(તત્ત્વ સ્થિતિ!) આહા...હા! દિવ્યધ્વનિ ને પરમાત્માને વિસરાવી દીધા છે એવી શૈલી છે! (આ
પ્રવચનસારમાં એવી સીધી વાત છે! (જાણે કે) પરમાત્મા જ કહેતા હોય ને! આહા...હા! સત્યની
જગતને પ્રસિદ્ધિ કરે છે! (કહે છે) પ્રભુ, એકવાર સાંભળ!
(કીધા) એ તો ઠીક! પણ ધ્રૌવ્યપણાનો ભાવ કીધો એ પણ પર્યાયના આશ્રયે છે. આહા... હા... હા...
હા! સમજાણું? અને પર્યાયો-એ જે ધ્રૌવ્ય પર્યાય લીધી’ તી-ઉત્પાદ વ્યય તો પર્યાય છે જ તે પણ ભેદ
જે ધ્રૌવ્ય લીધો ઈ ‘પર્યાયો દ્રવ્યના આશ્રયે છે.’ ઈ ત્રણપણાનું એકરૂપ દ્રવ્ય, તે દ્રવ્યના આશ્રયે છે.
આહા... હા! ધ્રૌવ્યપણું પણ દ્રવ્યના આશ્રયે છે. ઉત્પાદવ્યયપણું પણ દ્રવ્યના આશ્રયે છે. સમજાય છે
કાંઈ? ઈ તો અધિકાર ચાલતો હોય ત્યારે આવે ને... એનો વિસ્તાર!
દ્રવ્યના આશ્રયે છે. એ બધુંય એક જ દ્રવ્ય છે. ત્રણ થઈને આખું એક જ દ્રવ્ય છે. અહીંયાં પ્રમાણનું
દ્રવ્ય સિદ્ધ કરવું છે. અથવા વસ્તુ આખી (જે) છે એને (અહીંયાં) સિદ્ધ કરવું છે. નિશ્ચયનયનું દ્રવ્ય,
એ તો એકલું ધ્રુવ (છે.) આહા... હા! નિશ્ચયનય (એટલે) ભૂતાર્થ, ભૂતાર્થ, એટલે ધ્રુવ (દ્રવ્ય), એ
(દ્રવ્ય) એક નયનો વિષય છે. અને આમ તો ધ્રૌવ્ય અને ઉત્પાદ-વ્યય (એ) ત્રણ પર્યાયો થઈને દ્રવ્ય
(કેમ કે) ઈ પર્યાયો દ્રવ્યના આશ્રયે (છે.) તેથી અહીંયાં પ્રમાણનો વિષય (-દ્રવ્ય) સિદ્ધ કરવો છે.
આહા... હા... હા! ઝીણું લાગશે, પણ મારગ, તો હોય તે ઈ આવે ને... બીજું શું આવે! ચાલતી
પ્રથાથી ભિન્ન લાગે, આહા... હા! સવારમાં તો, (બીજો વિષય ચાલે છે.) અહીંયાં આ તો પર્યાયો
વિકારી કે અવિકારી બધી અહીંયાં લેવી, પર્યાયો વિકારી કે અવિકારી, ઉત્પાદ-વ્યયવાળી અને ધ્રૌવ્ય તે
અંશ છે. અને અહીંયાં એ ત્રણ થઈને દ્રવ્ય છે. અને સવારમાં તો એમ કહ્યું નિર્મળપર્યાયના આશ્રયે
દ્રવ્ય છે. આહા... હા! અહીંયાં તો વિકારી-અવિકારી પર્યાય અને ધ્રૌવ્ય, ત્રણેય પર્યાયના આશ્રયે છે,
પર્યાય ત્રણેય દ્રવ્યને આશ્રયે છે, એ દ્રવ્યથી ત્રણેય કંઈ જુદા નથી.
બીજું! મગજ ન માને બિચારાને ફાવાભાઈને, પૈસા થઈ ગ્યા ખૂબ છોકરાંને કરોડ રૂપિયા લ્યો!
સૂરતમાં, ફાવાભાઈનો દીકરો એક, પહેલી સ્થિતિ સાધારણ-બુદ્ધિ બેયની સાધારણ, બધી સમજવા
જેવી, પણ પૈસા મળે એ કંળ બુદ્ધિનું કારણ નથી. કે બહુ બુદ્ધિ (છે ને) વ્યવસાય બુદ્ધિનો કર્યો ને
પૈસા આવે છે વધારે, એમ છે? હશે? તો તો તમારા બીજા બે ભાઈઓ પાસે કેમ પૈસા નથી? તમારી
પાસે આ પૈસા આવ્યા તે બુદ્ધિના કારણે લ્યો!