એરણથી ને સોનીથી (કદી થાય) નહીં, ઈ એમ નથી કીધુંઃ (એનાથી તે પર્યાયો થઈ નથી) પણ
અહીંયા તો આનાથી (સોનાથી) આ આમ થઈ છે એ અસ્તિ સિદ્ધ કરવું છે. આહા... હા! વાણિયાને
વખત મળે નહી. અને વખત મળે તો આ સંસારમાં...! આહા..! પુસ્તકો આપે છે (પણ) પુસ્તકો
વાંચતા નથી માળા... કે આ શું કહે છે? વાંચ તો ખરો! ઈ વાંચે તો અર્ધો કલાક વાંચેને... કહે કે...!
અહીંયાં આવે છે કેટલી’ ક બાઈયું! ઈ પુસ્તક પડયું હોય ઈ લઈ, બે મિનિટ વાંચી ને એક સૂત્ર
વાંચે! ઈ વાંચ્યું કહેવાય! આહા... હા... હા!
આહા... હા! બીજા પેરેગ્રાફનો પહેલો શબ્દ (વાક્ય છે.)
ઉત્પત્તિ–વિનાશ જેમનું લક્ષણ છે પર્યાયનું (લક્ષણ ઉત્પત્તિ વિનાશ છે.) “એવી, ક્રમે પ્રવર્તતી.”
ક્રમે-ક્રમે પ્રવર્તે છે આ ક્રમે પ્રવર્તતી, ક્રમબદ્ધ આવી ગયું કે નહીં? (આવ્યું) આહા... હા! અરે! ભાઈ,
આવો વખત ક્યારે મળે! માંડ માણસ (થયો) નીકળવાનો વખત આવે, એ વખતે બફમમાં બફમ
કાઢી નાખે! અરે ઈ પાછો નિગોદમાં જાય, મિથ્યાત્વના જોરે! આહા... હા.. હા! કુંદકુંદાચાર્ય તો એમ
કહેઃ એક વસ્ત્રનો ટુકડો રાખીને મુનિપણું માનશે, મનાવશે આહા... હા! પ્રભુ એણે નવે તત્ત્વનો
વિરોધ કર્યો છે. ઈ નિગોદમાં જાશે. આહા...! ઈ, ઈ શું કહેવાય? (શ્રોતાઃ) કાકડીના ચોર ને...
(ઉત્તરઃ) કાકડીના ચોરને દ્યો ફાંસો! એમ હશે? એમ નથી ભાઈ! એણે તત્ત્વનો પૂરો- પૂરો વિરોધ
કર્યો છે. તત્ત્વનો પૂરો વિરોધ કર્યો છે. આહા... હા! એક પણ વસ્ત્રનો ટૂકડો રાખીને (પોતાને) મુનિ
માને, મનાવે, માનતાને ગુરુ જાણે નિગોદમાંથી કીધો છે બાપા! કેમ કે ઈ રાગનો ટુકડો- (વસ્ત્ર) નો
ટુકડો રાખ્યો છે માટે રાગ છે, તીવ્ર રાગ છે ત્યાં મુનિપણું હોય નહીં. વસ્ત્ર રાખવાનો ભાવ છે ત્યાં
તીવ્ર રાગ છે, તેને મુનિપણું હોય નહિ. ત્યાં મુનિપણું નથી ને મુનિપણું મનાવે છે આહા... હા! સાધુને
કુસાધુ માને કુસાધુને સાધુ માને-પચીસ મિથ્યાત્વ કહેવામાં આવ્યા છે ને..! વિચાર ક્યાં છે? પોતાના
સંપ્રદાયમાં માનેલો સાધુ! અરે! જે નારાયણ ‘આહારદાન’.