Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 379 of 540
PDF/HTML Page 388 of 549

 

background image
ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૭૯
પૃથક મન કીધું, હવે ગુણ ને ગુણીને પ્રદેશભેદ - પૃથકતા નથી, પણ અન્યત્વ છે એવું છે સ્વરૂપ!
અન્યત્વ છે ઈ ભેદ છે. આહા.. હા! તેથી એને અભેદ દ્રષ્ટિ-દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરાવવા, ગુણનો
અતદ્ભાવ છે તે (દ્રષ્ટિમાંથી) છૂટી જાય છે. સમજાય છે કાંઈ? આહા... હા... હા!
(કહે છે) દ્રવ્ય એટલે આત્મા, એમાં સત્તા (આદિ) જ્ઞાન, દર્શન કોઈ (પણ) ગુણ, એ ગુણ
જે છે અને ગુણી જે આત્મા, બે વચ્ચે પ્રદેશ-ક્ષેત્રભેદ નથી. છતાં અતદ્ભાવરૂપ-અતદ્ (એટલે) ‘તે’
નહીં (હોવું તે). ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં એ રીતે “અતદ્ભાવરૂપ અન્યત્વ છે.” છતાં
એ અન્યત્વ આશ્રય કરવા લાયક નથી ઈ ભેદ (છે.) આહા... હા! બીજા દ્રવ્યોમાં તો એની મેળે થાય
છે. આને તો (આત્માનો તો) આશ્રય કરવાનો છે ને? જીવને તો. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “કારણ કે તેમને અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે.” કોને? આત્માને
અને સત્તાને. પરમાણુને અને સત્તાને. એને અન્યત્વ લક્ષણનો સદ્ભાવ છે. અનેરાપણું છે એવા
લક્ષણની ત્યાં હયાતી છે. આહા... હા... હા! ‘સમયસાર’ તો ઊંચું છે જ પણ આ ‘પ્રવચનસાર’ પણ
ઊંચી ચીજ છે! ‘જ્ઞેય અધિકાર’ આ સમકિતનો અધિકાર છે ‘આ’ . સમ્યગ્દ્રષ્ટિને આત્મા સિવાય,
અન્ય વસ્તુ છે ઈ તો અન્ય છે. એમાં અન્યમાંથી કોઈ ચીજ મારી નથી (એવો દ્રઢપણે અભિપ્રાય
છે.) શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દીકરા-દીકરી કોઈ ચીજ એની નથી. એટલેથી હદ
નથી. હવે એનામાં રહેલો જ્ઞાનગુણ છે, તે ગુણ છે તે દ્રવ્યને આશ્રયે છે. તેથી તે ગુણને અને દ્રવ્યને
(બન્નેની) વચ્ચે અતદ્ભાવ (છે.) એટલે ‘તે-ભાવ’ નહીં. ગુણભાવ તે દ્રવ્યભાવ નહીં ને દ્રવ્યભાવ તે
ગુણભાવ નહીં. એવા અતદ્ભાવનું અન્યપણું સિદ્ધ થાય છે. (ગુણ અને ગુણી વચ્ચે.) આહા.. હા..
હા! આહા.. હા! લોકોને બહારથી મળે, બિચારાને જિંદગી વઈ (ચાલી) જાય છે! અંદર વસ્તુ શું છે
એની ખબરું ન મળે! આખો દિ’ ધંધાના પાપના પોટલા બાંધે! આહા..! વીસ વરસનો થાય તે
(છેક) ૬૦-૭૦ વરસ સુધી મજૂરી કરે! આ ધંધાની! એમાં આ આત્મા શું ને ગુણ શું ને ગુણી શું?
આહા.. હા.. હા!
(કહે છે) (શ્રોતાઃ) વેપાર ધંધો કરતાં, કરતાં આ થાય ને..! (ઉત્તરઃ) વેપાર ધંધો હવે
ધૂળમાંય, એ તો થવાનો હશે તે થાય છે. એ આત્માથી ક્યાં થાય છે! અહા.. હા! આહા.. હા! વિકલ્પ
કરે. (ઈચ્છા કરે.) બાકી ધંધાની ક્રિયા ઈ કરી શકે (એમ નહીં) એની પણ સમય, સમયની અવસ્થા
ક્રમમાં ધંધામાં જે પરમાણુ છે, પૈસાના ને મકાનના (દુકાનના), માલના, એ માલની જે સમય જે
પર્યાય છે ઈ ત્યાં થવાની જ છે તે (થશે જ.) આહા... હા.. હા! (શ્રોતાઃ) રોટલી જે વખતે થવાની તે
વખતે થવાની, તો્ર બાઈએ શું કર્યું? ...
(ઉત્તરઃ) ઈ ત્યારે જ થવાની છે ઈ. (શ્રોતાઃ) રાંધ્યા વિના?
(ઉત્તરઃ) રાંધે નહીં તો પણ ઈ વખતે વિકલ્પ હોય. (રોટલી થવા કાળે વિકલ્પ હોય બાઈને) ઉચિત
નિમિત્ત હોય. (વળી) ઉચિત નિમિત્ત હોય. ઈ નિમિત્ત છે માટે ન્યાં (કાર્ય) થાય છે એમ નથી.