Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 436 of 540
PDF/HTML Page 445 of 549

 

background image
ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૬
તે દ્રવ્યનું હોવાપણું- ઈ હોવાપણાનો ગુણ (અસ્તિત્વ) તે દ્રવ્યથી જુદો નથી. અને તે હોવાપણાનો
ગુણ, ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય પરિણામથી જુદો નથી. હોવાપણાના ગુણના જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. આહા...
હા... હા! એની વાત કરી, દ્રવ્ય છે તે સત્તા સહિત છે. અસ્તિત્વગુણ સહિત છે. અને એ ગુણ છે ઈ
ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણામ સહિત છે. માટે તે સત્તાગુણ-ગુણીથી જુદો નથી. સત્તા (ગુણ) નું પરિણમન
(ઉત્પાદવ્યયધ્રૌવ્ય) પણ દ્રવ્યથી જુદું નથી. આહા... હા! હવે આ વાણિયાઓને યાદ રાખવું બધું ધંધા
આડે! આહા.. હા! વાત તો એમાં ઈ સિદ્ધ કરવી છે પ્રભુ! તું પોતે આત્મા છો. અને આત્મામાં
અનંતગુણો એની હયાતી ધરાવે છે. એ ગુણીના ગુણો હયાતી ધરાવે છે. અને એ ગુણીના ગુણો,
સમય-સમયમાં ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે. આહા...! ત્રણેય પર્યાય લીધી છે ને...?
ઉત્પાદવ્યયધ્રૌવ્યને પરિણામકીધાં છે પર્યાય કીધી છે. આહા... હા! એટલે એને બીજું (કોઈ) દ્રવ્ય
ઉત્પાદપણે પરિણમાવે નવી રીતે (બદલાવે) એનો પ્રવાહ તોડી દ્યે-આહા.. હા! ભગવાન આત્મા કે
કોઈપણ દ્રવ્ય, એની હયાતીવાળા ગુણોનો ઉત્પાદવ્યયધ્રૌવ્યનો પ્રવાહ (ક્રમ) એ ગુણ ગુણીથી જુદો
નથી, અને તે ગુણીથી ગુણ જુદો નથી. એથી તે પ્રવાહને કોઈ તોડી શકે -પર્યાય કોઈ આડી-અવળી
કરી શકે, એ નથી એમ કહે છે. છે થોડું, પણ ઘણો માલ ભર્યો છે!! આચાર્યોના હૃદયમાં ઘણો માલ
છે!! આખી દુનિયાને વહેંચી નાખી. અનંત દ્રવ્યો, અનંતપણે પોતાથી કાયમ કેમ રહે? (એની
વહેંચણી કરી નાખી.) જેને પરની હયાતીની જરૂર નથી કેમ કે પોતે જ (દરેક દ્રવ્યો) હયાતીવાળા-
અસ્તિત્વવાળા ગુણોથી છે. અને તે હયાતીવાળા ગુણો પોતે જ ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે. એટલે
એને પરિણમન માટે બીજા કોઈ દ્રવ્યની જરૂર પડે એમ નથી. ઉચિત-યોગ્ય નિમિત્ત ભલે હોય એ તો
પહેલાં (ગાથા-૯પ) માં કહી ગયો. ઉચિત-નિમિત્ત-પણ ઉચિત નિમિત્ત છે ઈ પરિણમનને કાળે છે.
એ ઉચિત નિમિત્ત આવ્યું એટલે (અહીં દ્રવ્ય) ઉત્પાદવ્યય ધ્રૌવ્યપણે પરિણમ્યું એમ નથી. આહા... હા!
સમજાય છેકાંઈ? ઝીણી વાતું બહુ! ભાઈ! આ તો દયા પાળવી ને... પ્રતિક્રમણ કરવા ને... વ્રત કરવાં
ને... અપવાસ કરવાં... ને એ તો સહેલું સટ હતું! રખડવાનું!! મિથ્યાત્વપોષક હતું ઈ તો બધુ! કેમ કે
અહીંયાં સામું દ્રવ્ય પણ તે ગુણીથી ગુણ (સહિત) છે. અને તે ગુણ તે ઉત્પાદવ્યયધ્રૌવ્યથી છે. અને
તેથી તેના ઉત્પાદવ્યયધ્રૌવ્ય તેની સત્તાથી જુદાં નથી, તે સત્તા તે સત્-દ્રવ્યથી જુદાં નથી. એટલે બીજાનું
કાંઈપણ (કોઈદ્રવ્ય) કરી શકે કે બીજા (દ્રવ્યને) અડી શકે (એવું વસ્તુસ્વરૂપમાં છે નહીં) આહા...
હા!
(શ્રોતાઃ) અડી ન શકે એટલે તો આચાર્યોએ લખ્યું છે આમાં...! (ઉત્તરઃ) એ આવી ગયું ને
પહેલાં. ઈ એટલા માટે તો કહે છે. કે વસ્તુ છે ઈ સત્તાગુણવાળી અસ્તિત્વપણે છે. અને એવા બધા
ગુણો પણ અસ્તિત્વપણે છે. અને અસ્તિત્વગુણ છે એ બધા ગુણ-પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળા છે.
(તેથી) કોઈપણ ગુણ ઉત્પાદવ્યયધ્રૌવ્ય વિનાનો હોય નહીં અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે તે સત્તાના છે ને
એ (સત્તા) ગુણ ગુણીનો છે. એટલે એના પરિણમનમાં કોઈ બીજાનું કારણ છે (એમ નથી) એમાં
આવી ગઈ ઈ વાત! આહા...હા...હા!
(શ્રોતાઃ) વધારે (ચોખ્ખું) આવ્યું નહીં (ઉત્તરઃ) અંદર
તત્ત્વથી આવી ગયું ન્યાયથી. આહા...હા! અરે.. રે!