ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૮૧
જ.” સત્તા નામનો ગુણ છે. અને દ્રવ્ય છે ઈ ગુણી છે. બે વચ્ચે આટલો તો- અતદ્ભાવ-લક્ષણ
અન્યત્વ તો સાબિત થાય છે. આહા... હા! “કારણ કે ગુણ અને ગુણીને.” ગુણ જે સત્તા-જ્ઞાન
આદિ, અને દ્રવ્યને “તદભાવનો અભાવ હોય છે.” તે ભાવનો બે વચ્ચે અભાવ હોય છે. આહા...
હા! ‘તે-પણે’ હોવું; ગુણ દ્રવ્યપણે હોવું અને દ્રવ્યને ગુણપણે હોવું (એવા તદ્ભાવનો અભાવ હોય
છે) આવી વાતું હવે! અહા... હા... હા! વીતરાગનો મારગ બહુ ઝીણો બાતુ! ધરમ શૈલી એવી છે
આ. આ તો ધીરાના કામ છે! આહા.. હા... હા!
કહે છે (કેઃ) જેના પૃથક પ્રદેશ છે ઈ તો અન્ય છે. એને ને મારે તો કાંઈ સંબંધ નથી.
આહા... હા! પણ તારામાં રહેલ ગુણ-સત્તા અને આત્મા, બે વચ્ચે એકભાવ નથી. જે ગુણ છે એ રૂપે
દ્રવ્ય નથી ને જે દ્રવ્ય છે એ રૂપે ગુણ નથી. એ રીતે “તદભાવનો અભાવ હોય છે.” બેમાં તદ્ભાવનો
અભાવ હોય છે. સત્તા તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે સત્તા નહીં. એવો તદ્ભાવનો બે વચ્ચે અભાવ છે.
અહા... હા! આહા... હા! ઘોડચંદજી! આવું ક્યાં’ ય સાંભળવા કલકત્તામાં મળે નહીં ક્યાં’ ય! આ
ફેરે વળી પડયા છે આવી ને! આહા... હા!
એકલો પ્રભુ તું છે એમ કહે છે. આહા... હા! એકલડામાં પણ ગુણને ગુણીની અન્યતા છે.
આહા... હા! આહા...! એ... ઈ? પૃથક પ્રદેશે આ શરીર, વાણી, કરમ, આબરુ, દીકરા, દીકરી (એ
તો) ક્યાંય અન્ય છે. ઈ (તો) આત્મામાં છે જ નહીં. પણ આત્મામાં, જે જ્ઞાન ને સત્તા ગુણ છે તેને
ને આત્માને અતદ્ભાવ લક્ષણ સિદ્ધ થાય છે. તદ્ભાવનો અભાવ (સિદ્ધ) થાય છે. તદ્ભાવનો અભાવ
સિદ્ધ છે. આહા... હા! જે સત્તા છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે સત્તા નથી. તેવો બે વચ્ચે (અતદ્ભાવ
છે.) તેમ જ્ઞાન છે તે આત્મા નથી ને આત્મા છે તે જ્ઞાન નથી, એમ આનંદ છે તે આત્મા નથી ને
આત્મા છે તે આનંદ નથી. એવો “તદ્ભાવનો અભાવ છે.” આ તે આ છે ને આ તે આ છે. એવા
તદ્ભાવનો ત્યા અભાવ છે. આહા... હા... હા... હા! દુકાનમાં ‘આ’ આવે નહીં, બાયડી-છોકરાં વચ્ચે
આ વાત કે દિ’ આવે? અપાસરે (ઉપાશ્રયે) જાય તો આ વાત મળે નહીં, આહા... હા! (શ્રોતાઃ)
દિગંબર મંદિરે જાય તો ન્યાં’ય મળે નહીં? (ઉત્તરઃ) ન્યાં’ય ક્યાં છે? બધી વાતુ બહુ ફેર! દિગંબર
મંદિરોમાં બિચારા, ફેર કરી નાખ્યા!
આહા... હા! વસ્તુ છે ‘આ’. તે પરને સ્પર્શતી નથી. જે ચીજ સ્વ છે. એ શરીર, કરમને
સ્પર્શતી જ નથી. એથી તો તે પૃથક-અન્યત્વ છે (તેનાથી) પણ આત્મા અને ગુણ તો સ્પર્શેલા
છે. આહા... હા! છતાં બે વચ્ચે ‘તદ્ભાવનો અભાવ છે.’ ગુણ તે આત્મા ને આત્મા તે ગુણ
એવા “તદ્ભાવનો અભાવ છે.” આહા... હા! આવું ઝીણું છે!! (શ્રોતાઃ) આ ન જાણીએ તો કાંઈ
વાંધો ખરો? (ઉત્તરઃ) આ ન જાણે એને ગુણભેદ ઉપર દ્રષ્ટિ રહેશે. પર અન્ય છે એમ નહીં જાણે તો
એના ઉપર દ્રષ્ટિ રહેશે. અને ગુણ અને દ્રવ્ય, બે ભિન્નભિન્ન છે એમ ન માને તો, એને ગુણભેદ,
ગુણી-ગુણના ભેદની દ્રષ્ટિ