આહા... હા! એકસો દસ (ગાથા.)
લાગે. એક સમયે મતિ-શ્રુત ને બીજે સમયે કેવળજ્ઞાન. સમજાણું કાંઈ? એથી એમ ન લાગે કે ઓલા
સંયોગો અનુકૂળ આવ્યા માટે થયું. કે ના. એ તો ઉત્પાદવ્યયધ્રૌવ્યપણે પરિણમન માટે કેવળજ્ઞાન
થવાનું, એના ગુણ-ગુણીનો સ્વભાવ જ એવો છે તે થયું. પૂર્વની પર્યાયને લઈને ય નહીં. આહા... હા!
કેવળજ્ઞાનનો પર્યાય, ઉત્પાદરૂપે સત્તાથી પોતાના જ્ઞાન (ગુણ) ની હયાતીથી, ઉત્પાદરૂપે, વ્યયરૂપે,
ધ્રૌવ્યરૂપે થયો. સ્વતઃ પોતાથી થયો છે. તે કર્મનો નાશ થયો કે પૂર્વની પર્યાયને લઈને થયો તો આ
ઉત્પાદ કેવળજ્ઞાનનો થયો એમે ય નથી. આહા... હા! એ તો પહેલાં આવી ગયું (ગાથા.) એકસો
એકમાં. વ્યય છે ઈ ઉત્પાદને લઈને નથી, ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી, પોતાના વ્યયની અપેક્ષા
નથી. તો પરની અપેક્ષા હોય, એમ જ નહીં. આવી વાત છે ભાઈ! આહા...હા...હા!
રાખનારો. તો ત્યાં (સંસ્થા કે મંદિરોમાં) પર્યાય સરખી થાય. એમ નથી કહે છે. આહા.. હા! ઈ
વખતે તેના તે વસ્તુમાં (જે) ગુણ છે સત્તાગુણ લો, જ્ઞાનગુણ ગણીએ, એનું પરિણમન એ કાળે એ
જ ઉત્પાદવ્યયધ્રૌવ્ય રૂપે પરિણમન થવાનું છે. તેથી તે (ગુણ દ્રવ્યનો છે) તેથી તે દ્રવ્યનું જ પરિણમન
છે. વ્યવસ્થા, વ્યવસ્થા કરનારો છે માટે (વ્યવસ્થિત) અહીંયાં થયું છે એમ નથી. આહા.. હા! કેટલું
ફેરવવું પડે આમાં! આખો દિ’ દુકાને બેઠો. ને આ કર્યું ને આનું કર્યું ને આવું કાર્યું ને આ કર્યું,
ઘરાકને બરાબર સાચવ્યા ને...! આહા.. હા! મીઠાસથી બોલીને આમ કર્યું! (કરું-કરું ના મિથ્યાત્વથી
ફેરવવું પડે!)
સત્તા જ હોય.
લઈને ઉત્પાદવ્યયધ્રૌવ્ય તે દ્રવ્ય છે તેથી દ્રવ્યના જ એ પરિણામ છે. એ પરને લઈને નહીં. અને તે
સત્તાનો ઉત્પાદવ્યયધ્રૌવ્ય થાય, એ તો તેનું સ્વરૂપ જ છે. આહા... હા! કો’ સમજાય છે આમાં? આ
બધા (સામે બેઠેલા) હુશિયાર માણસ કે’ વાય. આ દાકતરો, વકીલો-દવાયું-દાકતરને દવાનું આવ્યું ને
અહીંયાં. હવે કે’ એને