Pravachansar Pravachano (Gujarati). Gatha: 108.

< Previous Page   Next Page >


Page 416 of 540
PDF/HTML Page 425 of 549

 

background image
ગાથા – ૧૦૮ પ્રવચનસાર પ્રવચનો ૪૧૬
હવે સર્વથા અભાવ તે અતદ્ભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છેઃ-
जं दव्वं तण्ण गुणो जो गुणो सो तच्चमत्थादो ।
एसो हि अतब्भावो णेव अभावो त्ति णिद्दट्ठो
।। १०८।।
यद्रव्यं तन्न गुणो योऽपि गुणः स न तत्त्वमर्थात् ।
एष ह्यद्धावो नैव अभाव इति निर्दिष्टः ।। १०८।।
સ્વરૂપે નથી ને દ્રવ્ય તે ગુણ, ગુણ તે નહી દ્રવ્ય છે,
–આને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું જિને. ૧૦૮.
ગાથા – ૧૦૮
અન્વયાર્થઃ– [अर्थात्] સ્વરૂપ-અપેક્ષાએ [यद द्रव्यं] જે દ્રવ્ય છે [तत् न गुणः] તે ગુણ
નથી [यः अपि गुणः] અને જે ગુણ છે [सः न तत्त्वं] તે દ્રવ્ય નથી; [एषः हि अतद्भावः]
અતદ્ભાવ છે; [न एव अभावः] સર્વથા અભાવ તે અતદ્ભાવ નથી; [इति निर्दिष्टः] આમ (જિનેન્દ્ર
દ્વારા) દર્શાવવામાં આવ્યું છે.
ટીકાઃ– એક દ્રવ્યમાં, જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી- એ રીતે જે દ્રવ્યનું
ગુણરૂપે અભવન (-નહિ હોવું) અથવા ગુણનું દ્રવ્યરૂપે અભવન તે અતદ્ભાવ છે; કારણ કે આટલાથી
જ અન્યત્વવ્યવહાર (-અન્યત્વવ્યવહાર) સિદ્ધ થાય છે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ
તે દ્રવ્ય - એવા લક્ષણોવાળો અભાવ તે અતદ્ભાવ નથી. જો એમ હોય તો (૧) એક દ્રવ્યને
અનેકપણું આવે, (૨) ઉભયશૂન્યતા થાય (અર્થાત્ બન્નનો અભાવ થાય), અથવા (૩) અપોહરૂપતા
થાય. તે સમજાવવામાં આવે છેઃ-
(દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતાં દોષ આ પ્રમાણે આવેઃ)
(૧) જેમ ચેતનદ્રવ્યનો અભાવ તે અચેતનદ્રવ્ય છે, અચેતનદ્રવ્યનો અભાવ તે ચેતનદ્રવ્ય છે -
એ રીતે તેમને અનેકપણું (બે-પણું) છે, તેમ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય-એ
રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે (અર્થાત્ દ્રવ્ય એક હોવા છતાં તેને અનેકપણાનો પ્રસંગ આવે).