Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 383 of 540
PDF/HTML Page 392 of 549

 

background image
ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૮૩
એ વેપારીઓને આવી ગ્યો! આહા... હા... હા! (શ્રોતાઃ) વાણિયાને... આહા... હા! આ તો દ્રષ્ટાંત
આપ્યો હોં? (વસ્તુસ્થિતિ) સિદ્ધ કરવા. સત્તા નામનો ગુણ અથવા જ્ઞાન આદિ ગુણ અને આત્મા,
બેના ભાવનો તદ્ભાવ નથી. બેના તદ્ભાવનો અભાવ છે. કેમ? કે વસ્ત્રની ધોળપ છે ઈ એક આંખ
ઇન્દ્રિયથી જ જણાય છે, બીજી ઇન્દ્રિયોથી નહીં. અને વસ્ત્ર છે ઈ તો બધી ઇન્દ્રિયોથી જણાય છે. માટે
તેને અતદ્ભાવ છે. ધોળાપણા અને વસ્ત્રને તદ્ભાવ નથી તદ્ભાવનો બે વચ્ચે અભાવ છે. આહા...
હા! સમજાણું?
(શ્રોતાઃ) લૂગડા સિવાય બીજાને આવે કે નો’ આવે? (ઉત્તરઃ) હેં? (શ્રોતાઃ)
કપડાંનું (ઉદાહરણ છે) તો બીજામાં, છત્રીમાં લાગુ પડે કે નહીં? (ઉત્તરઃ) આ કપડાનો દાખલો આ
તો. સમજે માણસ એટલે. આ છે તે આંખે (થી) જણાય, કાને (કાનથી) જણાય? આ આખું વસ્ત્ર
તો કાને ય જણાય. આંખ્યું બંધ કરીને આ આમ કાનથી જણાય, સ્પર્શથી જણાય, (કપડાંના
ફરફરાહટથી જણાય.) આહા...હા! આવો ઉપદેશ ક્યાં? આહા...હા! એવી વાત છે! (લોકોને) દરકાર
નથી! એટલે એને ઝીણું લાગે છે. ‘ઝીણું નથી સત્ય છે.’ પરમ સત્યની સ્થિતિ જ આવી–મર્યાદા
છે.’
જે સત્ની મર્યાદા જે પ્રમાણે છે ઈ પ્રમાણે નહીં સમજે, તો ઈ સત્જ્ઞાન નહીં થાય, સત્જ્ઞાન નહીં
થાય તો સત્સ્વરૂપ તેને મળી શકશે જ નહીં. આહા... હા! સત્સ્વરૂપ પ્રભુ! જેવું સત્ છે એના તરફ
ઈ વળી નહીં શકે. આહા... હા! અસત્જ્ઞાનથી તે સત્ તરફ વળી શકે? આહા... હા...!
(અહીંયા કહે છે કેઃ) “તથા જે સમસ્ત ઇન્દ્રિયસમૂહને ગોચર થતું એવું વસ્ત્ર.” બધા-પાંચેય
ઇન્દ્રિયના સમૂહને જણાતું એવું વસ્ત્ર. “તે એક ચક્ષુ–ઇન્દ્રિયના વિષયમાં આવતો, બીજી બધી ઇન્દ્રિયોના
સમૂહને ગોચર નહિ થતો એવો શુક્લત્વગુણ નથી”, વસ્ત્રથી શુક્લત્વગુણ કેમ જુદો પડયો? એ એક જ
ઇન્દ્રિયનો વિષય છે. અને બીજી બધી ઇન્દ્રિયોનો વિષય તે નથી. વસ્ત્ર બધી ઇન્દ્રિયોનો વિષય છે.
માટે બેયને ભિન્નતા છે. આહા... હા!
“તેથી તેમને તદ્ભાવનો અભાવ છે.” અરે! ગુણ-ગુણીની
(વચ્ચે) ભિન્નતા! ગજબ વાત છે!! આહા... હા!
હજી તો આ બાયડી-છોકરાં બીજા નહીં, આ શરીર મારું નહીં. (એ માનવું) પરસેવો ઊતરે
એને. આ શરીર તો જડ-માટી ધૂળ છે. આ એની પર્યાય જે સમયે-સમયે થાય ઈ એનાથી થાય છે.
અને ઈ જાણે કે મારાથી થાય છે, મેં આમ કર્યુ. શરીરનું આમ કર્યુને...! શરીર દ્વારા કામ કર્યું (આખો
દિ’) શરીર દ્વારા કામ કર્યું (એમ જ ઘૂંટણ છે!) આહા... હા!
(શ્રોતાઃ) થપાટ મારે તો શરીર દ્વારા
જ મારે ને...! (ઉત્તરઃ) કોણ મારે? ઈ તો પરમાણુની પર્યાય થવાની તે થાય. થપાટ મારી શકતો
નથી ઈ (આત્મા) અ... હા... હા... હા! એ પરમાણુની પર્યાય ઈ રીતે થવાની હોય તો જ થાય. અને
એ (બીજાના હાથની થપાટ) અડતી નથી આને (ગાલને). થપાટ એને અડતી નથી ગાલને. આહા...
હા... હા! આવું (વસ્તુ) સ્વરૂપ!! જે પોતે પોતામાં છે એ બીજાથી અભાવસ્વરૂપ છે પોતાથી
ભાવસ્વરૂપ છે, બીજાથી અભાવસ્વરૂપ છે. અત્યંત અભાવ છે. હવે અત્યંતાભાવ (હોવાથી) એને અડે