Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 437 of 540
PDF/HTML Page 446 of 549

 

background image
ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૭
આહા...હા! શું વાણી છે! ‘પ્રવચનસાર’! વીતરાગની દિવ્યધ્વનિ!! આહા...હા! વહેંચી નાખ્યા અનંતા
(પદાર્થોને) જુદા (જુદા) ભલે અનંત હો!
(હવે કહે છે કેઃ) કોઈ પણ દ્રવ્યના ઉત્પાદવ્યયધ્રૌવ્યમાં (અન્ય) કોઈ દ્રવ્યનું ઉત્પાદવ્યયધ્રૌવ્ય
આવે એમ નથી. કારણ કે સત્તા (ગુણ) થી જ તે ગુણી છે. અને ગુણીની તે સત્તા છે. અને તે સત્તા
પોતે જ ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળી છે. એટલે હવે એને ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણમન માટે કોઈ બીજા
દ્રવ્યની અપેક્ષા છે (એમ નહીં.) ઉચિત (નિમિત્ત) હો! પણ ઈ પરિણમન (નિમિત્ત છે માટે)
પરિણમન કરે એમ નથી. ઈ તો (માત્ર) નિમિત્ત છે. આહા...હા! ચીમનભાઈ! આવી વાતું છે!
આમાં માથાં શું ગણે વેપારી આખો દિ’, માથાકૂટમાં પડયા ને આ તો નિવૃત્તિ જોઈએ, નિવૃત્તિ!
મગજે ય શું કામ કરે? આહા...હા...હા!
(કહે છે) (દ્રવ્યમાં) ક્ષણે ક્ષણે ભિન્ન ભિન્ન અવસ્થા થાય છે. તેથી કોઈ બીજા તત્ત્વના
અસ્તિત્વને લઈને (એ અવસ્થા) છે (એવું નથી.) કે ભિન્ન ભિન્ન અવસ્થા ઈ સત્તાના પોતાના
ઉત્પાદવ્યયધ્રૌવ્ય ગુણ છે એનાથી થાય છે. આહા... હા! એક દ્રવ્યને, બીજા દ્રવ્યનો સંયોગ થતાં, એની
અવસ્થા બીજી દેખાય, એથી કહે છે કે તને એમ થઈ જાય છે કે આ સંયોગ થી અવસ્થા બદલી છે
એમ નથી, એમ કહેવું છે. આહા... હા... હા! ઘણું સમાડયું! તે તેનામાં, તું તારામાં. સંયોગથી તું જોવા
માંડ કે અગ્નિ આવી માટે પાણી ઊનું થયું- ઉચિત નિમિત્ત આવ્યું માટે પાણી ઊનું થયું એમ નથી.
એ અગ્નિમાં સત્તા નામનો ગુણ છે. અને ઉષ્ણ (તા) નામનો ગુણ છે. એ પણ ઉત્પાદવ્યય ને
ધ્રૌવ્યવાળા (ગુણ) છે. તો ઈ ઠંડી અવસ્થામાંથી ઊની અવસ્થા થઈ ઈ એના ઉત્પાદને લઈને થઈ છે.
આહા... હા.. હા...! એ ઉચિત નિમિત્ત છે માટે થઈ છે એમ નથી. કારણ કે ઉચિત નિમિત્ત છે એ પણ
સત્તાવાળું તત્ત્વ છે. અને એ પણ એના ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે સત્તા (સ્વયં) થાય છે. અને તે સત્તાથી
ઉત્પાદવ્યયધ્રૌવ્ય (તેના) જુદા નથી. અને તે સત્તા તેના સત્થી (એટલે) દ્રવ્યથી જુદી નથી. આહા...
હા! મીઠાભાઈ, સમજાય છે આમાં? થોડી વાત છે પણ ગંભીર છે! આહા... હા!
“ઘણી (વાતથી)
ભેદજ્ઞાન કરાવ્યું છે!” વહેંચણી કરી નાખી વહેંચણી! કે ગમે એવા સંયોગોમાં પર્યાય દેખાય એકદમ,
જેમ પાણીની ઠંડી અવસ્થા હતી તે ઉષ્ણ દેખાય એકદમ, એથી તને એમ લાગે કે અગ્નિનો સંયોગ છે
માટે તે (ઉષ્ણ) થઈએમ નથી. એ તો અગ્નિનો સત્તા નામનો ગુણ છે ને ઉષ્ણતા નામનો ગુણ છે,
એ પોતે જ ઉત્પાદવ્યયપણે પરિણમીને ઉષ્ણતા છે. (પણ) અગ્નિને લઈને (પાણી ઉષ્ણ થયું) એમ
નહિ. આહા... હા... હા... હા! બહુ સમાવ્યું છે!! ગાથામાં!
(કહે છે) શરીરમાં રોગ આવ્યો, ઈ એની સત્તા નામનો ગુણ છે (પુદ્ગલનો) એથી એમાં
અહીંયાં એનું્ર પરિણમન ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે (થઈ રહ્યું છે.) માટે આ થયો (રોગ.) હવે ઈ