ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૩૯૯
નથી, અને જે દ્રવ્ય, ૧ અન્ય ગુણ કે પર્યાય છે તે સત્તાગુણ નથી- એમ એકબીજાને જે ‘તેનો
અભાવ’ અર્થાત્ ‘તે-પણે હોવાનો અભાવ’ છે તે ‘તદ્-અભાવ’ ૨ લક્ષણ ‘અતદ્ભાવ’ છે કે જે
અન્યત્વનું કારણ છે.
ભાવાર્થઃ– એક આત્માને વિસ્તારકથનમાં ‘આત્મદ્રવ્ય’ તરીકે, ‘જ્ઞાનાદિગુણ’ તરીકે અને
‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકે- એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે
સમજવું.
વળી એક આત્માના હયાતી ગુણને ‘હયાત આત્મદ્રવ્ય’ હયાત જ્ઞાનાદિગુણ’ અને ’ હયાત
સિદ્ધત્વાદિપર્યાય’ - એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
વળી એક આત્માનો જે હયાતીગુણ છે તે આત્મદ્રવ્ય નથી, (હયાતીગુણ સિવાયનો)
જ્ઞાનાદિગુણ નથી કે સિદ્ધત્વાદિપર્યાય નથી, અને જે આત્મદ્રવ્ય છે, (હયાતી સિવાયનો) જ્ઞાનાદિગુણ છે
કે સિદ્ધત્વાદિપર્યાય છે તે હયાતી ગુણ નથી-એમ પરસ્પર તેમને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવને લીધે
તેમને અન્યત્વ છે. આ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.
આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ લઈને અતદ્ભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો.
(અહીં એટલું વિશેષ છે કે જે સત્તાગુણ વિષે કહ્યું તે અન્ય ગુણો વિષે પણ યોગ્ય રીતે
સમજવું જેમ કેઃ- સત્તાગુણની માફક, એક આત્માના પુરુષાર્થગુણને ‘પુરુષાર્થી આત્મદ્રવ્ય’, પુરુષાર્થી
જ્ઞાનાદિગુણ’ અને પુરુષાર્થી સિદ્ધત્વાદિપર્યાય’ - એમ વિસ્તારી શકાય છે. અભિન્ન પ્રદેશો હોવાને લીધે
આમ વિસ્તાર કરવામાં આવે છે, છતાં સંજ્ઞા-લક્ષણ-પ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થગુણને તથા
આત્મદ્રવ્યને, જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવ તેમનામાં
અન્યત્વનું કારણ છે.) ૧૦૭.
----------------------------------------------------------------------
૧. અન્યગુણ સત્તા સિવાયનો બીજો કોઈપણ ગુણ.
૨. તદ્-અભાવ તેનો અભાવ. [तद् अभावः तस्य अभावः] [તદ્-અભાવ અતદ્ભાવનું લક્ષણ (અથવા સ્વરૂપ) છે. અતદ્ભાવ
અનયત્વનું કારણ છે]