તો છે જ. અધ્ધરથી નથી. સમજાણું કાંઈ? પણ પર્યાયદ્રષ્ટિની મુખ્યતાને જોતાં ‘નહોતી ને થઈ’ એમ
કહેવામાં આવે છે. આહા...! પણ થઈ છે ઈ તો અન્વયસંબદ્ધે તો છે જ. પર્યાય દ્રવ્યની જ છે. ઈ
દ્રવ્યના સંબદ્ધે જ થઈ છે. ઈ પર્યાય દ્રવ્યની છે ને પર્યાય દ્રવ્ય છે. ઈ દ્રવ્ય છે ઈ પોતે પર્યાય છે.
આહા... હા... હા! આવી વાતું છે! આ તો એકસો ને અગિયાર ગાથા!!
અસદ્ઉત્પાદ કહેવામાં આવે છે. છતાં ઈ પર્યાયને પણ અન્વયશક્તિઓ સાથે સંબંધ તો છે. સંબદ્ધ
છૂટીને અધ્ધરથી થઈ છે એમ નહીં. આહા... હા! સમજાણું કાંઈ?
અસંખ્યમાં ભાગમાં પરમાણુ રહ્યું પણ એની શક્તિઓ અનંત... અનંત... અનંત... અનંત... એ શું છે?
અને એ શક્તિ જે અન્વય છે તેનીય શક્તિઓમાંથી જે પર્યાયો થઈ ‘જે હતી તે થઈ’ એ અપેક્ષાએ
એને સદ્ભાવ સંબંધ છે. અને એની પર્યાયની મુખ્યતાથી જયારે કહેવું હોય ત્યારે પહેલી નહોતી ને
થઈ’ એ અસદ્સંબંધ એમ’ કહેવામાં આવે છે. છતાં ‘નહોતી ને થઈ’ એમ કહેવામાં આવે છે તે
અન્વયના સંબંધમાં તો છે જ તે. પણ મુખ્યપણે ‘નહોતી ને થઈ’ એમ કહેવામાં આવે છે. આહા...
હા! આવું ધરમ કરવામાં શું કામ હશે એનું? કહે છે ધરમ (તે શું છે) ધરમની પર્યાય જે છે.
આહા...! ધરમની પર્યાય જે છે. ઈ શું છે? એ ક્યાંથી આવી? કોઈ રાગની ક્રિયા કરી-દયા- દાનની
એમાંથી આવી? એમાં હતી? દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ કર્યા એમાંથી (ધરમની) પર્યાય
આવી? એમાં (આ શાંતિની) પર્યાય છે? અન્વયમાં છે. અન્વયમાં શક્તિરૂપ છે, માટે આવે છે.
આહા... હા! અને ‘નહોતી ને આવી’ (એમ અસદ્પર્યાય) કહેવાય છે પર્યાયની મુખ્યતાથી પણ એને
સંબંધ તો અન્વય (શક્તિઓ) નો છે જ. ગૌણપણે. ઈ ‘નહોતી ને થઈ’ એ અપેક્ષાએ અસદ્પર્યાય
(કહેવાય છે.) પણ ‘નહોતી ને થઈ’ માટે કોઈ સંયોગ આવ્યા, માટે નહોતી ને થઈ એકદમ -એમ
નથી. આહા...હા! સત્નો સંબંધ ને સત્નો અસંબંધ-એમાં ને એમાં સમાઈ જાય છે. સમજાણું કાંઈ?
(પર્યાયોની વિવક્ષા વખતે પણ, વ્યતિરેકવ્યકિતઓ અન્વયશક્તિરૂપ બનતી થકી પર્યાયોને દ્રવ્યરૂપ
કરે છે.)