ કે ઊપજવું
અને વ્યય થવું છે. એક સમયમાં જ વિરૂદ્ધ અને ટકવું તે અવિરુદ્ધ છે. કેમ કે (તેમાં)ં સદ્રશપણું કાયમ
રહે છે અને આ (ઉત્પાદવ્યય) વિસદ્રશ છે. વિસદ્રશ કહો કે વિરુદ્ધ કહો (એ કાર્ય છે.) આહા... હા!
હવે આવું બધું! મુનિઓએ કેટલી મહેનત કરી છે!! જગતની કરુણા!! આહા..! એક એક શ્લોકનું ને
એક એક વાતનું સ્પષ્ટીકરણ કર્યું છે!!
(એટલે અન્વયને) વ્યતિરેકો ઓળંગતા નથી. ઉત્પાદ-વ્યય જે છે વ્યતિરેકો - ભિન્ન ભિન્ન જાત.
ઊપજવું અને સંહાર ભિન્ન (પર્યાય) થઈને..! એ જાત જ ભિન્ન થઈ ઊપજવું અને વ્યય (વિરુદ્ધ છે)
એ ઊપજવું ને વ્યય (એટલે) વ્યતિરેકો અન્વયને (અર્થાત્) ટકવા તત્ત્વને છોડતા નથી. આહા..
હા!.. હા! પરની હારે આંહી કોઈ સંબંધ નથી. પરથી થાય ને પર (નિમિત્તથી થાય). ઉચિત નિમિત્ત
છે એમ કહેવાય, એનું જ્ઞાન કરવા, પણ તે નિમિત્ત છે માટે આમાં (ઉપાદાનમાં) કાંઈ ઉત્પાદ-વ્યય
થાય છે એમ નથી. આહા... હા! ઉપર તો ગયું આ!
કરવા નિમિત્ત છે. નિમિત્ત નથી એમ નહીં, પણ નિમિત્તથી અહીં ઉત્પાદ-વ્યય થાય એમ નથી.
આહા... હા!
નિમિત્ત છે માટે મકાનની ઉત્પત્તિ થાય છે એમ નથી. (પરમાણુઓમાં) ઉત્પાદનો સમય છે માટે
મકાનની પર્યાય થાય છે. પૂર્વ પર્યાય પિંડનો કે માટીનો કે પત્થરનો કે (સીમેન્ટનો) કે બીજી - ત્રીજી
ચીજનો વ્યય થાય છે (અને ઘડો કે મકાનનો ઉત્પાદ થાય છે) એ ઉત્પાદ અને વ્યય એ વ્યતિરેકો છે,
ભિન્ન ભિન્ન છે.