આહા... હા! અને દાકતરનો આત્મા પણ તે વખતે પોતાના ઉત્પાદવ્યયધ્રૌવ્યના પરિણમનમાં તે પર્યાય
થાયને! તે આવે છે. આહા... હા... હા! બહુ આકરું કામ! આખી દુનિયામાંથી જુદો પડી જા! કહે છે.
જુદો છો. પડી જા એટલે...! (જુદો છો જ.)
ધ્રૌવ્ય (એટલે)
આ સાંભળ્યું નો હોય તો બેસે નહીં. એકાંત લાગે એને એકાંત! આહા... હા! શું થાય ભાઈ!
ત્રણલોકના નાથ! કેવળી પરમાત્માની આ વાણી છે. આહા... હા! એ વાણીમાં કાંઈપણ ફેરફાર કરે કે
ઓછું, અધિક કે વિપરીત (માને) તો સત્ને સત્પણે શાસ્ત્રને, એ રીતે ન માને એ તો મિથ્યાદ્રષ્ટિ છે.
આહા.. હા! શાસ્ત્રમાં એક પણ પદને, કે એકપણ અક્ષરને-આવે છે ને ‘સૂત્ર પાહુડ’ માં ભાઈ!
સૂત્રપાહુડમાં કહે છે કે શાસ્ત્રના એક પદને કે એક અક્ષરને ફેરવે એ મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા!
ભારે! આકરું કામ બહુ! આહા... હા!
(શ્રોતાઃ) તેની લાયકાત નહોતી તો નહોતું તે વખતે... (ઉત્તરઃ) માત્ર હાસ્ય જ આહા..!
ઉત્પાદવ્યયધ્રૌવ્યનું પરિણમન થયું ઈ (દ્રવ્યનું) ગુણીનું જ થયું છે. એ દ્રવ્ય ને ગુણ બેય અભેદ છે.
એમ કહે છે. આહા... હા!
ગુણો જુદા નથી. અને કુંડળાદિ પર્યાયો હોતાં નથી. સોનાથી સોનાના પીળાશ આદિ ગુણો, અને કુંડળ
આદિ પર્યાયો, એ સોનાથી જુદાં હોતાં નથી. આહા... હા! હજી આ તો દ્રષ્ટાંત છે હોં? “તેમ હવે, તે
દ્રવ્યના સ્વરૂપની વૃત્તિભૂત ‘અસ્તિત્વ’ નામથી કહેવાતું જે દ્રવ્યત્વ.” દ્રવ્યનો-સ્વરૂપની હયાતીવાળું
એટલે અસ્તિત્વ-સત્તા, નામથી કહેવાતું જે દ્રવ્યત્વ “તે તેનો ‘ભાવ’ નામથી કહેવાતો ગુણ.” દ્રવ્યત્વ
નામનો ગુણ, સત્તા નામનો ગુણ, કહેવાતો
દ્રવ્યથી પૃથકપણે વર્તે