બીજા ગુણનો દોષ, બીજા ગુણને દોષ કરે એમ નથી. ઈ શું કીધું? ચારિત્ર ગુણનો જે દોષ - ઉત્પાદ,
એ સમ્યગ્દર્શનની પર્યાયને દોષ કરતું નથી. ચારિત્રના દોષનો ઉત્પાદ તે જ સમય સમ્યગ્દર્શનનો ઉત્પાદ
બન્ને એક સમયે હોવા છતાં એ ચારિત્રનો દોષ, સમ્યગ્દર્શની પર્યાયને દોષ કરતો નથી. આહા.. હા..
હા! નરકમાં પણ સિદ્ધ લીધું છે. રાતે કહ્યું’ તું નરકની અંદર પણ સિદ્ધ છે! ‘સિદ્ધ’ એટલે
સમ્યગ્દર્શન અને અનંતાનુબંધી કષાયનો અભાવ એવું સિદ્ધપણું ત્યાં પણ છે. બીજા દોષો ભલે હો,
પણ એ સિદ્ધ ત્યાં છે. (તે) ત્યાં સુધી લીધું છે કે ત્યાંથી તીર્થંકર થશે. આહા.. હા! ચારિત્ર દોષ છે,
પણ દર્શનદોષ નથી. તેથી એ ઉત્પાદ જે છે તે દ્રવ્યને પ્રકાશે છે. વ્યય જ છે ત્યાં તો એની જાતનો
પર્યાયનો વ્યય (છે). ચારિત્રદોષની સાથે જરી સ્વરૂપાચરણચારિત્રનો દોષ ઉત્પાદસ્વરૂપે છે. સ્વરૂપનું
અચારિત્ર છે (તેના વ્યયસ્વરૂપે જરી પરિણતિ છે). શું કીધું ઈ? સમ્યગ્દર્શનની પર્યાય વખતે,
સમ્યગ્જ્ઞાનની પર્યાય છે, સ્વરૂપાચરણની પર્યાય છે. ઈ પૂર્વની પર્યાય સ્વરૂપાચરણથી વિરુદ્ધ છે એનો
ત્યાં વ્યય છે અને સ્વરૂપાચરણની પર્યાયનો ઉત્પાદ છે. અને એ એનાથી વિરુદ્ધ છે તેનો વ્યય છે. એ
ઉત્પાદને વ્યય સ્થિતિને ધ્રુવ (આત્મદ્રવ્યને) જણાવે છે. આહા.. હા! આમાં એમ ન કીધું કે ઉત્પાદને
વ્યય, ઉત્પાદને વ્યયને જણાવે છે એમ ન કીધું. આહા.. હા! શું શૈલી!!
પદાર્થો જ્ઞાનમાં જણાણા, ભગવાનના જ્ઞાનમાં - એ પદાર્થની સ્થિતિ, મર્યાદા કઈ રીતે છે એમ બતાવે
છે. એમાં આ નાંખ્યું! (દ્રવ્યદ્રષ્ટિનું - લક્ષ્યનું) આહા-હા! પરમાણુના પણ ઉત્પાદ- વ્યય છે તે
પરમાણુની ધ્રુવતાને જણાવે છે. જાણનારો (છે) આત્મા ભલે, (પણ) પ્રકાશે છે જે ધ્રુવ, તે એની
ઉત્પાદ - વ્યયની પર્યાયથી એ ધ્રુવ પ્રકાશે છે. (શ્રોતાઃ) જાણનાર ભલે જ્ઞાન (બીજા પદાર્થને)....
(ઉત્તરઃ) બીજે ભલે, જાણનાર ભલે બીજો હોય એનું કાંઈ નહીં. પણ એના ઉત્પાદ-વ્યય જે છે -
પોતાના કારણે એ પર્યાયનો ઉત્પાદ-વ્યય છે, તે પરમાણુની કાયમી સ્થિતિને તે પ્રકાશે છે. (પાઠમાં)
એમ છે ને? વ્યતિરેકો દ્વારા જ. ‘જ’ હો પાછું. એકાંત કરી નાંખ્યું. બીજા દ્વારા નહીં. આત્માના
ઉત્પાદવ્યય દ્વારા આત્મા જણાય. પણ એ ભગવાનની દિવ્યધ્વનિને દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને (જણાય)
નહીં. આનાથી જ જણાય એમ એક જ વાત કરી છે. આહા... હા! આવી વાત ક્યાં છે? શ્વેતાંબરનાં
મૂળથી વાંચેલા (એમાં ક્યાંય આવી વાત નથી.) આ એક શબ્દોમાં! સંતો દિગંબર! કેવળીના કેડાયતો
છે. આહા..! જે કેવળજ્ઞાન રેડયાં છે જગત (ઉપર)! ભાઈ! તું આત્મા છો ને પ્રભુ! તારી પર્યાય જે
ઉત્પન્ન થાય છે એ તારાથી થાય છે. પરથી નહીં.’ આહા. હા! આ તો કીધું ને જ્ઞાનાવરણીય (કર્મ)
નો ક્ષયોપશમ થાય તેથી અહીં જ્ઞાનની વૃદ્ધિ થાય, એમ અહીંયાં ના પાડે છે.