ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૭૭
એ તો છે નહીં, તારી કલ્પના! પણ સત્તા નામનો ગુણ છે ને આત્મા ગુણી છે એ અપેક્ષાએ
કથંચિત્ અન્યપણું પણ છે. પ્રદેશ એક હોવા છતાં ભાવભેદે ભિન્ન છે તો અન્યત્વ લક્ષણ લાગુ પડે છે.
આહા.. હા.. હા! ઝીણું બહુ ભઈ! અહીંયાં. ‘જ્ઞેય અધિકાર બહુ સરસ છે.’ જગતના-જ્ઞેયોનો આવો
સ્વભાવ છે. અનંત જ્ઞેયો છે-જાણવા લાયક. એ બધા જ્ઞેયો પોતાથી અસ્તિ છે. જેથી સત્તા ગુણથી
અભિન્ન છે. પણ ગુણ ને ગુણીના નામ ને લક્ષણથી, અન્યપણે પણ છે. આહા.. હા! સમજાણું કાંઈ?
(કહે છે) અન્યપણું નથી, ને અન્યપણું પણ છે. પણ કઈ અપેક્ષાએ? પ્રદેશભેદ નથી માટે
અન્યપણું નથી, પણ બેના ભાવમાં ભેદ છે માટે અન્યપણું છે. આહા... હા! “અતદ્ભાવ અન્યત્વનું
લક્ષણ છે.” શું કીધું? પહેલું એમ કહ્યું’ તું કે ‘અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે.’ અને એ અન્યત્વનું
લક્ષણ ઈ અતદ્ભાવ (છે.) “અતદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે.” અતદ્ભાવ છે? (પાઠમાં નીચે
ફૂટનોટમાં) (કથંચિત્) ‘તે’ નહિ હોવું તે; ગુણ તે ગુણી નહીં ને ગુણી તે ગુણ નહીં. કથંચિત્ પ્રકારે
(છે.) આહા.. હા! આવી વાતું હવે ક્યાં! ઓલા-એમ. એ ના પૂછડાં લગાડે ને.. વકિલો
એલ.એલ.બી. ના લગાડે... એમાં આવું કાંઈ ન આવે! આહા...હા! આ તો થોડે...થોડે...થોડે... ધીમે..
ધીમે સમજવા જેવી વાત છે બાપુ! પરમસત્ય! એ જગતથી જુદી, જુદી જાત છે! આહા... હા! અરે!
પરમ સત્ય કાને ન પડે! એને વિચાર કે દિ’ આવે ને આનું પૃથકપણું કે દિ’ કરે! આહા.. હા!
શું કહ્યું કે? આમ હોવા છતાં એટલે સત્તા અને દ્રવ્યને પ્રદેશ ભેદ નહીં હોવા છતાં, સત્તા ને
દ્રવ્યને અન્યત્વ છે’ ગુણ અને ગુણીને અન્યપણું પણ છે. કારણ અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે ત્યાં
ભાવનું લક્ષણ ‘અતદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે.”
વિશેષ હવે કહેશે......
ૐ