અનેકપણાનું ખંડન કરે છે. આહા... હા!
दव्वत्तं पुण भावो तम्हा दव्वं सयं सत्ता ।। ११०।।
દ્રવ્યત્વ છે વળી ભાવ; તેથી દ્રવ્ય પોતે સત્ત્વ છે. ૧૧૦.
કે કોઈપણ પર્યાય થવા કાળે સંયોગ ઉપર દ્રષ્ટિ ન કર. સંયોગ આવ્યા માટે આ થયું! આહા.. હા! ઘરે
બેઠો’ તો ત્યારે પરિણામ બીજાં હતાં, અને ભગવાનના દર્શન કર્યા ત્યારે પરિણામ બીજાં આવ્યાં, માટે
ઈ પરિણામ સંયોગથી આવ્યાં, એમ નથી. તે પરિણામ તે વખતે સત્તાગુણનો એવો જ ઉત્પાદનો સમય
હતો. એ થયો છે. સત્તા ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે થઈ છે. અને એ સત્તા દ્રવ્યથી જુદી નથી માટે દ્રવ્ય જ એ
ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે થયું છે. આહા... હા! ભગવાનને લઈને એ શુભભાવ થયો નથી, એમ કહે છે.
આહા... હા.. હા! કો’! અને ઈ શુભભાવ થયો, તે કાળે સાતાવેદનીય બંધાણી, એ આ શુભભાવને
લઈને નહીં એમ કહે છે. તું સંયોગથી ન જો! આહા... હા... હા! ઈ સાતાવેદનીયના પરમાણુ જે છે ઈ
અસ્તિ છે ઈ સત્તા ધરાવે છે. અને સત્તા (છે) તેમાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય પરિણમન છે તેથી તે વખતે કર્મ
(પ્રકૃતિ) પણે પરિણમવાની પર્યાય, એના સત્તાગુણને લઈને, અને ઈ ગુણ ગુણીનો-દ્રવ્યનો છે. તો
દ્રવ્યને લઈને ઈ પરિણામ કર્મરૂપે થયાં છે’ . આત્માએ રાગ-દ્વેષ કર્યા માટે સાતાવેદનીય (પ્રકૃતિ)
થઈ કે કષાય થઈ (તો) એમ નથી. આહા... હા... હા!
શુભભાવ થયા, એ એની સત્તાની પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે. તેથી તે તીર્થંકરગોત્ર બંધાણું એમ
નહીં. તીર્થંકરગોત્ર બંધાણું એમાં એના પરમાણુના જે સત્તાગુણ છે એ કર્મની પર્યાયપણે થવાનો
ઉત્પાદપણે, વ્યયપણે, ને ધ્રૌવ્યપણે એ સત્તાગુણનું (પરિણમન) છે. ને સત્તાગુણના પરિણામ, ગુણીના