નથી. અને દ્રવ્ય છે તે એક ગુણરૂપ નથી. એવો બે વચ્ચે ‘અતદ્ભાવ અન્યત્વ’ છે. ‘તે- નહીં’ એ
રીતે અતદ્ભાવ અન્યત્વ છે. પૃથકત્વ અન્યત્વ નથી. એટલે શું? શરીર, વાણી કર્મ આદિ, સ્ત્રી-કુટુંબ-
પરિવાર લક્ષ્મી આદિ, એ તો પૃથક પ્રદેશ છે. પૃથક પ્રદેશ છે તેથી અન્ય છે. અહીંયાં આત્મામાં છે
અસ્તિત્વગુણ, એ ગુણ અને આત્માને પ્રદેશભેદ નથી. છતાં ગુણ તે દ્રવ્ય નહીં, દ્રવ્ય તે ગુણ નહીં. ગુણ
દ્રવ્યને આશ્રયે રહે છે. તેથી બે વચ્ચે અતદ્ભાવ છે. આહા... હા! અને અતદ્ભાવને લઈને, દ્રવ્યને
અને ગુણને અન્યત્વ કહેવામાં આવે છે. અનેરાપણું છે એમ કહેવામાં આવે છે. કો’ સાંભળ્યું?
એ. આહા... હા! પણ આત્મામાં એક સત્તા નામનો ગુણ છે. ‘અસ્તિત્વ’ . (આ) અસ્તિત્વ ન હોય
તો તેનું ‘છે-પણું’ રહી શકે નહીં. અસ્તિત્વ ‘છે’ ઈ સત્તાગુણને લઈને છે. છતાં સત્તાગુણની ને
દ્રવ્યની વચ્ચે ‘અતદ્ભાવ’ છે. (એટલે) જે દ્રવ્ય છે તે ગુણ નહીં ને ગુણ છે તે દ્રવ્ય નહીં. કેમ કે
ગુણ છે તે આત્માના-દ્રવ્યના આશ્રયે રહે છે. આહા.. હા! આવી વાતું હવે ધરમની નામની! ક્યાં પડી
છે, દુનિયાને! આહા.. હા! ક્યાં મરીને જશું ક્યાં આહા... હા! દેહની સ્થિતિ ક્ષણમાં છૂટી જાય, ફડાક
દઈને! જાય... રખડવા (ચાર ગતિમાં!) આ તત્ત્વ જ અંદર છે, એ કઈ રીતે છે, એનું યથાર્થ (પણે)
પદાર્થનું જ્ઞાન કરાવે છે (આ.) એટલે ખરેખર તો ‘ભેદજ્ઞાન કરાવે છે.’
ગુણભેદ ઉપર દ્રષ્ટિ રાખવાની નથી. આહા... હા... હા! ઈ શૈલી કહેવા માગે છે. ગુણી જે છે ‘વસ્તુ’
અનંતગુણો જેને આશ્રયે રહેલ છે. તેની દ્રષ્ટિ કરતાં, બધેથી (દ્રષ્ટિને) સંકેલીને (એકાગ્ર થતાં) તેને
સમ્યગ્દર્શન થાય. તેને ધરમની શરૂઆત થાય. આહા... હા... હા!
અનંતગુણનો ધરનાર છે, તો બે વચ્ચે પ્રદેશભેદ નથી. બેના ક્ષેત્ર જુદા નથી. બેનું રહેઠાણ-રહેવું એ
જુદું નથી, પણ બેના ‘ભાવ’ ભિન્ન છે. આહા... હા... હા! ધરમ કરવામાં આવું શું કામ હશે? આહા...
હા... હા... હા! આ ભેદજ્ઞાન કરાવે છે બાપુ! જેમ પરથી