કરતાં - કરતાં - કરતાં - છેલ્લો રહે, એને પરમાણુ કહે (છે.) ઈ બે અણુ સમાનજાતીય છે
ને...? “સમાનજાતીય અનેક દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે.” આહા... હા! એ દ્વિ-અણુક
સમાનજાતીયની પહેલી જે પર્યાય હતી તે વિનષ્ટ થાય છે. “અને બીજો ચતુરણુક (સમાનજાતીય
અનેક દ્રવ્યપર્યાય) ઉત્પન્ન થાય છે.” શું કીધું? બે પરમાણુમાં જે પર્યાય છે પહેલી એનો નાશ થાય છે
અને ત્રણ-ત્રીજો પરમાણુ ભેગો થાય છે ને ત્રણ પરમાણુ પર્યાય ઉત્પન્ન થાય છે. બે નો વ્યય થ્યો,
ત્રણને ઉત્પત્તિ થઈ. આહા...! આંહી સિદ્ધ કરવું બહું ઝીણું છે! આંહી ભાષા, એ આત્મા કરી શકે એમ
નહીં ત્રણ કાળમાં! આ હાથ હલાવી શકે નહીં ત્રણકાળમાં! આહા...! ઈ પરમાણુ બે છે ઈ ત્રણમાં
જયારે આવ્યો, સમાનજાતીય (તો) બે નો વિનષ્ટ થઈને ત્રણની ઉત્પત્તિ થઈ (સ્કંધમાં) અને એને
કારણે એ (ઉત્પત્તિ) થઈ આત્માથી નહીં. આહા... હા!
ત્રણનો (સમૂહ) હતો ને...! ત્રિ-અણુક હતો ને પહેલો. ત્રિ-અણુક (એટલે) ત્રણપરમાણુ અને અનેક
દ્રવ્યપર્યાય થતાં બીજો ચતુરણુક, ત્રણ પરમાણુઓની પર્યાય તો હતી, હવે ઈ ચોથા પરમાણુમાં જયારે
જોડાણું ત્યારે ચાર પરમાણુની પર્યાય નવી થઈ. એ ઉત્પન્ન થઈ, ત્રણ પરમાણુની પર્યાય વિનષ્ટ થઈ.
પરમાણુપણે કાયમ રહ્યા. આહા... હા! આખો દિ’ કહે છે અમે કરીએ - કરીએ! છીએ. ધંધા ઉપર
બેઠો દુકાને ને આ કરીએ, ના પાડે છે ભગવાન! આહા... હા... હા... હા! દુકાને બેઠો હોય તે અમે
કરીએ, આનું આમ વેંચીએ ને (નોકરોને કહીએ) આનું આમ કરો ને આનું આમ કરો. ભાષાનો
ધણી થાય, શરીરનો ક્રિયાનો ધણી થાય. પૈસા આપે એનો ધણી થાય, પૈસા લ્યે એનો ધણી થાય.
અહીંયાં ના પાડે છે. આહા... હા!
પરમાણુ તો કાયમ રહે. આમ તો અનંત (પરમાણુઓ) માં એમ છે. દાખલો ત્રણ (ચાર પરમાણુનો)
આપ્યો છે. બાકી આ અનંત (પરમાણુઓની વાત) છે. હવે આ અનંતા પરમાણુ છે (શરીરના)
એની પર્યાય ઉત્પન્નરૂપ છે. હવે એની પર્યાયમાં જયારે હીણી બીજી પર્યાય થાય ત્યારે ઈ બીજી
પર્યાયપણે ઉત્પન્ન છે અને પહેલી પર્યાયપણે વ્યય છે. પણ આમ (હાથ કે શરીર) હાલવાની પર્યાયનો
કર્તા પરમાણું છે. આત્મા એને હલાવે હાથ (કે શરીરને) એમ છે નહીં. આખો દિ’ ત્યારે શું કરે આ
(લોકો)? અભિમાન કરે આખો દિ’.