Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 337 of 540
PDF/HTML Page 346 of 549

 

background image
ગાથા – ૧૦૩ પ્રવચનસાર પ્રવચનો ૩૩૭
(એટલે) એ કંઈ પરમાણુ નાશ થતા નથી અને ઉત્પન્ન થતા નથી. એ ધ્રુવ રહે છે. બહુ આકરી -
આકરી આહા... હા... હા!
(કહે છે કેઃ) એકસો બે (ગાથામાં) જનમક્ષણ કીધી’ તી. જેટલા અનંતા દ્રવ્યો ભગવાને
જોયા, અનંતા આત્માઓ, અનંતા પરમાણુ (ઓ), દરેકને પર્યાયની ઉત્પત્તિ તેનો જન્મ કાળ હોય છે.
ઉત્પત્તિકાળ (હોય) ત્યારે થાય. હવે અહીંયાં એથી આગળ લઈ ગ્યા હવે (આ ગાથામાં) કે ભઈ!
સમાનજાતીયના પરમાણુઓ ત્રણ છે ને ચાર છે. ત્રણના ચાર થ્યા (તો) ત્રણની પર્યાયનો વ્યય થ્યો
ને ચારની પર્યાય ઉપજી મેળવીને ભેગાં થ્યા માટે એમ થ્યું એમ નથી. આહા... હા! સમજાણું કાંઈ?
દેવીલાલજી! આહા... હા!
(શું કહે છે કેઃ) સીસપેનની અણી કાઢે છે આમ અણી. હવે આહા... હા... હા! ઈ સીસપેન છે
ઈ અનંત પરમાણુનો સ્કંધ છે. હવે એનો જે પહેલો પર્યાય છે, એ સીસપેન આખી હતી. પછી છરી
પડીને... આમ થાવ માંડી (છોલાવા લાગી) ત્યારે એ અનંત પરમાણુ જે (આખી સીસપેનના)
પર્યાયપણે હતી તે પર્યાયનો નાશ થ્યો, અને ઝીણી કે સુંવાળી (અણી નીકળી) એની પર્યાયનો ઉત્પાદ
થ્યો. એ પરમાણુની ઉત્પન્ન (ઉત્પાદ) થ્યો. છરીથી નહીં, બીજાથી (હાથથી કે માણસથી) નહીં.
આહા... હા... હા! છરીથી આમ છોલાણું એ નહીં. છરી એને એ સીસપેનને અડતી નથી. (શ્રોતાઃ)
(હોનહાર કીધું તો અણી કાઢે તો છે...) (ઉત્તરઃ) કાઢી રહ્યા, કોણ કાઢતું’ તું! ઈ વખતે બાપુ! આ
તો તત્ત્વદર્શીનો વિષય છે! આ તો કોલેજ! તત્ત્વની કોલેજ છે! આહા... હા!
(કહે છે) ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા! ત્રણ પરમાણુ ને ચાર પરમાણુનો દાખલો આપી,
“તેમ બધાય સમાનજાતીય” (સિદ્ધાંત સિદ્ધ કર્યો છે.) આહા... હા! “દ્રવ્યપર્યાયો વિનષ્ટ થાય છે.”
ઘઉંનો લોટ છે લોટ. એમાં (એ) લોટમાંથી શીરો થાય છે. (શીરો બન્યો તેથી) લોટની પર્યાયનો
વિનષ્ટ થયો, શીરાની પર્યાય ઉત્પન્ન થઈ, અને પરમાણુ તો કાયમ (ધ્રુવ) રહ્યા. ઈ શીરો બાઈએ કર્યો
ઈ વાત સાચી નથી. એમ કહે છે.
(શ્રોતાઃ) આવું શીખીને કોઈ રાંધશે નહીં. (ઉત્તરઃ) રાંધશે નહિ
(એમ નહીં) રાંધ્યા વિના રહેશે નહીં. આહા... હા! આવું છે. (કહે છે) ચૂલામાં (પહેલી) થોડી અગ્નિ
હોય, પછી લાકડાં વધારે નાખે આમ. ત્યારે લાકડાં વધારે નાખ્યાં તો જ પહેલી (અગ્નિ) થોડાની હતી
તેનો વ્યય થ્યો, અને વધારે અગ્નિ ઉત્પન્ન થ્યો. આમ લાકડું ચૂલામાં જતાં, એટલે કોઈ માણસે લાકડું
નાખ્યું અંદર (ચૂલામાં) અને અગ્નિ વધારે થ્યો, એ વાતમાં કાંઈ માલ નથી. (લાકડાના ને અગ્નિના
પરમાણુ સ્વતંત્ર છે.) આહા... હા! આવું છે. અહીંયાં તો (કહ્યું છે) “બધાય સમાનજાતીય
દ્રવ્યપર્યાયો”
ત્રણેય કાળના ને બધાય (ત્રણે લોકના) ઓલો તો - (ત્રણ પરમાણુ ને ચાર
પરમાણુનો) દાખલો આપ્યો’ તો. (પણ સિદ્ધાંત તો બધાય સમાનજાતીય દ્રવ્યપર્યાયોને લાગુ પડે છે.)
આહા... હા! આવી (વસ્તુ) સ્થિતિ હજી સાંભળવા મળે નહીં એને હવે જાવું ક્યાં? આ તો