Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 386 of 540
PDF/HTML Page 395 of 549

 

background image
ગાથા – ૧૦૬ પ્રવચનસાર પ્રવચનો ૩૮૬
દ્રવ્યને પણ અતદ્ભાવ છે. અહહહા! એકરૂપ નથી. આહા... હા! એનો પણ (વિકલ્પ) છોડીને, ગુણ
અને આત્માનો પણ વિકલ્પ છોડીને - ઓલો તો વિકાર છે. આ જ્ઞાન છે આત્માને જાણનારું અને હું
આત્મા છું ઈ બે વચ્ચે પણ અતદ્ભાવ છે. આહા... હા! ‘અતદ્ભાવ’!! અતદ્ભાવમાં એકલું કર્યું.
ઉન્મગ્ન, નિમગ્ન નહીં? આહા...! પર્યાયદ્રષ્ટિથી જોઈએ તો ગુણ ને ગુણી નિમગ્ન નજરે પડે. (અને)
દ્રવ્યદ્રષ્ટિએ જોઈએ, તો આહા...હા...હા! તો ન્યાં (ભેદ) ઊડી જાય છે. ભેદ તો ઊડી જાય છે. આહા...
હા... હા... હા! ઉન્મગ્ન-નિમગ્ન આવી ગયું’ તું ને (ગાથા-૯૮ ફૂટનોટમાં અર્થ છે.) કેવી વાત એમ!
સિદ્ધાંત આ છે!!
(કહે છે કેઃ) પર્યાયદ્રષ્ટિથી જુએ તો ભેદ દેખાય, ઈ તો વિકલ્પ આવે. આહા... હા... હા! તેને
પર્યાયથી - અવસ્થાના ભેદથી દેખે કે ‘આ રાગ છે- આ મારો છે- (આ અતદ્ભાવ છે.) ત્યાં તો
વિકલ્પ ઊઠે. પણ પર્યાયદ્રષ્ટિ છોડીને દ્રવ્યદ્રષ્ટિથી દેખે તો નિમગ્ન - ભેદ પણ ડૂબી જાય છે. ભેદ પણ
બૂડી (ડૂબી) જાય છે. આહા... હા... હા! અભેદપણું પ્રસિદ્ધિમાં આવે છે. અભેદપણું દ્રષ્ટિમાં આવે છે.
આ આનું નામ ધરમ છે!! અરે! ક્યાં પહોંચવું! અમૃત રેડયાં! પંચમઆરામાં, સંતોએ તો અમૃત
રેડયાં છે!! ભાવ કહેવાની આ શૈલી!!
કહે છે અતદ્ભાવ છે. છતાં પૃથક પ્રદેશ નથી. આહા... હા! પણ એ અતદ્ભાવમાં પૃથક પ્રદેશ
નથી. છતાં અતદ્ભાવને જોવાની બે દ્રષ્ટિ (છે.) પર્યાયદ્રષ્ટિથી જુએ તો અતદ્ભાવ એવું જુદાપણું
ભાસે. અને દ્રવ્યદ્રષ્ટિથી દ્રવ્યાર્થિકનયે જુએ તો તે નિમગ્ન પણ છે. આહા... હા! ઓલું ઉન્મગ્ન હતું એ
વિકાર, પર્યાય (ભેદ) નિમગ્ન થઈ જાય છે. દ્રવ્યમાં પણ ઈ અભેદ થઈ જાય છે. આહા... હા!
(શ્રોતાઃ) બહુ ખુલાસો... આવ્યો. (ઉત્તરઃ) આવી વ્યાખ્યા છે. આહા...! “તેથી તેમને તદ્ભાવનો
અભાવ છે.”
(અહીંયા કહે છે કેઃ) “તેવી રીતે કોઈના આશ્રયે રહેતી”. હવે આવ્યું પાછું ઝીણું! સત્તા જે
છે એ દ્રવ્યને આશ્રયે રહે છે. દ્રવ્ય છે ઈ કોઈના આશ્રયે રહેતું નથી. આહા...! છે? (પાઠમાં) “તેવી
રીતે કોઈના આશ્રયે રહેતી” આહા...! (એટલે) દ્રવ્યના આશ્રયે રહેતી. “નિર્ગુણ” (એટલે)
ગુણમાં ગુણ નથી (એ નિર્ગુણ). આહા... હા... હા!
द्रव्याश्रया निर्गुणा गुणाः। તત્ત્વાર્થસૂત્ર’ નું સૂત્ર
છે. (અ. પ. સૂત્ર. ૪૧) દ્રવ્યને આશ્રયે ગુણ છે પણ द्रव्याश्रया निर्गुणा गुणाः। ગુણને આશ્રયે ગુણ
નહીં. ભારે આકરું કામ!! આહા... હા! હજુ એના પલાખા સાચા (તો ગોખે.) પ્રયોગમાં લેવું તો
અલૌકિક વાતું છે. આહા... હા! ભાઈ! નથી ને...? હસમુખ નથી આવ્યો...! આહા...! “નિર્ગુણ” શું
કીધું? ગુણ વિનાની ‘સત્તા’ (ગુણ) નિર્ગુણ છે. દ્રવ્ય ગુણવાળું છે. જેમ નીચે (ફૂટનોટમાં જુઓ!)
કેરીમાં વર્ણગુણ છે, કેરીમાં વર્ણ-ગંધ વગેરે છે તેમ દ્રવ્યમાં સત્તા છે. “નિર્ગુણ” = ગુણ વિનાની.
[સત્તા નિર્ગુણ છે, દ્રવ્ય ગુણવાળું છે. જેમ કેરી વર્ણ ગુણવાળી, ગંધગુણવાળી, સ્પર્શગુણવાળી વગેરે