આત્મદ્રવ્યને.” આહા.. હા! એ વીર્યગુણ અને એના આત્મદ્રવ્યને, વીર્યગુણને અને જ્ઞાનાદિ
અનંતગુણને “જ્ઞાનાદિ અન્યગુણને કે સિદ્ધત્વાદિપર્યાયને.” પુરુષાર્થગુણ છે એની જોડે જ્ઞાન-
દર્શન-આનંદ ગુણ છે. છતાં તેને, અન્યગુણને કે સિદ્ધત્વ આદિપર્યાયને (એટલે) એ ગુણની
પર્યાયને “અતદ્ભાવ છે.” ત્રણ વચ્ચે અતદ્ભાવ છે. ‘તે-આ નહીં, તે-આ નહીં, તે-આ નહીં,
આહા.. હા! પર્યાય, તે ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે ગુણ નહીં ને દ્રવ્ય તે પર્યાય
નહીં આહા... હા... હા!
અતદ્ભાવ)
અન્યત્વ તો તદ્ન જુદું (પ્રદેશ જુદા માટે ચીજ જુદી.) એક દ્રવ્યને અને બીજા દ્રવ્યને પ્રદેશ જુદા છે
તો અન્યત્વ જુદું. પણ આ રીતે અતદ્ભાવની અપેક્ષાએ તેને અન્યપણું છે. પ્રદેશ પૃથક્ નહિ હોવા
છતાં. આહા... હા... હા! આવો જૈન ધરમ હશે? આવો! જૈનપણું બધું ઊડાડી દીધું લોકોએ તો!
આહા... હા!
અન્યત્વભાવ છે. આહા... હા! બહું ઝીણું લખાણ આવ્યું.