“
છે કે પર્યાય, તું પર દ્રવ્ય અને પર ગુણથી ઉત્પન્ન થતી નથી. તને જે જ્ઞાન-આનંદ-ધર્મની પર્યાય, તે
તે તારા દ્રવ્ય અને ગુણથી ઉત્પન્ન થાય છે. એમ કહીને તો એમ કીધું કેઃ પર્યાયમાં ભલે રાગ હોય,
વિકાર હોય, - તે સમયે પણ તે સમયે જે પર્યાય સમ્યક્ધર્મની છે તે પર્યાય દ્રવ્ય-ગુણથી રચાયેલી છે,
વિકારથી (રચાયેલી) નહીં. એમ આમાં આવ્યું ને...! શું કહ્યું? ફરીને, વિકાર પર્યાયમાં છે અને
નિર્વિકાર પર્યાય થાય છે - એક સમયે બેય (છે) છતાં તે પર્યાય - નિર્વિકારી પર્યાય- ધર્મની
પર્યાય-સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય, એ દ્રવ્ય-ગુણથી રચાયેલી છે (પણ) રાગથી રચાયેલી નથી. (તે
સમયે) રાગનો વિકલ્પ હો પણ તેને (જ્ઞાની) જાણે. પણ તેનાથી (રાગથી) સમ્યગ્દર્શનની પર્યાય
રચાતી નથી. આહા... હા! સમજાણું કાંઈ?
ગુણો અને તેની પર્યાયોનું (તે) દળ છે માટે તેને દ્રવ્ય કહીએ. અને ગુણ કેમ કહીએ? કેઃ તે અનંત
શક્તિઓ છે તેનો આધાર એક છે એને ગુણ કહીએ. પર્યાય કોને કહીએ? કેઃ દ્રવ્ય ને ગુણ જે કીધાં
તેનાથી ઉત્પન્ન થાય તેને પર્યાય કહીએ આહા...હા...!
ગુણથી સમકિતની પર્યાય થાય. એ રાગથી ન થાય, એ બીજાથી ન થાય, એ વાણીથી ન થાય, એ
દેવ-ગુરુથી ન થાય, ભગવાન ને મંદિર અને એના દર્શન કરવાથી પણ એ પર્યાય ન થાય, એમ કહે
છે, સમ્યગ્દર્શનની પર્યાય-ધર્મની પહેલી શરૂઆતની પર્યાય એ ક્યાંથી થાય? (તો કહે છે) કેઃ દ્રવ્ય -
ગુણ જે કીધાં તેનાથી એ પર્યાય થાય. આ ગજબ વાત કરી છે ને...!! પહેલો વ્યવહાર - રત્નત્રય -
રાગ (શુભરાગ) તેનાથી ન થાય એમ કીધું (છે). આહા..હા...હા... આ તો (અજ્ઞાની માને)
વ્યવહાર કરીએ, એ કરતાં - કરતાં (થશે). શું કષાય મંદ કરતાં (સમ્યગ્દર્શન) થાય? તો અહીંયાં
ના પાડે છે. (કહે છે) કે એ પર્યાય સમકિતની છે એ દ્રવ્ય - ગુણથી થાય. એનાથી થાય અને બીજું
નહીં. (એટલે અન્યથી ન થાય). સમજાણું કાંઈ?
વિભાવ અપેક્ષાએ (એના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય છે). આગળ પહેલી ટીકામાં આવી ગયું
છે, હો! રૂપ અને જ્ઞાનની ટીકામાં પહેલાં બે આવી ગયાં. ત્યાં સ્વદ્રવ્ય-રૂપ અને ગુણ લીધા છે. સર્વ
દ્રવ્યમાં રૂપ અને વર્ણ-ગંધ વિભાવિક હોય છે. એમ ટીકાના પાઠમાં છે. એ (ગાથા) આવે ત્યારે (તે)
વાત કરશું. હોં!