ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૪
પણ દ્રવ્યપણે છે, ગુણપણે છે, પર્યાયપણે છે. એનો સત્તાગુણ કે જે દ્રવ્યપણે નથી, ગુણપણે નથી,
પર્યાયપણે નથી. આહા... હા! તે ગુણ, ગુણપણે છે (સત્તાગુણ) પણ અનેરાગુણપણે નથી. પર્યાયપણે
નથી. એકગુણ ગુણપણે નથી ઈ કઈ અપેક્ષાએ કે બીજા ગુણપણે નથી. એમ દ્રવ્ય, દ્રવ્ય તરીકે નથી તે
બીજા દ્રવ્ય તરીકે નથી. એમ એક પર્યાય બીજી પર્યાયપણે નથી. આહા.. હા! “–એમ ત્રણ પ્રકારે
વિસ્તારકથનમાં વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વ દ્રવ્યો વિષે સમજવું.” આહા... હા!
વિશેષ આવશે........
પ્રવચનઃ તા. ૨૮–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૭ ગાથા. ભાવાર્થ. (ગઈ કાલે ચાલ્યો’ તો આજે ફરીને.)
ભાવાર્થઃ– “એક આત્માને” જરી અટપટી (વાત છે.) પરથી તો જુદું બતાવ્યું છે. એક દ્રવ્યને
બીજા દ્રવ્ય હારે કાંઈ નહીં. એક દ્રવ્ય, બીજા દ્રવ્યને અડે નહીં, ને એક દ્રવ્ય, બીજા દ્રવ્યની પર્યાયને કરે
નહીં. એટલે પરની હારે તો કાંઈ સંબંધ છે નહીં. હવે પોતામાં-એમાં ત્રણ પ્રકાર પડે છે. આત્માને
‘એક આત્માને’ “વિસ્તાર કથનમાં ‘આત્મદ્રવ્ય’ તરીકે, આત્મા વસ્તુ છે વસ્તુ! દ્રવ્ય તરીકે
‘જ્ઞાનાદિગુણ’ તરીકે.” કારણ દ્રવ્ય તે ગુણ નથી. (એ બે વચ્ચે) અતદ્ભાવ છે ને....! તેથી
‘જ્ઞાનાદિગુણ તરીકે’ “અને ‘સિદ્ધત્વાદિપર્યાય’ તરીકે,” આંહી સિદ્ધની પર્યાયની વાત લીધી એમ
સમ્યગ્દર્શનપર્યાય, ચારિત્રની પર્યાય લેવી. “–એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે.” એ જ સર્વ દ્રવ્યો
વિશે સમજવું.” જેમ એક દ્રવ્યમાં ત્રણ પ્રકાર વર્ણવ્યા, -દ્રવ્ય, ગુણ ને પર્યાય ભિન્ન ભિન્ન! આ
અતદ્ભાવ (છે.) ‘તે -ભાવ, તે નહીં, દ્રવ્યભાવ તે ગુણભાવ નહીં, ગુણભાવ તે (દ્રવ્ય કે) પર્યાય
ભાવ નહીં. આહા... હા! એક જ વસ્તુની અંદર (છે.) પરની સાથેની અહીંયાં વાતનહીં. એ રીતે એક
ગુણને વિસ્તારી શકાય. એમ ‘સર્વ દ્રવ્યો વિશે સમજવું.’
(કહે છે) જેમ પરમાણુ! તો પરમાણુ તરીકે જે છે પરમાણુ- દ્રવ્ય તરીકે પરમાણુ એના વર્ણ,
રસ, સ્પર્શ, ગંધ તે ગુણ, અને એની ભીની, ઊની, કાળી આદિ પર્યાય, એ રીતે એક પરમાણુમાં પણ
અભિન્ન હોવા છતાં- (એ ગુણપર્યાય) પ્રદેશે અભિન્ન હોવા છતાં, આ રીતે વિસ્તાર સમજી શકાયછે.
આવું સ્વરૂપ છે લો! પરની હારે કાંઈ નહીં હવે રહ્યું જ નહીં, હવે (તો) એકમાં -એકમાં અંદર. ચાહે
તો પરમાણુ હોય કે ચાહે આત્મા! ચાર દ્રવ્ય તો છે જ એ તો આહા..! ચાર દ્રવ્યમાં ઈ છે.