અતદ્ભાવ છે. આહા... હા!
વસ્ત્ર પાંચ ઇન્દ્રિયનો વિષય થયો. ધોળાપણું એ આંખનો વિષય છે. બીજી ઇન્દ્રિયોનો વિષય નથી.
(એથી એ બે વચ્ચે તદ્ભાવ નથી.) સમજાણું કાંઈ? એક ઇન્દ્રિયનો વિષય થયો (બાકીની) ચાર
ઇન્દ્રિયોનો વિષય (ધોળાપણું) ન થયો. આ વસ્ત્ર છે ઈ (આંખ સહિત બાકીની) ચારેય ઇન્દ્રિયોનો
વિષય છે. (એટલે કે) પાંચે ય નો અહા... હા... હા.! માટે બે વચ્ચે અતદ્ભાવ છે. અતદ્ભાવ
અનેરાપણે ગણવામાં આવે છે. ઓલા પ્રદેશભેદનું અન્યત્વ જૂદું, આ અતદ્ભાવનું અન્યત્વ જૂદું.
આહા... હા...! (શ્રોતાઃ) પ્રદેશભેદ નામ પૃથકત્વ... (ઉત્તરઃ) હેં! પૃથક છે તદ્ન (એ તો.) આ
ભાષા તો સાદી છે આમાં કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને... (એવું નથી.) બેનું-દીકરિયુંને પકડાય એવું
છે! નહીં?!
એ પૈસા પેદા કરી શકું, પૈસાને હું વાપરી શકું, છોકરાંને બરાબર ભણાવી શકું, વ્યવસ્થા ઘરની સરખી
રાખું તો એ (બધા સરખા) રહે. આહા... હા! દીકરીને પણ ઠેકાણે પાડવી હોય તો, ધ્યાન રાખીને
(શોધી કાઢું કે) વર કેવો છે? ઘર કેવું છે? એવી બધી ધ્યાન રાખે તો ઠેકાણે પડે. એ બધી ભ્રમણા
છે!! આહા... હા... હા... હા! ભારે જગત, તો ભાઈ! આહા... હા! છતાં એ ચીજોમાં રહ્યો દેખાય.
પણ એનાથી ભિન્નપણે આત્મા ભાસ્યો હોય, તથા સંયોગો હોય, સંયોગ સંયોગને કારણે હોય,
ઇન્દ્રિયોના વિષયો પણ જ્યાં સંયોગે હોય, છે પૃથક પણ સંયોગે આવે. પણ છતાં અંદર દ્રષ્ટિમાં ફેર
હોય. આહા...! કે હું તો આત્મા જ્ઞાયક! ચૈતન્યસ્વરૂપ અભેદ! ગુણી અને ગુણના ભેદથી પણ વિકલ્પ
ઊઠે છે માટે ઈ હું નહીં. (હું તો અભેદ-એકરૂપ છું.) આહા... હા! આહા... હા... હા! કો’ બાબુભાઈ!
આવું ઝીણું છે! આહા... હા! અરે... રે! આવા આ! અમારે હીરાચંદજી મા’ રાજ બીચારા! વયા
ગ્યા! કાને પડી નહીં વાત! ઈ કરતાં ભાગ્યશાળીને જીવો અત્યારે! આહા... હા! છેંતાલીસ વરસની
દિક્ષા! બાર વરસની ઉંમરે લીધેલી. શાંત માણસ! ગંભીર! બહુ હજારો માણસ-બે હજાર માણસ
વ્યાખ્યાન સાંભળે, શાંતિ! અરે... રે! આ શબ્દ કાને નહીં પડેલા ‘આ’!! આહા... હા! કેઃ પરથી
પૃથક છે તો ઈ તો (અત્યારે કે’ છે કે) નહીં, પરની દયા પાળી શકે છે.
પ્રદેશથી પૃથક છે. તેની દયા કોઈ પાળી શકે નહીં. પણ એનામાં જે દયાનો ભાવ આવે. આહા...! એ
ભાવને અને