અને એની પહેલી પર્યાયનો વ્યય થ્યો બીજી પર્યાયની ઉત્પત્તિ થઈ, પરમાણુ દ્રવ્ય તરીકે કાયમ રહ્યાં.
આહા... હા... હા! આવી વાતું હવે! ઓલી તો દયા પાળો... વ્રત કરો... અપવાસ કરો... બસ ઈ
(વાતું) હાલે! (આત્મા) દયા પાળી શકતો નથી ને દયા પાળો (કહેવું) ઈ વાત જૂઠી છે - ખોટી છે.
પરદ્રવ્યની પર્યાય, એ પણ આત્મા કરી શકતો નથી. આહા... હા... હા! વ્રતને તપના પરિણામ હોય તો
એ શુભરાગ છે. એ કાંઈ ધરમ નથી. એ શુભરાગેય તે કાળે થાય, તેની જન્મક્ષણ છે. અને પૂર્વની
પર્યાયનો વ્યય થાય, દ્રવ્ય-ગુણ કાયમ રહે. આવો જે નિર્ણય કરે, એની દ્રષ્ટિ, દ્રવ્ય ઉપર જાય. દ્રવ્ય
ઉપર જતાં શુભભાવનો વ્યય થઈ અને સમકિતની પર્યાય ઉત્પન્ન થાય. આત્મા એમ ને એમ રહે
આખો (પૂર્ણ.) આહા...હા...હા! આવો મારગ છે! આહા...!
દ્રવ્યપર્યાયો.” આ શરીરના, પુસ્તકના, લાકડીના બહારના (બધા પરમાણુ પદાર્થોના) આહા... હા!
બધા પરમાણુઓ - પુદ્ગલો. છે? (પાઠમાં) “દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે.” દ્રવ્યોની-પદાર્થોની
વર્તમાન અવસ્થા છે ઈ નાશ થાય છે. અને પછી બીજી અવસ્થા “ઉત્પન્ન થાય છે” પરંતુ
સમાનજાતિ દ્રવ્યો તો અવિનષ્ટ અને અનુત્પન્ન જ રહે છે (–ધ્રુવ છેઃ) આહા...હા...હા! પરમાણુ ત્રણને
ચારનો દાખલો આપી, (એમાં કહ્યું કે) ત્રણ પરમાણુનો પિંડ (જે) ચાર પરમાણુ પિંડરૂપે થ્યો તો એ
ત્રણ પરમાણુની પર્યાયનો વ્યય થ્યોને ચાર પરમાણુની પિંડની પર્યાયરૂપે ઉત્પન્ન થ્યો અને પરમાણુઓ
તો ધ્રુવ રહ્યા. એમ બધા દ્રવ્યોનું લઈ લેવું (સમજી લેવું) કહે છે. સમાનજાતીય બધા પરમાણુ (ની
વસ્તુસ્થિતિ એ જ છે.) આહા... હા! ગજબ વાત છે!!
પરમાણુ કાયમ રહે છે. એ (થાંભલી) કડિયાએ કર્યુંને કરી ત્યાં, રામજીભાઈએ ધ્યાન રાખ્યું માટે
(સરખું) કર્યું એમ નથી આહા... હા! વજુભાઈ! વજુભાઈએ ધ્યાન કર્યું (રાખ્યું) લ્યો ને...! (પણ
એમ નથી.) આહા... હા!
ઉત્પન્ન થઈ ને પરમાણું એમને એમ રહ્યા. એમ આ જગતના જેટલા પદાર્થો (છે.) આ જડ-એક
પરમાણુથી માંડીને અનંત પરમાણુના આ સ્કંધ (જેવા કે) પુસ્તકના, આંગળીના, હાથના, જીભના,