Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 380 of 540
PDF/HTML Page 389 of 549

 

background image
ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૮૦
આહા... હા! આવી વાત છે! શાંતિભાઈ! આમાં ક્યાં, આ તમારા રૂપિયામાં ક્યાં આમાં સૂઝ પડે
એવું છે?
આહા... હા! એક એક બોલ કેટલો ઊતાર્યો છે ઊંડો!! “કારણ કે તેમને અન્યત્વના લક્ષણનો
સદ્ભાવ છે.” આત્મા અને સત્તા તેની એ બેની વચ્ચે (અને) આત્મા ને જ્ઞાનગુણની વચ્ચે
અન્યત્વના લક્ષણનો સદ્ભાવ છે. બે એક નથી એમ ત્યાં અન્યત્વ લક્ષણની હયાતી છે. ગુણ અને
ગુણી વચ્ચે અન્યત્વ (લક્ષણનો) સદ્ભાવ-હયાતી છે. આહા... હા... હા!
“અતદ્ભાવ અન્યત્વનું
લક્ષણ છે.” ‘તે’ નહીં. સત્તા તે દ્રવ્ય નહીં, ને દ્રવ્ય તે સત્તા નહીં. એમ એને અતદ્ભાવ (અર્થ નીચે
ફૂટનોટમાં) અતદ્ભાવ= (કથંચિત્) ‘તે’ નહિ હોવું તે; (કથંચિત્) તે-પણે નહિ હોવું તે; (કથંચિત્)
અતત્પણું,
[દ્રવ્ય (કથંચિત્) સત્તાપણે નથી અને સત્તા (કથંચિત્) દ્રવ્યપણે નથી માટે તેમને
અતદ્ભાવ છે.) કો’ આવું વાંચ્યું’ તું કે’ દિ શાંતિભાઈ! તો ચોપડા બહુ ફેરવે છે ન્યાં! હીરાના ને
હીરા, હીરા. હીરામાં હેરાન! અહા..હા..હા! આહા.. હા! ચૈતન્ય હીરો! ‘જેમાં ગુણ ને ગુણીની ભેદતા
લક્ષમાં લેવા જેવી નથી’
આહા...! શું સંભાળે છે!! (તારા સ્વરૂપને) પ્રભુ, તું આત્મા છો ને..! અને
તે આત્મા અનંતગુણનું એકરૂપ છે તો અનંતગુણનો આશ્રય છે. ગુણને આશ્રયે દ્રવ્ય નથી, દ્રવ્યને
આશ્રયે ગુણ છે છતાં ગુણ ને દ્રવ્ય બે વચ્ચે અતદ્ભાવ છે. (એટલે ગુણ છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે
તે ગુણ નથી. આહા... હા... હા! આંહી સુધી જ્યાં અતદ્ભાવ છે. (સુધી) લ્યે છે. ભલે ઈ અતદ્ભાવ
અન્યનું કારણ છે-અનેરો ઈ (ગુણ છે.) ગુણ અનેરો છે, દ્રવ્ય અનેરું છે. આ પ્રદેશભેદમાં તો વસ્તુ
(જાત ન જુદી (હોય છે.) આહા..! એનો અર્થઃ શું કહેવાય તમારે? લાદી! પોપટભાઈની લાદી આવી
યાદ. લાદી ને રજકણે-રજકણ, એને સમયથી (તેની) તે તે પર્યાય થાય, તે તે પરમાણુના ગુણ-
સત્તા-ને (પરમાણુ) દ્રવ્ય તો ઈ પરમાણુ ને સત્તા (વચ્ચે) અતદ્ભાવ છે. ભલે પરમાણુમાં વર્ણ-ગંધ-
રસ-સ્પર્શ (આદિ ગુણ) છે. પણ (એ) વર્ણ- ગંધ- રસ- સ્પર્શ ને પરમાણુ (દ્રવ્ય) બે વચ્ચે
એકભાવ નથી અતદ્ભાવ છે, અતદ્ભાવછે એટલું અન્યત્વ છે. અહા... હા! આહા... હા! સમજાય
એવું છે, ભાષા તો સાદી છે પણ. આ (વાત) કોઈ દિ’ સાંભળી નો હોય (એટલે) આકરી પડે!
(આ તો ક્રિયાકાંડ) દયા પાળો, વ્રત કરો ને ઈચ્છામિ, વંદામિ, પયાહિણં સામાયિકં,
પાયઈચ્છિતં, કરણેણં, વિસેહિ કરણેણં (પાઠ બોલ્યાને) થઈ ગઈ સામાયિક! શેની ય ખબર ન મળે
ને! અરે.. રે!
(અહીંયાં કહે છે કેઃ) “અતદ્ભાવ અન્યત્વનું લક્ષણ છે” ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ
નહીં (એ અતદ્ભાવ છે.) એવો જે અતદ્ભાવ અન્યત્વ-અનેરાપણાનું લક્ષણ છે. એટલે તે અનેરું છે.
પ્રદેશભેદથી ભલે અનેરું નહીં, પણ આ રીતે અનેરું છે.
“તે તો સત્તા અને દ્રવ્યને છે