દ્રવ્યનો ખાસ “એવો દ્રવ્યવિધાયક (–દ્રવ્યને રચનારો) ગુણ જ છે.” એ તો દ્રવ્ય, સત્તાસ્વરૂપે (જ)
છે. (અથવા) દ્રવ્ય સત્તાસ્વરૂપ જ છે. આહા.. હા! એની સત્તાના સ્વરૂપમાં જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય થાય, એ
સત્તાથી ભિન્નનથી અને સત્તા દ્રવ્યથી ભિન્ન નથી. આવી વ્યાખ્યા છે. કેળવણી કરવી પડશે ને જરી!
ઈ એનો ગુણ જ છે. અહીંયાં અસ્તિત્વથી વાત લીધી છે.
ગુણીનો (જ) ગુણ છે. આહા...હા! અને એ ગુણની હયાતીપણાને લઈને ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણામ
થાય, તે દ્રવ્યના જ છે. આવી વાત છે! આહા...! બહુ સ્પષ્ટ કર્યું (છે.) . એ પરિણામ કોઈ બીજા
દ્રવ્ય કરે નહીં એ માટે આ બધું (વસ્તુસ્થિતિના ન્યાયથી) સિદ્ધ કરે છે. ગમે તે પ્રસંગમાં, પ્રત્યેક દ્રવ્ય
પોતાની હયાતીવાળા ગુણથી, જુદો નથી. તેથી તે હયાતીવાળો ગુણ જે છે એમાં પરિણામ ઉત્પાદવ્યયને
ધ્રૌવ્ય છે અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ સત્તાથી જુદાં નથી, ને સત્તાથી ગુણી જુદો નથી. ગુણીનો
(સત્તા) ગુણ છે ને (સત્તાના) ઉત્પાદવ્યયધ્રૌવ્ય (એ ત્રણ) પરિણામ છે. આહા... હા! હવે આવું
અનોખું! વેપારીને (સમજવા) નવરાશ નહીં ને...! આવી ઝીણી વાત! ભાષા તો સાદી છે!
પરિણમન? (ઉત્તરઃ) એ ઈ બીજા ગુણનું ઈ પ્રમાણે, ત્રીજા ગુણનું પરિણમન ઈ પ્રમાણે. અહીંયાં તો
સત્તાગુણની વ્યાખ્યા કરી. એમ જ્ઞાનગુણ લો, જ્ઞાનગુણ પણ હયાતીવાળો તો છે. તે ગુણીથી ગુણ કાંઈ
જુદો નથી. અને જ્ઞાનગુણમાં પણ ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ થાય છે. આ તો સત્તાગુણની વાત કરી
(છે.) એમ અનંતગુણનું પરિણમન-હયાતી, એ ગુણીના ગુણ છે. એ ગુણમાં હોવાપણાપણું છે. અને
એને લઈને એના ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય પરિણામ થાય છે. એ ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણામથી દ્રવ્ય જુદું
નથી. આહા... હા... હા... હા! ઘણી વાત કરે છે! શબ્દો થોડા પણ ઘણી વાત ગંભીર કરી છે!! કો’
ભાઈ! આમાં ઉપરટપકેથી સમજાય તેવું નથી. આહા... હા!