Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 438 of 540
PDF/HTML Page 447 of 549

 

background image
ગાથા – ૧૦૯ પ્રવચનસાર પ્રવચનો ૪૩૮
ઉત્પાદવ્યય કોઈ બીજા કારણે થયો છે એમ નથી. અને ઈ (રોગનો) ઉત્પાદ ને કોઈ દવાનો ઉત્પાદ
આવે ઈ જાતનો (ઉચિત નિમિત્તપણાનો) માટે ઈ (રોગનો) ઉત્પાદ જાય છે એમ નથી. અને ઈ
ઉત્પાદ છે અને આવે ઓલો દવાનો ઉત્પાદ માટે (રોગ) નો ઉત્પાદ ફરી જાય છે એમ નહીં. આ
દવાખાના મીંડા વળે બધા. આહા... હા! સંયોગને દેખનારો એના (સંયોગથી-સંયોગી દ્રષ્ટિથી દેખે
છે.) શાસ્ત્રમાં (નિમિત્તની) ભાષા આવે. આ દવા, આ દવાથી આમ થાય એ બધી વાતું નિમિત્તથી
કથન છે. આહા... હા! અહીંયાં તો એક (એક) ગુણ (સત્તા સહિત) તે ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમન
સહિત જ હોય છે. એથી તને એમ લાગે કે સંયોગ આવ્યો માટે આ પર્યાય થઈ તો તો એની સત્તાને
(નિમિત્ત કે ઉપાદાન) એના ગુણનો ઉત્પાદવ્યયધ્રૌવ્ય એનાથી (તે તે પરિણમન) થયું તે તેં માન્યું
નહીં. આહા.. હા! સમજાય છે કાંઈ? આ ત્રણ લીટીમાં એટલું ભર્યું છે અહીં! આહા... હા! શું ત્યારે
આમાં વાંચ્યું શું હશે ત્યારે તમે ત્યાં? દુકાને. શાંતિભાઈ! આહા.. હા! (શ્રોતાઃ) કોઈ આત્માની વાત
હોય તો અર્થ સમજાય. (ઉત્તરઃ) પણ આ તો સીધી વાત છે. એના વ્યાજમાં ને એના કાઢવામાં ને
કેમ હુશિયાર થાય છે? આહા... હા.. હા! અહીંયાં તો ગજબ વાત કરી છે ને...!
(કહે છે) આહા... હા! સત્-સત્તા- ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તં પરિણમન-આહા.. હા! તે તે દ્રવ્યનું,
તે તે ગુણનું. આહા... હા! તે તે ગુણનું ઉત્પાદવ્યયને ધ્રૌવ્ય તે એ ગુણનો જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય છે. હવે
ઈ ગુણ ગુણીનો છે. માટે ગુણી પોતે જ તે રીતે ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમ્યું છે. આહા.. હા!
સંયોગોને ન જુઓ!
(શ્રોતાઃ) તો હાથમાં કેમ આવે છે? જો શક્તિ આત્માની નહીં માનો તો તો
આત્મા શક્તિથી-સંયોગોથી (હાથમાં) આવે છે... (ઉત્તરઃ) ઈ... ઈ... ઈ વ્યવહારે કથન છે. ઈ તો
વાત કરીય પહેલી. કહ્યું છે આવું નથી. આહા... હા! (શ્રોતાઃ) કહ્યું છે ને (શાસ્ત્રમાં) પણ..
(ઉત્તરઃ) કહ્યું છે ને વ્યવહારથી કહ્યું છે. નિમિ ત્ત ગણાવ્યું છે ખબર છે.. ને... આહા.. હા!
અહીંયાં તો માણસને એમ થાય કે આ સંયોગો આવ્યા ને એકદમ પલટન થયું, માટે સંયોગથી
થયું, એમ નથી. (જુઓ,) અત્યારે (અહીંયાં વ્યાખ્યાનમાં બેઠા છો ત્યારે) સાંભળવામાં આવે છે,
જ્ઞાન થાય છે અંદર, એ સાંભળવાનો સંયોગ આવ્યો માટે ત્યાં જ્ઞાન થયું તે (ની) અહીંયાં ના પાડે
છે. (કારણ કે) એ જ્ઞાનમાં સત્તા નામનો અસ્તિત્વ ગુણ છે. અને એ ગુણ પણ (હયાતીવાળો) છે
ને...! એ એના ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમે છે તેથી (જ્ઞાન) એનું થાય છે. એને લઈને (જ્ઞાનગુણને
લઈને) ઉત્પાદ જ્ઞાનનો પર્યાય છે. સાંભળવાને લઈને (કે) શબ્દની પર્યાયને લઈને ત્યાં (જ્ઞાન
પર્યાયનો ઉત્પાદ) છે એમ નથી. આહા... હા!
(શ્રોતાઃ) એ તો ઉપાદાનથી છે... (ઉત્તરઃ) હેં?
(શ્રોતાઃ) આ તો ઉપાદાનથી વાત કરી. (ઉત્તરઃ) ઉપાદાનની નહીં, એ તો વસ્તુની સ્થિતિ એ જ છે.
ઉચિત નિમિત્ત ભલે હો! પણ તે કાળે- તે તે પોતાને કારણે ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે સત્તા પરિણમે છે ને
એ સત્તાગુણ, ગુણીનો છે. ઈ સત્તાનું પરિણમન છે જે ઈ ગુણીનું જ પરિણમન છે. સંયોગનું નહીં.
આહા...હા...હા!