ત્રિકાળ ભિન્ન (છો.) આ કરમથી, શરીરથી, વાણીથી અરે! દેવ-ગુરુ છે એનાથી તું તદ્ન ભિન્ન
(છો.) આહા... હા! (એ પરને) દ્રવ્યને વિષે માન. એમ નથી.
(એટલે કે) દ્રવ્યભાવ તે ગુણભાવ નહીં ને ગુણભાવ તે દ્રવ્યભાવ નહીં. એ અપેક્ષાએ અમે અતદ્ભાવરૂપે
અન્યત્વ કહયું. અને એનો અર્થ તું એવો લઈ જા ‘ગુણમાત્રનો અભાવ તે દ્રવ્ય અને દ્રવ્યમાત્રનો અભાવ
તે ગુણ’ તો બેયની શૂન્યતા થઈ જશે. આહા... હા! આ તો લોજિક છે. બહુ ન્યાય! કાયદા શાસ્ત્ર છે
ભગવાનનું! સરકારના કાયદા નોંધે છે ને આ વકીલો! આ તો ભગવાનના કાયદા છે પ્રભુ! વસ્તુની
મર્યાદા આ રીતે છે. એ રીતે મર્યાદાનું જ્ઞાન યથાર્થ ન આવે, ત્યાં સુધી સ્વભાવ તરફ ઢળી નહીં શકે!
આહા... હા! જે રીતે તેની મર્યાદાભેદની અપેક્ષાએ છે. તો અતદ્ભાવની અપેક્ષાએ અન્યત્વ છે. અને ગુણ
વિનાનું એકલું દ્રવ્ય ન રહી શકે ને દ્રવ્ય વિના એકલા ગુણ ન રહી શકે ઈ અપેક્ષાએ તેમાં બેયભાવ
એકસાથે છે. આહા... હા! (અર્થાત્) બેય ભાવ (ગુણભાવ ને દ્રવ્યભાવ) એકસાથે છે. દ્રવ્યભાવ વિના
ગુણભાવ ન રહે અને ગુણભાવ વિના દ્રવ્યભાવ ન રહે. (છતાં) દ્રવ્યભાવ ને ગુણભાવ વચ્ચે અતદ્ભાવ
અન્યત્વ તો કહયું! આહા... હા... હા! આવી વાત ક્યાં છે બાપુ? એકલા! દિગંબર સંતો એ તો જૈનધર્મ!
કેવળજ્ઞાનના કેડાયતો છે બાપા! આ રસ્તે જ કેવળજ્ઞાન થવાનું છે!
હો, પણ આ રીતે નહીં હોય તો ડહાપણ તારું નહીં કામ આવે. આહા... હા!
દ્રવ્યમાં ભેળવી દે! આહા... હા... હા! ત્યારે તને દ્રવ્યદ્રષ્ટિ થઈને સમ્યક્ જેવું સત્ય છે, એવી સત્યદ્રષ્ટિ
પ્રગટશે! આહા... હા... હા... હા! જે દ્રષ્ટિ-સવારમાં આવ્યું હતું ‘ભેદ–વિજ્ઞાન’ પ્રથમ મૂળ કારણ જ
એ છે.’ આહા... હા... હા! ભેદવિજ્ઞાન તે મૂળ કારણ છે. એ તો, આત્માનો આશ્રય લો (તેમાં) પરથી
જુદો પડીને આત્માનો આશ્રય લીધો તેમાં ભેદ-વિજ્ઞાન જ મૂળકારણ છે. ભલે (‘સમયસાર’ ગાથા-
૧૧)
થાય. ત્યાં પણ પરથી ભિન્ન ને સ્વભાવથી અભિન્નની દ્રષ્ટિ થતાં સમ્યગ્દર્શન ન થાય. ત્યાં પણ પરથી
ભિન્ન ને સ્વથી અભિન્નની વાત આવી. એટલે ભેદ મૂલતઃ કારણ. કારણ કે અનંત દ્રવ્યો છે. એક હોય
તો (ભેદ-જ્ઞાન ન હોય) (પરંતુ) અનંત દ્રવ્યો છે અને એક-એક