નથી. એમ જો કહેવા જાવ, બેય બેય વાતનો (વસ્તુનો) અભાવ થઈ જશે. આહા.. હા! આચાર્યોએ
કામ! કરુણાની કૃપા આવી છે ને...! કરુણા વરસે છે જગત ઉપર હે! પ્રાણીઓ! જે રીતે વસ્તુ છે તેને
(તે રીતે) સમજો. અને સમજ્યા પછી અંતરથી, ભેદ કરો પરથી. અને અભેદની દ્રષ્ટિને ખીલવો!!
અભેદદ્રષ્ટિને ખીલવો!! આહા... હા! એવી વાત કરી છે. આ તો જેને સંસારના ભય લાગ્યા હોય,
ચોરાશીના અવતારના ડર લાગ્યા હોય, એને માટે આ વાત છે. જેને ભવનો અભાવ કરવાનો ભાવ
હોય, એને આ રીતે (એટલે) જે રીતે કહ્યું છે એ રીતે - એમાંથી ઓછું, અધિક, વિપરીત એ નહીં.
(એમ યથાર્થ સમજીને.)
અભાવ તે શરીર. એમ દ્રવ્યનો તદ્ન અભાવ તે ગુણ, અને ગુણનો તદ્ન અભાવ તે દ્રવ્ય. એમ કહેવા
જાઈશ તો (એમ માનીશ તો) બેય નો નાશ થઈ જશે. આમાં સમજાય છે કાંઈ? આહા... હા! અરે!
દિગંબર સંતોએ તો ગજબ કરી નાખ્યો!! કલ્યાણ કરવાનો માર્ગ ન્યાલ! ન્યાલ કરવું છે આ તો!
આહા.. હા! ઓલામાં વિષ્ણુમાં કહે છે. સ્વામીનારાયણમાં એમ કહે. સ્વામીનારાયણ એમ કહે. ન્યાલ
કર્યા! ઓલા (સહજાનંદ) માંસ (આદિ) છોડાવે કાઠીને (કોળી જેવી જાતિને). બ્રહ્મચારી કહેતા કે
એને લઈને છાપ બહુ પડી જાય (સમાજમાં.) બ્રહ્મચર્યનું પાકું બહુ કહેતા હો! એક ફેરે એની બાઈ
હતી એક હતી કાઠીયાણી, ઈ બેઠી’ તી છતાં એના તરફ દ્રષ્ટિ નહીં. પણ વસ્તુની ખબર નહીં
એટલે...... (મિથ્યાત્વ તો ખરું) આહા... હા!
તદ્ન અભાવસ્વરૂપ છે. ઘડાથી વસ્ત્ર તદ્ન અભાવસ્વરૂપ છે-એમ જો (દ્રવ્યગુણથી) અભાવસ્વરૂપ હોય
તો શૂન્ય થઈ જાય. આહા...હા! સમજાણું કાંઈ? ધ્યાન રાખે તો ભાષા તો ભાષા તો સાદી છે. આ તો
મારગ એવો છે બાપુ! આહા.. હા! સર્વજ્ઞભગવાન! ત્રિલોકનાથ! એમની વાણી આવી ઈ ગણધરોએ
રચી. એનો આ નમૂનો રહ્યો છે આ! આહા...હા! એમ ન સમજવું કે આ સાધારણ અત્યારે પાંચમો
આરો છે ને...! ફલાણું છે ને (ઢીકણું) છે... માટે! (આ તો) ભગવાનની સાક્ષાત્ વાણી છે!!
ત્રણલોકના નાથ, સર્વજ્ઞદેવની વાણી છે પ્રભુ! તને પરથી તદ્ન ભિન્ન બતાવ્યો. એ તો બરાબર છે.
(વળી) તને-દ્રવ્ય ને ગુણથી અતદ્ભાવ તરીકે ભિન્ન બતાવ્યો. પણ એથી તું એમ માની લે કે દ્રવ્ય તે
ગુણ નહીં ને ગુણ તે દ્રવ્ય નહીં (સર્વથા તો) મોટો દોષ આવશે. (અને તેથી) ગુણ-ગુણીના ભેદની
સિદ્ધ નહીં થાય, અને દ્રવ્ય વિના ગુણની (પણ) સિદ્ધિ ન થાય, અને ગુણ વિના દ્રવ્યની પણ સિદ્ધિ
નહીં થાય, વાત સાધારણ નથી. આહા..હા..હા! જંગલમાં વસ્યા, સંતો જગતને! આહા...હા...હા!