એમ કહે છે.’ આ આત્મા (તો) નહીં પણ હાથે ય અડતો નથી. (શ્રોતાઃ) એનું શું કામ છે પણ
પૈસા આવે છે ને...! હાથ ન અડે તો કાંઈ નહીં, અમારે તો પૈસાનું કામ છે ને! (ઉત્તરઃ) પૈસા કોની
પાસે આવે? આહા...! પૈસાનો માલિક હતો કે દિ’? પૈસાનો માલિક પૈસો છે. આહા... હા! (અરે!)
પરમાણુંમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ (ગુણો) છે તે પણ પરમાણુમાં અન્યભાવ છે. અતદ્ભાવ છે. ઈ
પરમાણુંમાં સ્પર્શ (નામનો ગુણ છે) આ સ્પર્શ, ટાઢું-ઊનું ઈ અને પરમાણુ (દ્રવ્ય) વચ્ચે અતદ્ભાવ
છે. કેમકે (ટાઢું-ઊનું) સ્પર્શ એક ઇન્દ્રિયનો વિષય છે અને આ આખું તત્ત્વ છે એ પાંચેય ઇન્દ્રિયનો
વિષય છે. એટલે (આખા તત્ત્વને-દ્રવ્યને) અતદ્ભાવનો અભાવ છે. અહા... હા... હા... હા! પણ,
અતદ્ભાવ તરીકે વિશેષ છે. પ્રદેશ તરીકે. પણ તદ્ભાવ તરીકે, તદ્ભાવનો ભાવ હોવા છતાં ભિન્નભિન્ન
ભાવ હોવા છતાં, તેનો અભાવ તે એનું સ્વરૂપ છે. આહા... હા... હા! સમજાણું કાંઈ? આવી વાત
ક્યાં સૂક્ષ્મ! ધરમ કરવો એમાં આવી વાત શું કરવી? પણ ધરમ કોણ કરે છે? ખબર છે તને?
આહા... હા! ધરમ કરનારો શું કરે છે? ધરમ કરનારો’ ... પરપદાર્થની સામું જોતો નથી, અને
પોતાના ગુણ-ભેદને કરતો નથી! એ ધરમ કરે છે ઈ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ને એ ધરમ કરે છે.
દેવીલાલજી! આહા... હા... હા!
આત્માને જ્ઞાનગુણ બે ભિન્ન, એમ જો પર્યાયમાં લક્ષ કરે તો ઈ વિકલ્પ ઊઠે છે. કારણ કે બે (વચ્ચે)
અતદ્ભાવ છે. આહા... હા! આવ વાતુ છે ઝીણી! પણ જ્યારે ગુણ ને આત્મા, ભલે અન્યપણે-
અતદ્ભાવને (લઈને) અન્યપણે કહેવાય, છતાં એવા (ભેદનું) લક્ષ છોડી દઈને, એક દ્રવ્ય ઉપર-
જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરે તો સત્ય હાથ આવે (એટલે આત્મતત્ત્વ જણાય.) આહા... હા! હવે આવું ક્યાં!
આહા... હા! મુંબઈ જેવા શહેરમાં આવી વાત થાય ત્યાં તો (લોકો બૂમો પાડે કે) શું કહે છે આ?
કથી થાય છે પણ હવે. આહા... હા! નિર્ણય-પરથી ભિન્ન છે. એવા નિર્ણય કરવાનો પણ અવસર ન
લે, ઈ કે દિ’ આત્માના-અંતરમાં જાય. આહા... હા! હે પ્રભુ! મારું સ્વરૂપ જ પરથી તદ્દન ભિન્ન,
કર્મથી-કર્મના પ્રદેશો ભિન્ન અને આત્માના પ્રદેશો ભિન્ન, એથી કર્મના ઉદયથી આત્માને રાગ થાય,
એમ નથી. આહા...! મોટો વાંધો ‘આ’!!
જીવની પોતાની ભૂલ છે. એ કરમને લઈને સંશય થાય, દર્શનમોહને લઈને એમ નથી. છતાં
સંશયભાવને