જોયું’ તું ન્યાં. વ્યાખ્યાનમાંથી નીકળે કે પૂછે, આનું કેમ છે? આનું કેમ? લ્યો (શ્રોતાઃ) હું અંદરે ય
જાતો નથી ને બહારે ય જાતો નથી. (ઉત્તરઃ) મેં જોયું’ તું ને... બહાર નીકળ્યા તે પૂછતા’ તા.
આહા... હા! અહીંયાં કહે છે પ્રભુ! ભારે વાત બાપા!
ઉત્પાદનો જે સમય તે જ સ્થિતિ - ટકવાનો સમય છે. સમયમાં ભેદ નથી પણ તેના ત્રણેયના
લક્ષણોમાં ભેદ છે. આવા... હા... હા! બે વાતો આવી ગઈ છે (ઉપર) ઉત્પાદ-વ્યયની આ તો સ્થિતિ
(નો બોલ છે તેની વાત ચાલે છે). કુંભનો સર્ગ ને પિંડનો સંહાર તે જ મૃત્તિકાની સ્થિતિ (છે).
કારણ વ્યતિરેકો (એટલે) ભિન્ન ભિન્ન બે દશાઓ, પિંડનો વ્યય ને ઘટની ઉત્પત્તિ (છે). વ્યતિરેકો
એટલે (એ) ભિન્ન ભિન્ન દશાઓ અન્વય એટલે કાયમ રહેનારું દ્રવ્ય-માટીને ઓળંગતા નથી. સ્થિતિને
- ધ્રૌવ્યને (વ્યતિરેકો) ઓળંગતા નથી. (અથવા) ધ્રૌવ્યથી ભિન્ન સમય નથી. આહા... હા! એ
ઉત્પાદ - વ્યયનો સમય તે જ ધ્રૌવ્યનો (ધ્રુવનો) સમય છે. એ ઉત્પાદ-વ્યય થયો છતાં ધ્રૌવ્યપણું તે
(જા ક્ષણે છે, એ ધ્રૌવ્યપણાને વ્યતિરેકો ઓળંગતા - છોડતા નથી. આહા... હા!
તેનો નિર્ણય ઉત્પાદ-વ્યયથી થાય છે. હોં! આહા... હા! નિત્યનો નિર્ણય અનિત્યથી થાય છે. નિત્યનો
નિર્ણય નિત્યથી થાય છે એમ નહીં. નિત્ય છે ઈ તો સંદ્રશ કીધું ને...! ‘વ્યતિરેક વિનાનું છે’ અને
આ તો નિર્ણય કરે છે ઈ તો ઉત્પાદવ્યય છે આ... હા! એ ઉત્પાદ - વ્યય, ધ્રુવનો નિર્ણય કરે છે.
(શ્રોતાઃ) ધ્રુવનો કરે છે ને પોતાનો ય કરે છે ને..! (ઉત્તરઃ) બધાનો કરે નહીં! એ પોતાનો કરે,
બાકીનાનો થાય, બધાને જાણે. બીજાના ઉત્પાદવ્યયધ્રૌવ્ય જાણે (પણ ક્યારે?) પોતાના
ઉત્પાદવ્યયધ્રૌવ્યને યથાર્થ જાણે ત્યારે. પણ કહે કે બીજાના ય જાણે, પણ અહીં પોતાના જાણે ત્યારે
તેને જાણે. પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્યને યથાર્થપણે ન જાણે અને ગોટા ઊઠે ઈ બીજાના ઉત્પાદવ્યય
ધ્રૌવ્યને પણ યથાર્થ જાણે નહીં.
આહા..! એકલા લોજિક - ન્યાય ભર્યા છે.
સમયે કુંભનો ઉત્પાદ છે.