આંહી? ધ્યાન રાખે તો, ભાષા સાદી છે. લખાણ તો ઘણું સાદુઃ! લોજીકથી એકદમ સીધા (ન્યાય
હૃદયમાં ઊતરી જાય.) ભાઈ! તું છો કે નહીં આત્મા? (છે.) તો છે તો એ સ્થિતિ થઈ. હવે આત્મા
છે એનો નિર્ણય કરનાર પર્યાય વ્યક્ત છે કે નહીં? એ પર્યાય - વ્યતિરેક ભિન્ન ભિન્ન છે કે નહીં?
એક જ સમયે ભિન્ન હોં? આ સમયે ઉત્પાદ ને બીજે સમયે વ્યય એમ નહીં. અહીંયાં તો તે સમયે
ઉત્પાદને તે સમયે વ્યય અને તે સમયે સ્થિતિ છે કે નહીં? જે સમયે સ્થિતિ છે તે સમયે ઉત્પાદ ને
વ્યય છે કે નહીં? (બધું એકસમયે જ છે). આહા... હા.. હા!
જ અન્વય પ્રકાશે છે. જુઓ! ભાષા દેખો! આહા... હા! કે ઉત્પાદ-વ્યય દ્વારા જ સ્થિતિ છે (એમ)
પ્રકાશે છે. આ ટકતું છે ઈ ઇત્યાદ-વ્યય દ્વારા જણાય છે. એનો જે ઉત્પાદ - વ્યય છે સમય -
સમયનો, તે વડે તે સ્થિતિ - ટકતું જણાય છે, આહા... હા.. હા! સમ્યગ્દર્શનની પર્યાયની ઉત્પત્તિ,
મિથ્યાત્વનો વ્યય, ભગવાનનું સ્થિતિ-ટકવું (આત્મદ્રવ્યનું એક જ સમયે છે). તે જ સમયે વ્યતિરેકો
એટલે સમ્યગ્દર્શન (નો ઉત્પાદ) અને મિથ્યાત્વનો વ્યય, એ દ્વારા આત્મા છે એ પ્રકાશે છે. એ દ્વારા
જ આત્મા શું છે તે પ્રકાશે છે (એટલે કે જણાય છે). આવું ક્યાં બધું મુશ્કેલ! આહા... હા! શું કીધુંઃ
કે સમ્યગ્દર્શનની ઉત્પત્તિનો જે સમય છે તે જ સમય તે પર્યાય ઉત્પન્ન થાય છે, તે જ સમયે
મિથ્યાત્વનો વ્યય થાય છે, તે વ્યતિરેકો તે સ્થિતિને ઓળંગતા નથી. તે જુદા - જુદા ભાવો પણ ધ્રુવને
છોડતા નથી. એક વાત, બીજી વાત કે વ્યતિરેકો દ્વારા અન્વય પ્રકાશે છે. આહા... હા... હા! જોયું?
અરસ - પરસ (કીધું) પહેલાં આમ કીધું કે ઉત્પાદ- વ્યય તે સ્થિતિને છોડતાં નથી, અન્વયને
વ્યતિરેકો છોડતા નથી. એક વાત. અને તે ઉત્પાદ - વ્યય છે તે સ્થિતિને પ્રકાશે છે (એ બીજી વાત).
આહા.. હા! સ્થિતિને સ્થિતિ પ્રકાશે છે એમ નહીં. સમજાય છે કાંઈ? આહા..! વ્યતિરેકો ધ્રુવને છોડતા
નથી. પણ એથી કરીને જાણવાનું કામ ધ્રુવ કરે છે એમ નહીં એ કામ ઉત્પાદ-વ્યય કરે છે. આત્માને.
અહીં આપણે તો આત્માનું જ લેવું છે બીજે જડમાં ને (થાય છે એનું શું કામ છે?) આહા હા! અને
જે ઉત્પાદ - વ્યય (થાય છે). સમ્યગ્દર્શનનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય એ વ્યતિરેકો ટકતા તત્ત્વને
છોડતાં નથી, અને તે વ્યતિરેકો - ઉત્પાદવ્યય ટકતા તત્ત્વને પ્રકાશે છે. આહા... હા! સમજાય છે કે
નહીં? આ આવો ઉપદેશ હવે! (શ્રોતાઃ) પર્યાય પણ એ રીતે જ ઓળખાય. (ઉત્તરઃ) એમ જ છે
ને...! કાર્ય તો પર્યાયમાં થાય છે ને..! એ પર્યાયો, ધ્રુવને છોડતા નથી એક વાત. અને તે પર્યાયો
ધ્રુવને પ્રકાશે છે. (બીજી વાત.) ન્યાયથી (સાબિત થાય છે). ભાષા તો સાદી છે. આહા... હા!
અભ્યાસ જોઈએ (આ સમજવા) નિવૃત્તિ જોઈએ ને બાપા! અરે.. રે! આવું ક્યારે ટાણું મળે?
વીતરાગી તત્ત્વ!! એને ઓળખવા ને જાણવા ને માનવા ને (અનુભવવા) ટાણું ક્યારે મળે ભાઈ!