થઈને વ્યયને જ માને અને તે કાળે ઉત્પાદ થયો છે ને ધ્રૌવ્ય છે એમ ન માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
ઉત્પાદ-વ્યય એકલાને માને, બૌદ્ધ (એમ માને છે) બૌદ્ધ ઉત્પાદ-વ્યય એકલાને માને તે મિથ્યાદ્રષ્ટિ છે.
અને વેદાંતી એકલા ધ્રુવને (કૂટસ્થને) માને, ધ્રુવ એકલું ધ્રુવ (ઉત્પાદવ્યય વિનાનું) માને છે (તેથી)
એ પણ મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા! હવે (કહે છે) “તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર
નથી.” અનેરું દ્રવ્ય નથી, ઉત્પાદ-વ્યય અનેરો નથી, ધ્રૌવ્ય અનેરું નથી. (એ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય)
દ્રવ્યાંતર નથી. (એ બધુંય એક જ દ્રવ્ય છે.) કો’ સમજાય છે? ભાષા આ તો સાદી છે! આહા... હા!
એક એક વાતમાં કેટલું ભર્યું છે!! ગંભીરતાનો પાર ન મળે!! અરે... રે!
વ્યયની અપેક્ષાએ-નાસ્તિપણે (વ્યયને) પણ પર્યાય ગણી. દરેક દ્રવ્યને અસ્તિ છે પણ એ તો એક જ
ઉત્પાદ હોય. પર્યાય અપેક્ષાએ (ની વાત છે.) વ્યયની અપેક્ષાએ પર્યાય (કીધી) પણ અભાવ કરી
નાખ્યો. અને ટકતું છે એ પણ-એ પણ ભાવરૂપ છે, અને એને પર્યાય કીધી એ ત્રણેય પર્યાયો, ત્રણેય
પર્યાયને (ભેદને) આશ્રયે છે. આહા... હા! અને ત્રણે પર્યાયો (ત્રણ ભેદ) દ્રવ્યના આશ્રયે છે.
આહા... હા! આવું છે એમાં એક પણ પર્યાયને ન માને (તો) દ્રવ્યના આશ્રયે ત્રણ સિદ્ધ ન થાય
અને તો તો દ્રવ્ય જ સિદ્ધ થતું નથી. આહા... હા! (પંડિતજી!) આવું ઝીણું છે? (કેટલા’ ક બોલે છે
ને...) આવો તો ધરમ ક્યાંથી કાઢયો? ઈ કરતાં’ તો દયા પાળવી ને (એવો ધરમ સહેલો સટ
હતો!) પણ વસ્તુ (આત્મા) બાપુ! ઘણી ઝીણી વસ્તુ છે!! (તેનું) ભાવમાં ભાસન ન થાય તો ત્યાં
ઠરી શી રીતે શકશે? આહા... હા! વાત સમજાય છે ને?! જેવી રીતે વસ્તુની મર્યાદા છે તે રીતે
ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (સ્વરૂપ દ્રવ્ય) ને માનવાનો ભાવ છે તે ભાવમાં લીધા વિના શી રીતે ઠરશે?
એક પર્યાય (જે) ઉત્પન્ન છે તે ધ્રુવમાં ઠરે. એટલે કે તેની સન્મુખ થાય. આહા... હા! (ઠરે એમ
કીધું) છતાં એ પર્યાય પર્યાયપણે રહીને ઉત્પન્ન થયેલી છે. પર્યાય ધ્રુવમાં ભળી ગઈ નથી. કારણકે
(અહીંયાં) ત્રણ પ્રકાર સિદ્ધ કરવા છે ને...! (અથવા) પર્યાયના ત્રણ પ્રકાર કહેવા છે. પછી તો એ
પર્યાય દ્રવ્યને અડી નથી એમ લેવું છે. બે વાત લેવી.
છે. અને તે પર્યાયો દ્રવ્યને અશ્રિત છે. આહા... હા! ઈ ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય પર્યાયને આશ્રયે છે ને
તે પર્યાયો દ્રવ્યને આશ્રિત છે. તેથી આ બધુંય - ત્રણ થઈને - એક જ દ્રવ્ય છે. દ્રવ્યાંતર