Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 24 of 540
PDF/HTML Page 33 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૨૪
અત્યારે (વિષય આ ચાલે છે). (શ્રોતાઃ) દ્રવ્ય-ગુણ તો પહેલાં પણ હતાં પછી પર્યાય કેમ નવીન
થઈ...? (ઉત્તરઃ) પર્યાય ઉત્પન્ન થાય છે. પર્યાય જે છે એ કંઈ અનાદિની નથી. ગુણો અનાદિ છે,
ગુણોનો આશ્રય દ્રવ્ય એ અનાદિનો છે. પર્યાય તો નવી (નવી થાય છે, અનાદિ ભલે થાય છે. ભૂત-
ભવિષ્યની પણ થાય છે. નવી-નવી. એ પર્યાય (ઉત્પન્ન) થવામાં કારણ કોણ છે? વિકારી પર્યાય
થવાંમાં પણ દ્રવ્ય અને ગુણ કારણ (છે) એમ અહીંયાં તો કહે છે. એઈ...! આહા... હા! આત્મામાં
વિકારી અવસ્થા થાય એમાં કર્મ કારણ નહીં. એ (વિકારીપર્યાયે) દ્રવ્ય-ગુણોનો આશ્રય ન લીધો છતાં
એ વિકાર દ્રવ્ય ને ગુણને આશ્રયે થયેલ છે. ‘પંચાસ્તિકાય’ માં ત્યાં આશ્રય કહેલ છે. વિકારનો
આશ્રય એ દ્રવ્ય-ગુણ છે. લ્યો! ઠીક! આશ્રયનો અર્થ કેઃ તેમાં (દ્રવ્યમાં) તેનાથી (દ્રવ્ય-ગુણથી) થાય
છે. એટલું બસ! પરથી નહીં. ગુણો અને દ્રવ્ય પોતે વિકારપણે પરિણમે છે અવસ્થામાં, તેથી એ
વિકારનો આશ્રય દ્રવ્ય અને ગુણ છે. આહા...હા...હા! હવે આવી વાતું!! ક્યાં કોને સાંભળવી (છે)
ને ક્યાં સાંભળવી? ઓલું (પ્રતિક્રમણાદિ) તો સહેલું ને સટ હતું!
‘तस्सुत नमो अरिहंताणं,
तिख्खुतो आयणं पायाणं, इच्छामि पडिक्कमणं लोगस्स” પાઠ બોલ્યા, થઈ ગઈ સામાયિક, ધૂળમાંય
નથી સામાયિક, સાંભળ ને...! એ પાઠ (હું) બોલું છું, એ હું જ બોલું છું. - એ માન્યતા જ
મિથ્યાદ્રષ્ટિની છે. અને અંદર પાઠ બોલવાનો વિકલ્પ ઉઠયો છે તે રાગ છે. એ રાગ તારા દ્રવ્ય-
ગુણના કારણે ઉત્પન્ન થયો છે. એ (જે) વિકાર છે એ પરના કારણે - કર્મના કારણે (ઉત્પન્ન થયો
નથી.) એવું (વસ્તુ) સ્વરૂપ છે. આહા...હા...હા...!
અહીંયાં તો સીધું (ગણિત) છે...! અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શેર, એ કૂંચી છે. પછી
તેને ગમે ત્યાં લગાવો. ૩પ શેરના ૩પ આના. સાડા સાત શેરના સાડા સાત આના (થાય). એમ આ
તો (સર્વજ્ઞના) બધા સિદ્ધાંત છે. એના દાખલા તો એના દ્રષ્ટાંતો છે, લાખ્ખો દ્રષ્ટાંતો ઉત્પન્ન થાય!
આહા...હા..!
“પર્યાયો – કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે તેઓ– જેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં આવ્યાં
એવાં દ્રવ્યોથી તેમ જ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે.” – દ્રવ્ય અને
ગુણથી પર્યાય રચાય છે. પરદ્રવ્યને કારણે તે પર્યાય થાય છે, (એમ નથી). વિકારી (પર્યાય) થાય કે
સમકિતપર્યાય થાય - એ દર્શનમોહનો ક્ષમોપશમ થયો માટે એ સમકિત (પર્યાય) થઈ છે એમ નથી.
અને કર્મનો - ચાર ઘાતિ કર્મનો નાશ થયો માટે કેવળ જ્ઞાનની પર્યાય થાય છે, એમ નથી. એ કેવળ
જ્ઞાનની પર્યાય તે દ્રવ્ય - ગુણના આશ્રયે થાય છે. આહા... હા..!
આહા...હા!... ભાષા તો સાદી છે, પ્રભુ...! (શ્રોતાઃ) વિષય કઠણ છે...! (ઉત્તરઃ) હા,
વિષય કઠણ છે જરી. “પ્રભુ મેરે તુમ સબ વાતે પૂરા” આવ્યું હતું ને ભજન (માં)...! “પ્રભુ...! મેરે
તુમ સબ બાતે પૂરા, પર કી આશ કહાં કરે પ્રીતમ. તૂ કઈ બાતે અધૂરા પ્રભુ મેરે તુમ સબ બાતે
પૂરા.” - હા..! નાથ..! વીતરાગ આત્મા..! સર્વ વાતે પૂરો છે. પ્રભુ..! પ્રીતમ શબ્દ (આત્મા માટે
વાપર્યો છે) ‘પર કી આશા કહાં કરે પ્રીતમ...? હે વ્હાલા, આત્મા, હે પ્રભુ...! વ્હાલપ છોડીને તું
પરની આશ (આશા) ક્યાં કરશ...? ક્યાં તું અધૂરો છે..? કોઈ વાતે તું અધૂરો છો...? પ્રભુ તું બધી
વાતે પૂરો છો..! હાય..! આ આમ (પૂર્ણપણે) કેમ બેસે..? જો, દેવથી મળી જશે. જાણે, ગુરુથી મળી
જશે...! મંદિરમાંથી મળી જશે.! ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી મળી જશે...! જાત્રા કરું એમાંથી
મળી જશે..! દયા-દાનથી મળી જશે...! (આવી) બધી