અનેરા છે એમ નથી. અને (ત્યારે) મિથ્યાત્વનો વ્યય થઈ જાય, તેથી તે કંઈ દ્રવ્યથી ભિન્ન - દ્રવ્ય
સિવાય થાય એમ નથી. એ તો એકદમ (એકસાથ) ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (છે.) તે ટકતા દ્રવ્યને
આશ્રયે છે. એટલે કે જાણે ઈ અનેરા દ્રવ્ય હશે, ઉત્પાદ-વ્યય અનેરાં દ્રવ્ય હશે (એમ’ નથી) આહા...
હા! (તેથી) “આ બધુંય એક જ દ્રવ્ય છે” ઈ એક જ છે ને? ઓલામાં (ટીકામાં) પહેલાં આમ હતું
ને...? “ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે.” એમ અહીંયાં ખરેખર એક જ દ્રવ્ય છે.
(શું કહે છે ટીકામાં જુઓ,)
છે); તેથી આ બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.”
હા! અને એ ઉત્પન્ન થઈ છતાં પૂર્વની પર્યાયો જે વિકારની હતી - મિથ્યાત્વની હતી, એ અસ્તિપણે
(પૂર્વે) હતી એની નાસ્તિ થઈ પાછી (સમકિતના ઉત્પાદસમયે) એની અસ્તિ હતી (પૂર્વે પણ)
એકદમ (એ) અંધારાનો નાશ થઈ, પ્રકાશ ઝળહળ જ્યોતિ ચૈતન્યમૂર્તિ પ્રભુ - સ્વસંવેદનથી પ્રકાશમાં
આવ્યો. આહા... હા! વિકાર - મિથ્યાત્વની પર્યાયથી અભાવરૂપે થયો છતાં એ દિવ્ય અને ભાવ્ય
ધ્રૌવ્ય, એ ત્રણેય (સમકિતનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય ને દિવ્ય ધ્રૌવ્ય) થઈને પર્યાયો કહેવામાં આવી
છે. એ ત્રણેય પર્યાયોના આશ્રયે કીધું છે. પણ ધ્રૌવ્યને પણ પર્યાયનો આશ્રય છે એમ લીધું (છે.)
આહા... હા!
વસ્તુ! ચાલે નહીંને એટલે લોકોને જરી આકરી લાગે. નહિતર તો વસ્તુની સ્થિતિ તો સંતોએ ઘણી
સરળ કરી નાખી છે. આહા... હા! (હવે) બીજો પેરેગ્રાફ (જુઓ!)
ને...? દ્રવ્યમાં તો છે (ભાન) દ્રવ્ય તો છે ધ્રુવ. (ધ્રેવમાં નવું ભાન ન થાય) ભાન પર્યાયમાં થાય છે.
ત્યારે તેને પૂર્વની અવસ્થાનો વ્યય થઈ જાય છે, (અર્થાત્) અંધકાર હતો, કાંઈ ખબર નો’ તી, જે
ચીજની પર્યાયમાં કાંઈ ખબર નો’ તી જે ચીજની પર્યાયમાં કાંઈ ખબર નો’ તી એનો વ્યય થઈને
ઉત્પાદ થઈ જાય ને એકદમ (ફડાક) ખબર પડી જાય કે ભગવાન આ દ્રવ્ય છે! આહા... હા! આમાં
સ્થાનકવાસીમાં સાંભળ્યું’ તું કોઈ દિ’ આવું? આહા... હા! આહા... હા! દિગંબર (ધર્મ) એટલે
સંતોના અમૃત છે? અમૃતના ઘડા! (છલોછલ, ભરચક!) આહા... હા! જરી શાંતિથી... ધીમેથી...
સમજવાની