અર્થાત્ ‘તે–પણે હોવાનો અભાવ’ સત્તા (અન્ય) ગુણપણે નહીં, સત્તા દ્રવ્યપણે નહીં, સત્તા પર્યાયપણે
નહીં. આનંદગુણ, દ્રવ્યપણે, નહીં, આનંદગુણ જ્ઞાન (ગુણ) પણે નહીં, આનંદગુણ પર્યાયપણે નહીં.
આહા... હા... હા!
કહેવાય. ગુણોને દ્રવ્ય ન કહેવાય. ને ગુણોને પર્યાય ન કહેવાય. આહા... હા!
અભાવ લક્ષણ આ ભાવ તે આ નહીં એવું તદ્-અભાવ લક્ષણ, એકબીજાની વચ્ચે તદ્-અભાવ લક્ષણ,
આહા... હા! એ
અનેરો, ગુણથી દ્રવ્ય અનેરું. આહા... હા... હા! કો’ ભાવાર્થ આવ્યો!
વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.” આહા.. હા! બધાં દ્રવ્યો, દ્રવ્યપણે,
ગુણપણે અને પર્યાયપણે... આહા... હા! જ્યારે જુઓ ત્યારે, એના સમયે પર્યાય, જે પર્યાય થાય છે.
પર્યાય તે પર્યાયપણે છે ને ગુણ તે ગુણપણે છે ને દ્રવ્ય તે દ્રવ્યપણે છે. આહા..! એ ગુણને લઈને
પર્યાય છે એની ના કહે છે. આહા.. હા.. હા! બે વચ્ચે અતદ્ભાવ છે ને.....! એ અતદ્ભાવ લક્ષણ બે
ચીજ વચ્ચેનો અહીંયાં સિદ્ધ કરે છે. આહા... હા... હા! આનંદસ્વરૂપ ભગવાન આત્મા એ જ્ઞાનસ્વરૂપ
નહી ને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તે આનંદસ્વરૂપ નહીં. આહા... હા! એમ એક વ્યકિતનો અભાવ
સિદ્ધ કરે છે. સત્તાગુણ છે એ આત્મદ્રવ્ય તરીકે, એક આત્મા તે જ્ઞાનગુણ તરીકે, અને સિદ્ધત્વાદિ
પર્યાય તરીકે-એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું. જેટલા
બધા આ જગતમાં પદાર્થો છે તે બધા (વિશે સમજવું.) આહા... હા!
એક પરમાણુ, બીજા પરમાણુથી અન્ય-પૃથક્ છે. કારણ એક પરમાણુનો પ્રદેશ જુદો, બીજા પરમાણુનો
જુદો, એ પૃથક્ (પ્રદેશ) અન્યત્વ છે. અને પરમાણુમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે ઈ પરમાણુના પ્રદેશમાં
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. એમાં બે વચ્ચે અતદ્ભાવરૂપ અભાવ છે તે સિદ્ધ થાય છે. આહા... હા!
વર્ણગુણ તે પરમાણુ નહીં ને પરમાણુ (દ્રવ્ય) તે વર્ણગુણ નહીં. આહા... હા... હા! અને તે પરમાણુ