एसो हि अतब्भावो ण्ेव अभावो त्ति णिद्दिट्ठो
–અને અતત્પણું જાણવું, ન અભાવને; ભાખ્યું ભાખ્યું જિને. ૧૦૮.
ભિન્નતા છે. એવું અહીંયાં નથી. અહીંયાં તો ‘તે-ભાવ એ ભાવપણે નથી’ એ અપેક્ષાએ અતત્પણું છે.
આહા... હા... હા... હા! દાદા, તમે તો દિગંબર પહેલેથી છો! તો વાંચ્યું નથી તમે આ. કંઈ અત્યારનું
નથી આ. આ તો પુસ્તક (‘પ્રવચનસાર’) પહેલેથી છે. કુંદકુંદઆચાર્ય! (ગાથા) એકસો આઠ.
ને ગુણનું દ્રવ્યરૂપે અભવન- બે ની (આ) અપેક્ષા એ
હા! કેટલું સ્પષ્ટ કર્યું છે! ‘કારણ કે આટલાથી જ’ એટલે કેઃ દ્રવ્યનું ગુણરૂપે નથી ને ગુણનું દ્રવ્યરૂપે
નથી. એટલેથી જ અન્યત્વવ્યવહાર એટલે અન્યત્વરૂપ વ્યવહાર, (સિદ્ધ) થાય છે.
લક્ષણવાળો અભાવ તે અતદ્ભાવ નથી.” આહા... હા! સમજાણું કાંઈ? આહા.. હા! (જેમ)
પરદ્રવ્યનું તદ્ન અન્યપણું -ભિન્ન કર્યું, એવું અન્યપણું આમાં નથી. દ્રવ્ય બિલકુલ ગુણરૂપે નથી ને
ગુણ, પર્યાય રૂપે નથી ઈ તો (અતદ્ભાવની) અપેક્ષાએ તદ્ન કીધું. ‘અભાવ તે અતદ્ભાવ નથી’ “જો
એમ હોય તો (૧) એક દ્રવ્યને અનેકપણું આવે.” આહા... હા! તો સત્તાગુણ, જ્ઞાનગુણ, દર્શનગુણ
એવા અનંતગુણ, અનંત ન રહે. અને તો અનંતગુણ છે ઈ તો અનંત દ્રવ્ય આવે (દ્રવ્ય રૂપે થઈ
જાય.) ‘એક દ્રવ્યને અનેકપણું આવે, અથવા