પર્યાયની ઉત્પત્તિ થઈ, એ પરમાણુ છે તો ઈ ઉત્પન્ન થ્યું ને વિનષ્ટ થ્યું છે. આત્માથી નહીં. આહા...
હા! આ તો દાખલો આપ્યો (એનો) ત્રણ પરમાણુ સમાનજાતીય અનેક દ્રવ્યપર્યાય વિનષ્ટ થાય છે
અને બીજો ચાર (અણુક) સમાનજાતીયનો ઉત્પન્ન થાય છે. પરંતુ તે ત્રણ કે ચાર પુદ્ગલો -
પરમાણુઓ તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે. પરમાણુ કાંઈ નાશ થતા નથી, એની પર્યાયનો
વિનષ્ટ કે ઉત્પાદ થાય છે. આહા... હા! આવું ઝીણું! (વીતરાગી તત્ત્વ.)
ઈ પર્યાય-પરમાણુની શેરડીથી થઈ છે, સંચાથી નહીં. આવું કોણ માને? આહા... હા! શું કહ્યું?
શેરડીનો રસ જે નીકળ્યો, એ સંચાથી (ચિચોડાથી) નીકળ્યો નથી. એ રસની પર્યાય, એ શેરડીના
સાંઠાપણે હતી, એ પર્યાયનો વ્યય થઈ અને રસની પર્યાય ઉત્પન્ન થઈ, પરમાણુ તો એમ કાયમ
(ધ્રુવ) રહ્યા. (શ્રોતાઃ) ચિચોડામાં નાખે ને શેરડીને... (ઉત્તરઃ) કોણ ચિચોડામાં નાખે! આહા...
હા... હા! આવું કામ છે બાપુ! આકરું કામ છે (ગળે ઊતારવું) વીતરાગ સર્વજ્ઞદેવ! અત્યારે બધું
ગોટા હાલ્યા, પરની દયા પાળોને...! પણ પરના પરમાણુઓ છે એનાં - શરીરનાં, અને એનો આત્મા
છે (જોડે) ઈ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય છે) આમાં આવશે. હવે ઈ તો જે સમયે એનું મનુષ્યનું
શરીર છે. અને (જો્રડે) આત્મા. હવે ઈ સમયે એનો જે પર્યાય - અસમાનજાતીય છે - તેથી ઈ
પર્યાય છે હવે બીજે સમયે, પહેલી પર્યાયનો વ્યય થાય, ઈ પર્યાય ઉત્પન્ન થાય, અને પરમાણુને આત્મા
તો કાયમ રહે. આહા... હા! આવી વાત છે. આ તો સિદ્ધાંત છે. પછી એમાંથી કૂંચીમાં (કૂંચીરૂપ)
દાખલા આપે! (શ્રોતાઃ) ધરમ કરવા માટે આ બધું સમજવું પડે? (ઉત્તરઃ) પણ ધરમ સત્ય કરવો
છે કે નહીં. તો વસ્તુની સત્યતા કઈ રીતે છે! સત્યથી ધરમ થાય કે અસત્યથી ધરમ થાય? તો
વસ્તુનું સ્વરૂપ સત્ય કઈ રીતે છે? એની ખબરું વિના, એને ધરમ થાય ક્યાંથી? આહા...! પરનું
અભિમાન કરે ને મેં આ કર્યું ને આમ કર્યું આખો દિ’ સવારથી સાંજ ધંધામાં મશગૂલ, બાયડી-
છોકરાંવને રાજી રાખવામાં મશગૂલ! આહા... હા! અને ખાવા વખતે આહાર ને પાણી (સ્વાદિષ્ટ)
આવ્યા હોય તે આમ તૃપ્તિ... તૃપ્તિ... કહે (ઓડકાર ખાઈને) ઓ... ઓ... ઓ... આહા... હા!
ટાળવો) આકરું કામ ભાઈ! વીતરાગ પરમેશ્વર! ત્રિલોકનાથ બિરાજે છે મહાવિદેહક્ષેત્રમાં!