અભાવ થતાં સુવર્ણપણાનો અભાવ થાય.
હા! દ્રવ્યથી, ગુણ તદ્રન અભાવ છે. એમ કહે (માને) તો બેયની શૂન્યતા આવે. જો દ્રવ્ય તદ્ન ભિન્ન
અને ગુણ તદ્ન ભિન્ન (હોય) તો દ્રવ્યનો પણ અભાવ થાય. ગુણસ્વભાવવાળું દ્રવ્ય છે. તો જો
દ્રવ્યનો તદ્ન અભાવ કહો તો ગુણનો અભાવ થઈ જાય. અને ગુણનો અભાવ કહો તો દ્રવ્યનો અભાવ
થઈ જાય. કો’ વેપારીને... આ ન્યાય પકડે! (શ્રોતાઃ) કેમ નો’ પકડે, વેપારીને બુદ્ધિ નથી!
(ઉત્તરઃ) તમે તો વકીલ છો. તો આ (વેપારીની વકીલાત!) (શ્રોતાઃ) વેપારીને બુદ્ધિ નથી?
(ઉત્તરઃ) આહા... હા! સિદ્ધ તો એમ કરવું છે, કેઃ ત્રણ છે-દ્રવ્ય-ગુણ-ને પર્યાય. તો ઈ અપેક્ષાએ
એનું અન્યપણું છે. પણ દ્રવ્યનો અભાવ તે ગુણ ને ગુણનો અભાવ તે દ્રવ્ય, એમ નથી. શાંતિભાઈ!
આમાં તમારે ચોપડામાં આવતું નો’ હોય ક્યાં’ ય! આજે આવ્યું છે (પત્રિકામાં) સંપૂર્ણ આહાર
વિના ચાલતું નથી! (પરંતુ અહીંયાં તો) સિદ્ધ ઈ કરવું છે કે (જે) ગુણ છે એનો ભાવ, દ્રવ્યથી
અતદ્ભાવ છે. જેવો તે ગુણભાવ છે તેવો જ દ્રવ્યભાવ છે એમ નહીં. (કારણ) દ્રવ્ય એકરૂપ ‘ભાવ’
છે. ગુણભાવ અનેકરૂપ ‘ભાવ’ છે. આહા... હા! પણ (એકબીજામાં) તદ્ન અભાવ જોવા જાવ (તો
તો) દ્રવ્યના અભાવે ગુણ પણ નહીં રહે અને ગુણના અભાવે દ્રવ્ય પણ નહીં રહે. આહા... હા! એમાં
(બે વચ્ચે) અતદ્ભાવ તરીકે અને રાપણું કહેવામાં આવ્યું, છતાં પણ એકબીજામાં તદ્ન અભાવ
તરીકે, ગણશો, તો બેય ની શૂન્યતા થશે. સમજાણું કાંઈ?
દરેક પદાર્થમાં-દ્રવ્ય અને ગુણ છે. એ (બે) વચ્ચે અતદ્ભાવ છે. એ અતદ્ભાવની અપેક્ષાએ તેને
(દ્રવ્ય અને ગુણને) અન્યત્વ કહેવાય છે. પણ સર્વથા-દ્રવ્યમાં ગુણ નથી ને ગુણમાં દ્રવ્ય નથી તો તો
બેયનો અભાવ થઈ જાય. આહા... હા! સમજાણું કાંઈ? આહા... હા... હા! આચાર્યોએ! અરે! જગતને
કરુણા કરીને! એક-એક (ન્યાયને) આ શબ્દો! આ ટીકા! અપ્રમત્તદશામાં રહેવું! જાણનાર રહેવું!
આહા.. હા! એમાં વળી આ વિકલ્પ (ટીકાનો) આવ્યો તો આ ટીકા (રચાઈ ગઈ.) આહા... હા...
હા! ભવ્યોના હિતને માટે.